જાતિવાદી અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના શાહજહાંપુરના જલાલાબાદ તાલુકાના અફતિયાપુર ગામના દલિત સરપંચ અને તેમની પત્ની પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો.
સરપંચના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે 11 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે ગામના દલ સિંહ, ઉદયવીર, વીરપાલ અને શિશરામે તેમની ભત્રીજીને માર માર્યો હતો. જ્યારે તેમણે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, ત્યારે આરોપીઓ રાત્રે 10 વાગ્યે તેના ઘરમાં ઘૂસી ગયા અને તેને અને તેના પતિને લાકડીઓથી માર માર્યો. એટલું જ નહીં, આરોપીઓએ પીડિતા સાથે છેડતી પણ કરી અને હથિયારો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ પણ વાંચો: પ્રેમી આદિવાસી યુગલને ‘બળદ’ બનાવી ગામલોકોએ ખેતર ખેડાવ્યું
જલાલાબાદ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, ફરિયાદ મળી છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
સરપંચના પરિવારે આરોપ લગાવ્યો હતો કે હુમલાખોરો ઘરમાંથી 30 હજાર રૂપિયા રોકડા, કાનની બુટ્ટી, એક જોડી ચાંદીની પાયલ અને અન્ય કિંમતી વસ્તુઓ લૂંટીને ભાગી ગયા હતા. પીડિતાએ પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે. તેણીએ જણાવ્યું હતું કે તેને અને તેના પરિવારને આરોપીઓથી જાન-માલનું જોખમ છે, તેથી તેમને પોલીસ રક્ષણ આપવામાં આવે. મહિલાના પતિ હાલમાં સરપંચ છે. ત્યારે સવાલ એ થાય કે, જો દલિત સમાજની સરપંચ પદે રહેલી વ્યક્તિની આવી હાલત હોય તો સામાન્ય દલિત પર જાતિવાદી તત્વો કેવા અત્યાચારો કરતા હશે.
આ પણ વાંચો: પરિવાર દશામાની મૂર્તિ પધરાવવા ગયો અને તસ્કરો ઘરમાં ચોરી કરી ગયા
*ભારતનો અડધો ભાગ એટલે ઉત્તર પ્રદેશ તેની સરકારને એક ગંભીર આવેદનપત્ર આપો અને પૂછો કે અમારે બહુજન સમાજનાં લોકોએ જાતિવાદી માનસિકતા ખતમ કરવા માટે શું શું કરવું જોઈએ? જયભીમ!