ભાજપ નેતાએ દલિત એન્જિનિયરને કેમેરા સામે જૂતાથી માર માર્યો

Dalit News: ભાજપ નેતા દાદાગીરી કરી દલિત એન્જિનિયરની ઓફિસમાં ઘૂસી ગયો અને તેમને કેમેરા સામે બધાંની વચ્ચે જૂતાથી માર માર્યો. વીડિયો વાયરલ.
baliya bjp leader beaten dalit engineer

Dalit News: ભાજપના નેતાઓ તેમની દલિત વિરોધી માનસિકતાને લઈને વગોવાયેલા છે. છાશવારે તેમની દલિત વિરોધી માનસિકતા સામે આવતી રહે છે. ત્યારે ઉત્તર પ્રદેશના ઓરાઈમાં ભાજપના એક નેતાની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક દલિત એન્જિનિયરને તેની ઓફિસમાં ઘૂસીને જૂતાથી મારતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે રાજકીય હલચલ મચી ગઈ છે. વિપક્ષોએ ભાજપ પર દલિત વિરોધી માનસિકતાનો આરોપ લગાવ્યો છે, જ્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.

યુપીના બલિયાની ઘટના

મામલો ઉત્તર પ્રદેશના બલિયાનો છે. જ્યાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વીજળી વિભાગની ઓફિસમાં તૈનાત એક દલિત એન્જિનિયરને ભાજપના નેતાએ ન માત્ર જાતિસૂચક અપશબ્દો કહ્યા, પરંતુ જૂતાથી માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરોપી નેતા હાથમાં જૂતા લઈને દલિત એન્જિનિયર પર હુમલો કરતો જોવા મળે છે.

ઓફિસમાં ઘૂસી સીધો હુમલો કરી દીધો

પીડિત દલિત એન્જિનિયર લાલ સિંહે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતા મુન્ના બહાદુર સિંહ લગભગ 20-25 લોકો સાથે તેમની ઓફિસમાં ઘૂસી આવ્યો હતો અને સીધી મારામારી શરૂ કરી દીધી હતી. તેણે મારી સાથે કોઈપણ પ્રકારની વાતચીત પણ કરી નહોતી અને સીધું જૂતું લઈને મને મારવા લાગ્યો હતો. તેણે મને મુક્કા-લાતો મારી અને જાતિસૂચક ગાળો પણ ભાંડી. ઘટના દરમિયાન ઓફિસના સીસીટીવી કેમેરા ખરાબ હતા. પરંતુ ઓફિસના કર્મચારીએ આખી ઘટનાને મોબાઈલના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. ઘટના બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ભાજપના દલિત નેતાના પુત્રને સવર્ણોએ મુર્ગા બનાવી પેશાબ પીવડાવ્યો

ભાજપ નેતાએ એન્જિનિયર પર આરોપ લગાવ્યા

દરમિયાન આરોપી મુન્ના બહાદુર સિંહે તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને એન્જિનિયર અને તેમના સાથીદારો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે તેઓ ગામડાઓમાં વીજ પુરવઠાની સમસ્યા અંગે અરજી આપવા ગયા હતા, પરંતુ એન્જિનિયર અને સ્ટાફે તેમની સાથે ગેરવર્તણૂક કરી અને તેમને અને તેમના સાથીદારોને માર માર્યો અને ઘાયલ કર્યા.

કાર્યકરો સાથે ઓફિસમાં ઘૂસી હુમલો કરી દીધો

સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર લાલ સિંહે જણાવ્યું હતું કે મુન્ના બહાદુર સિંહ 20-25 લોકો સાથે ઓફિસમાં ઘૂસી ગયા અને માર મારવાનું શરૂ કર્યું. તેમણે મને કંઈ પૂછ્યું પણ નહીં, સીધા મારા માથા પર પોતાના જૂતાથી માર્યા, મુક્કા માર્યા અને જાતિવાદી ભાષાનો ઉપયોગ કરીને મને ગાળો આપી. સ્ટાફે દરમિયાનગીરી કરીને મને બચાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે ઘટના સમયે ઓફિસનો સીસીટીવી કેમેરા કામ કરી રહ્યો ન હતો, પરંતુ એક કર્મચારીએ આખી ઘટના તેના મોબાઇલમાં રેકોર્ડ કરી હતી.

આ પણ વાંચોઃ દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું

અમે એન્જિનિયરને નહીં, તેમના સ્ટાફે અમને માર્યાઃ ભાજપ નેતા

આના જવાબમાં મુન્ના બહાદુર સિંહે કહ્યું કે ‘અમારામાંથી 10-12 લોકો વીજ કાપની ફરિયાદ કરવા ગયા હતા. એન્જિનિયરે અમને રાહ જોવા કહ્યું. જ્યારે અમે અમારી સમસ્યા રજૂ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે જો તેઓ અમારી વાત નહીં સાંભળે તો અમે ધરણા કરીશું, ત્યારે તેમણે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો. સ્ટાફે અમને પકડી લીધા અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો.

પોલીસે શું કહ્યું?

આ મામલે બલિયાના એએસપી કૃપા શંકરે જણાવ્યું કે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાજપ નેતા આરોપી મુન્ના બહાદુર સિંહ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભાજપ શાસિત રાજ્યોમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં 35%નો વધારો

2 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
17 days ago

Ye log Hindu jatankvadi hai or aatankvadi ki paidash hai

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x