દલિતોની સૌથી વધુ ધરાવતા રાજ્યો પૈકીના એક બિહારમાં દલિત અત્યાચારની એક મોટી ઘટનામાં 27 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. જેમાં બીડીઓ, સીઓ અને પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.
બિહારના બેગુસરાયમાં દલિતોના ઘર તોડી પાડવા અને તેમને માર મારીને ઘાયલ કરવાના કેસમાં બીડીઓ, સીઓ અને ઇન્સ્પેક્ટર સહિત 27 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો બેગુસરાય જિલ્લાનો છે. જ્યાં સાહેબપુર કમલના બીડીઓ, સીઓ, ઇન્સ્પેક્ટર અને અન્ય 27 લોકો વિરુદ્ધ લૂંટ, જાતિસૂચક અપશબ્દોનો ઉપયોગ કરી અપમાન કરવા સહિતના આરોપ સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
એસસી-એસટી કોર્ટના આદેશ પર 24 એપ્રિલે સાહેબપુર કમલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં પંચવીર ગામના હરિલાલ સદાએ અનેક લોકોને આરોપી બનાવ્યા છે. આરોપીઓ સામે કલમ 147, 148, 149, 166, 452, 379, 380,307, 323, 427, 436, 354, 354 (B), 34 IPC અને SC 3(1) (Q) (R) (S) (W) (Z) SC ST એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.
આરોપીઓમાં BDO રાજેશ કુમાર રંજન, CO સતીશ કુમાર, PSI રાકેશ કુમાર ગુપ્તા, CI અખિલેશ રામ સહિત 27 લોકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતિ આપી રહી છે?
FIRમાં આરોપી હરિલાલ સદાએ કહ્યું છે કે પંચવીર વોર્ડ-6 માં છેલ્લા 50 વર્ષથી લગભગ 100 મુસહર પરિવારો રહે છે. ૫ જૂન, ૨૦૨૩ ના રોજ આ તમામ આરોપીઓ લાકડીઓ, કોદાળી, ટ્રેક્ટર અને જેસીબી લઈને આવ્યા હતા અને આ દલિત પરિવારોને જમીન અને ઘર ખાલી કરીને ભાગી જવા આદેશ કર્યો હતો. અને જો દલિતો ઘર છોડીને ભાગે નહીં તો પાઠ ભણાવવાની ધમકી આપી હતી. તેમણે અન્ય આરોપીઓને આદેશ આપ્યો હતો કે દલિતોના ઘરમાં જે કંઈપણ છે તે લૂંટી લો અને ઘર તોડી પાડો અને જે લોકો સામે પડે તેને મારી નાખો.
એ પછી દલિતોના ઘરમાંથી વસ્તુઓ લૂંટવાનું શરૂ કર્યું હતું. તેઓએ ઘરમાં તોડફોડ પણ શરૂ કરી દીધી અને સામાન લૂંટી, ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા હતા. આ મામલે નોંધાયેલી ફરિયાદની કોપી મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પોલીસ અધિકારીએ તેને સંવેદનશીલ ગણાવીને એફઆઈઆરની વિગતો આપવાનો ઈનકાર કરી દીધો હતો.
આ પણ વાંચો: પોલીસની હાજરી છતાં દલિત વરરાજાને મંદિરમાં ન ઘૂસવા દીધા
सरहद पार का आतंकवादी हमला कभी कभार होता है, मगर भारत में दलित समाज पर आतंकवादी हमला हररोज हजारों बार होता है,
सरहद पार से हमला विदेशी करते हैं मगर दलितो पर आतंकवादी हमला जातिवादी गुंडे करते हैं,
हाल ही में एक दलित बारात पर एक आतंकवादी गुंडी महिला ने पत्थर से हमला किया था, ऐसी नराधम गुंडी कि कोख भी जातिवादी गुंडा हीं पैदा करेंगी,
दलित महिलाओं और छोटी-छोटी बच्चियों पर हेवानियत होती है,
प्रायमरी स्कूल में पानी पीने से बच्चो को मौत के घाट उतारा जा रहा है,
दलितो पर रोजाना आतंकवादी हमला होता है और भारतीयो ने कभी भी हमदर्दी नहीं जताई।।।