જાતિવાદના ગઢ ગણાતા એમપીમાં વધુ એક દલિત વરરાજાની જાનને જાતિવાદી તત્વોએ રોકીને મોટી બબાલ કરી હતી. મામલો મુરૈના જિલ્લાના પોરસા પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીસિંહના પુરા ગામનો છે. અહીં ગુરૂવારે રાત્રે એક દલિત યુવકની જાન માંડવે જઈ રહી હતી ત્યારે ગામના ઠાકુર સમાજના જાતિવાદી ગુંડાઓએ તેને પોતાના ઘર આગળથી નીકળતા રોકીને બબાલ કરી હતી. જાન આગળ વધતી અટકી જતા ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. આરોપી લુખ્ખાઓનું કહેવું હતું કે, એક દલિત થઈને તમે ઠાકુરના ઘર આગળથી ડીજે સાથે જાન લઈને ન નીકળી શકો. વિવાદ એટલો વધી ગયો કે ઠાકુર સમાજના કેટલાક લોકો લાકડીઓ અને દંડા લઈને આવી ગયા અને મારામારી કરવા લાગ્યા. એ દરમિયાન એક યુવક ઠાકુરોના ઘર પાસેથી દલિત વરરાજાની જાન નીકળવાને લઈને જાતિસૂચક ગાળો ભાંડતો અને બધાંને જોઈ લેવાની ધમકી આપતો દેખાયો.
સમગ્ર ઘટનાની જાણ બહુજન સમાજ પાર્ટીના નેતાઓને થતા તેમણે તાત્કાલિક પોલીસ અધિક્ષકને જાણ કરી દીધી. એ પછી પોલીસ અધિક્ષકના આદેશથી પોરસા પોલીસ સ્ટેશનમાં જાન રોકીને ધમાલ મચાવનાર ચાર આરોપીઓ સામે કેસ નોંધાયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
જાતિવાદી તત્વોએ જાન રોકી
પોરસા પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીસિંહ કા પુરા ગામમાં રાજવીર સખવારના પુત્ર વેદ પ્રકાશ સખવારની જાન નીકળી હતી. જાન અંબાહથી પોરસા ગઈ હતી. જ્યારે ડીજે સાથે જાન ગામના ઠાકુર પરિવારના ઘર પાસેથી પસાર થઈ લાગી કે તરત તહસીલદાર સિંહ તોમર, લાલ સિંહ તોમર, કરુ સિંહ તોમર, છોટુ ઉર્ફે આશિષ તોમર અને મોનુ તોમરે જાનને રોકી દીધી હતી.
આ પણ વાંચોઃ જાતિવાદીઓએ વરઘોડો રોકવાની ધમકી આપી, ભીમ આર્મીએ વટ જાળવ્યો
મધ્યપ્રદેશના મુરૈનામાં દલિત વરરાજાની જાનને જાતિવાદીઓએ રોકી મારામારી કરી. બીએસપી નેતાએ પોલીસને જાણ કરતા પોલીસ સુરક્ષા વચ્ચે જાન નીકળી. આઝાદીના 75 વર્ષ પછી પણ દેશમાં જાતિવાદ હાવી છે.@DGP_MP@MPPoliceDeptt@bspindia@ramjigautambsp pic.twitter.com/XDAQ866vui
— khabar Antar (@Khabarantar01) March 8, 2025
દંડા લઈને રસ્તા પર આવ્યા, જાનૈયાઓ સાથે ધક્કામુક્કી કરી
આરોપીઓએ ડીજે વગાડવાને લઈને વિવાદ શરૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ ઠાકુરનું ઘર છે અને અહીં એક દલિતની જાનનું ડીજે ન વાગવું જોઈએ. આ મામલે બંને પક્ષો વચ્ચે ભારે બોલાચાલી થઈ. એ પછી તહસીલદાર સિંહ તોમર અને તેમના પરિવારના સભ્યો હાથમાં લાકડીઓ લઈને બહાર આવ્યા અને જાનૈયાને ધક્કો મારવા લાગ્યા. જ્યારે જાનૈયાઓ તેમની સામે પડ્યા ત્યારે આરોપીઓ લાકડીઓ લઈને તેમના પર તૂટી પડ્યા હતા. તહસીલદાર તોમરે લુખ્ખી દાદાગીરી કરીને જણાવ્યું કે, સખવાર સમાજની વ્યક્તિની જાન ડીજે સાથે નહીં નીકળવા દે.
પોલીસ બંદોબસ્ત વચ્ચે જાન નીકળી
મામલો નિયંત્રણ બહાર જતો જોઈને બસપાના જિલ્લા પ્રમુખ દીપેન્દ્ર બૌદ્ધને જાણ કરવામાં આવી. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલા આ હંગામા પછી પોલીસની દેખરેખ હેઠળ દલિત વરરાજાની જાન કન્યાના માંડવા સુધી પહોંચી હતી.
આ પણ વાંચોઃ બે ગાડીઓ ભરી પોલીસ પહોંચી ત્યારે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો
▶️ दबंगों ने रोकी दलित युवक की बारात
▶️ पोरसा थाना क्षेत्र का मामला#Morena #MPNews #MadhyaPradesh #Dalit @SPMorena_ pic.twitter.com/UPlOZ74sRZ
— IBC24 News (@IBC24News) March 7, 2025
પોલીસે 4 લોકો સામે ગુનો નોંધ્યો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઠાકુર સમાજના આરોપીઓ જાનને રોકતા અને ગાળો બોલતા જોવા મળે છે. આ બાબતને ગંભીરતાથી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે અને તહસીલદાર સિંહ તોમર, કારુ તોમર, છોટુ ઉર્ફે આશિષ તોમર અને મોનુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
બસપા નેતાએ આરોપીઓને હેસિયત બતાવી
આ આખી ઘટનામાં બહુજન સમાજ પાર્ટીના નેતા દિલીપ સિંહ બૌધની કામગીરી સૌથી અગત્યની રહી હતી. તેમણે આરોપીની લુખ્ખી દાદાગીરીને તાબે થવાને બદલે પોલીસને જાણ કરીને પોલીસ પહેરા વચ્ચે જાનને માંડવા સુધી પહોંચાડી હતી. સૌથી ખાસ વાત એ કે, તેમણે એ જ રસ્તેથી જાન કાઢી હતી જેને લઈને આરોપીઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. એ રીતે દિલીપસિંહ બૌદ્ધે જાતિવાદી લુખ્ખાઓની દાદાગીરી સોંસરી કાઢી નાખી હતી અને કાયદો વ્યવસ્થા તથા મહાનાયક ડો.આંબેડકરના બંધારણની તાકાતનો પરચો આપ્યો હતો.
સમગ્ર મામલે દિલીપસિંહ બૌદ્ધે જણાવ્યું હતું કે તહસીલદાર લાલ સિંહ તોમર અને તેમના પરિવારના સભ્યોએ રાજવીર સિંહ સખવારના પુત્રના લગ્નની જાનને અટકાવી હતી જાનૈયાઓને પણ માર માર્યો હતો. આ અંગે મેં એસપી સાથે વાત કરી હતી, જેમના આદેશ પર ગુરુવારે બપોરે પોરસા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ડીજે વગાડવાની ના પાડી પણ તેણે સાંભળ્યું નહીં: SDOP
દરમિયાન, અંબાહ એસડીઓપી રવિ પ્રકાશ ભદૌરિયાએ જણાવ્યું હતું કે તહસીલદાર સિંહ તોમરના ઘર પાસેથી ડીજે પસાર થઈ રહ્યું હતું અને જાન થોડી પાછળ ચાલી રહી હતી અને જાનૈયા તેમાં નાચી રહ્યા હતા. લોકો તહસીલદારસિંહના ઘર પાસેના રસ્તા પર નાચી રહ્યા હતા. તેમણે તેનો વિરોધ કર્યો હતો અને ડીજે વગાડવાનું બંધ કરવા કહ્યું હતું. એ પછી તેમના પરિવારના સભ્યો લાકડીઓ દંડા લઈને જાનમાં પહોંચી ગયા હતા અને મારામારી કરી હતી. આ મામલે ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ બે દલિત દુલ્હન બહેનોને જાતિવાદીઓએ દોડાવી-દોડાવીને મારી
*અંગ્રેજોના પિઠ્ઠુઓ આજના ઠાકુરો દલિતો પર હાવી થવાનું કારણ બીજેપીની જાતિવાદી ધર્મનીતિની દેન છે,
એને હરગીઝ ચલાવી લેવાય નહિ, બહુજન સમાજ એક થાવ! જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર.