દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે કથળી ગઈ છે અને જાતિવાદી તત્વો કઈ હદે બેખૌફ થઈ ગયા છે તેનો આ ઘટના પુરાવો છે. જેમાં જાતિવાદી તત્વો દ્વારા ગેંગરેપનો ભોગ બનેલી એક દલિત દીકરીને આરોપીઓ કોર્ટ બહાર સમાધાન કરી લેવા માટે દબાણ કરતા હતા. પણ દલિત દીકરી તેના માટે તૈયાર ન થતા આરોપીઓએ મળીને તેનું ઘર સળગાવી દીધું હતું.
મધ્યપ્રદેશના ભિંડના આરોલી ગામની ઘટના
મામલો આદિવાસીઓ પર સૌથી વધુ અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીંના ભિંડના આરોલી ગામમાં ગુર્જર જાતિના કેટલાક ગુંડા તત્વોએ એક દલિત દીકરી પર ગેંગરેપ ગુજાર્યો હતો. આ મામલામાં પીડિતા અને તેના પરિવારે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ માથાભારે આરોપીઓ તેમને કોર્ટ બહાર સમાધાન કરી લેવા માટે સતત દબાણ કરતા હતા. પણ દલિત દીકરીને ન્યાય જોઈતો હોવાથી તેણે ગમે તેવી લાલચને તાબે થવાનો ઈનકાર કરી દીધો હતો. જેને લઈને આરોપી ગુર્જરો લુખ્ખાઈ પર ઉતરી આવ્યા હતા અને પીડિતાના ઘર પર હુમલો કરી દીધો હતો.
સમાધાન ન કરતા ઘર સળગાવી દીધું
શુક્રવારે દલિત દીકરી પર ગેંગરેપ કરનારા ગુનેગારો એક ડઝન લોકો સાથે પીડિતાના ઘરે પહોંચી ગયા હતા અને કોર્ટની બહાર સમાધાન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે પીડિતાએ સમાધાન કરવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીએ તેનું ઘર સળગાવી દીધું.
રિપોર્ટ અનુસાર, પીડિતા અને તેનો પરિવાર સમાધાન માટે સંમત ન થયો એ પછી ગેંગરેપના આરોપીઓએ પરિવારના બે સભ્યોને ઘેરી લીધા અને લાકડીઓથી નિર્દયતાથી માર માર્યો. એ પછી પણ તેમને સંતોષ ન થતા તેમણે ઘરનો સામાન તોડી નાખ્યો અને પીડિતાની ઝૂંપડીને આગ લગાવી દીધી, જેમાં પરિવારના બે સભ્યો દાઝી ગયા હતા.
આ પણ વાંચોઃ ઘરમાં ઘૂસી એક દલિત દીકરીને ઉપાડી ગયા, બીજીની હત્યા કરી?
मध्य प्रदेश: भिंड में दलित युवती के साथ गैंगरेप करने वाले आरोपियों ने बनाया राजीनामा का दबाव
◆ पीड़िता के मना करने पर परिवारजनों को पीटा और घर में लगा दी आग
Madhya Pradesh | #MadhyaPradesh | #Bhind pic.twitter.com/qND6Bo1zbC
— News24 (@news24tvchannel) April 6, 2025
પરિવારના બે સભ્યો દાઝી જતા હોસ્પિટલમાં દાખલ
ઘટના બાદ બંને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી તેમને ભિંડ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવા પડ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જોકે, દલિત પરિવારે પોલીસ પર આરોપીઓ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચોઃ 16 વર્ષની દલિત દીકરીનું અપહરણ કરી ચાલતી કારમાં બળાત્કાર
૧૩ જાન્યુઆરીના રોજ ગોરમી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આરોલી ગામમાં આરોપી સોની ગુર્જર અને ધર્મેન્દ્ર ગુર્જરે બંદૂકના નાળચે એક દલિત દીકરી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે, જેમાં બળાત્કાર પીડિતાનું નિવેદન પણ નોંધવાનું છે.
તમામ આરોપીઓ ગુર્જર જાતિના
રિપોર્ટ અનુસાર, ગેંગરેપ પીડિતાના કોર્ટમાં નિવેદન પહેલાં કોર્ટની બહાર મામલો ઉકેલવા માટે આરોપીઓ શુક્રવારે એક ડઝન લોકો સાથે પીડિતાના ઘરે પહોંચ્યો અને પરિવાર પર સમાધાન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. જ્યારે પીડિતાના પરિવારે સમાધાન કરવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીના પરિવારના સભ્યોએ તેમના પર હુમલો કર્યો.
આ પણ વાંચોઃ 14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી
પીડિત દલિત પરિવારના જણાવ્યા અનુસાર, પરિવાર પર હુમલો કરનારાઓમાં હકીમ ગુર્જર, જયવીર ગુર્જર, બ્રજરાજ ગુર્જર, ગુલ્લી ગુર્જર, આરોપી સોની ગુર્જરના પરિવારના સભ્યો અને ધર્મેન્દ્ર ગુર્જરનો સમાવેશ થાય છે. પીડિત પરિવારનું કહેવું છે કે પરિવાર પર થયેલા હુમલામાં 8 થી 10 લોકો સામેલ હતા, જેમણે પીડિતાના પિતાને લાકડીઓથી માર માર્યો અને પછી તેમની ઝૂંપડીમાં આગ લગાવી દીધી.
પોલીસ સમાધાન માટે દબાણ કરતી હોવાનો આરોપ
પીડિતાના ભાઈએ ગોરમી પોલીસ સ્ટેશન પર ગંભીર આરોપો લગાવ્યા છે અને ન્યાય માટે કલેક્ટર અને એસપીને અપીલ કરી છે. તેણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનના અધિકારીઓ આરોપી સાથે મિલીભગત ધરાવે છે અને પોલીસ પોતે જ તેને આરોપી સાથે સમાધાન કરી લેવા માટે ધમકી આપી રહી છે.
પીડિતાના પરિવારે પોલીસ પર આરોપીઓ પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ઘરમાં આગ લાગવાની વાત ફોન પર જણાવ્યા પછી પણ પોલીસ આવી ન હતી. ઘાયલોએ જણાવ્યું કે તેમને જિલ્લા હોસ્પિટલમાં લાવનાર પોલીસે તેમને કંઈ પણ કહેવાની મનાઈ ફરમાવી છે. આ બાબતે પોલીસ કોન્સ્ટેબલ કહે છે કે તેમને ખબર નથી કે કઈ ઘટના બની છે.
આ પણ વાંચોઃ કુંવારી માતા બનેલી દલિત દીકરી યુવકના ઘરે ધરણાં પર બેઠી