દલિત અધિકારી પર હુમલો કરનાર ભાજપ નેતાનું સ્વાગત કરાયું

Dalit News: દલિત અધિકારી પર જૂતાંથી હુમલો કરનાર ભાજપ નેતા જેલમાંથી છૂટતા ભાજપ કાર્યકરોએ ફૂલહારથી સ્વાગત કર્યું.
Dalit News

Dalit News: ભાજપના કથિત સવર્ણ જાતિના નેતાઓ ચૂંટણી વખતે દલિતોના મતો લેવા માટે તેમના ઘરે જઈને ભોજન લેતા હોય છે, ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલમાળા પહેરાવી ‘જય ભીમ’ના નારાઓ લગાવતા હોય છે. પરંતુ જેવી ચૂંટણી પુરી થાય એ પછી તેમનો અસલ ચહેરો સામે આવતો હોય છે. આવી જ એક ઘટનામાં એક દલિત અધિકારી પર હુમલો કરવા બદલ ધરપકડ કરાયેલા ભાજપનો એક કાર્યકર જેલમાંથી છૂટી જતા ભાજપના કાર્યકરો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઘટના ઉત્તર પ્રદેશના બલિયાની છે. અહીં દલિત અધિકારી પર હુમલો કરવા બદલ ધરપકડ કરાયેલા ભાજપના એક સ્થાનિક કાર્યકર મુન્ના બહાદુર સિંહનું જેલમાંથી મુક્ત થયા બાદ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ‘ભારતમાં બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે’, ટ્રમ્પના સલાહકારે પોલ ખોલી!

વાયરલ થયેલા વીડિયોમાં મુન્ના બહાદુર સિંહ ગયા શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર માઉ જિલ્લા જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ વાહનોના કાફલામાં તેના ગૃહ જિલ્લામાં પાછો ફરતો જોવા મળે છે. વીડિયોમાં રસ્તામાં ઘણી જગ્યાએ ભાજપના કાર્યકરો અને નેતાઓ તેનું સ્વાગત કરતા જોવા મળે છે.

મામલો શું હતો?

આ વર્ષે 23 ઓગસ્ટના રોજ જિલ્લા મુખ્યાલયમાં રાજ્ય વીજળી નિગમના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર લાલજી સિંહ પર જૂતાથી હુમલો કરવા બદલ મુન્ના બહાદુર સિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ ભાજપના અનેક નેતાઓએ જાહેરમાં તેને ટેકો આપ્યો હતો. ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય રામ ઇકબાલ સિંહે ફેસબૂક પોસ્ટમાં દાવો કર્યો હતો કે મુન્ના બહાદુર સિંહ ડઝનેક ગામોને અસર કરતા વીજ પુરવઠા સંબંધિત મુદ્દાઓ ઉઠાવવા માટે વીજ વિભાગમાં ગયા હતા અને તેમને આ કેસમાં “ખોટી રીતે ફસાવવામાં આવ્યા” છે.

આ પણ વાંચો: નાગરાજ મંજુળેની ફિલ્મ ‘ઝૂંડ’ના એક્ટરની ગળું કાપી હત્યા કરાઈ

ઉત્તર પ્રદેશના પરિવહન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) દયાશંકર સિંહના નાના ભાઈ ધર્મેન્દ્ર સિંહે પણ ફેસબૂક પર પોસ્ટ કરી હતી કે તેઓ મુન્ના બહાદુર સિંહની મઉ જેલમાંથી મુક્તિ સમયે હાજર હતા. તેમણે કહ્યું કે મઉથી બલિયા સુધી ભાજપના કાર્યકરોએ સિંહનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.

પત્રકારો સાથે વાત કરતા જેલમાંથી છૂટેલા મુન્ના બહાદુર સિંહે કહ્યું કે તેમની જેલમુક્તિ પછી તેમનું જે રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તે પક્ષના કાર્યકરોનો પ્રેમ અને સમર્થન દર્શાવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 month ago

*કાયર દલિત નેતાઓ મનુવાદી બ્રાહ્મણવાદી બીજેપીની છત્રછાયામાં ક્યાં સુધી પરાવલંબી બની રહેશે? ક્યાં સુધી બીજેપીનાં ધાવણ ધાવ્યા કરશે? પરમ પૂજ્ય બાબાસાહેબ ડો.આમ્બેડકરના બુદ્ધમય ભારત બનવાનાં સ્વપ્નોને ચૂર ચૂર કરી રહ્યા છે, તે કલંક રૂપ બાબત છે!

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x