દલિત મહિલાના ઘરમાં ઘૂસી જાતિવાદી શખ્સે મોં પર પેશાબ કર્યો

દલિત મહિલાની એકલતાનો લાભ લઈ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો. બળાત્કારનો પ્રયત્ન નિષ્ફળ જતા જાતિસૂચક અપશબ્દો બોલી મહિલાના મોં પર પેશાબ કર્યો.
dalit news

સામાન્ય માણસને જે ક્રિયા ખાનગીમાં કરતી વખતે પણ અજાણતા કોઈ જોઈ જાય તે શરમ અનુભવે, એવું કૃત્ય જાતિવાદી તત્વો દલિતો સાથે જાહેરમાં કરતી વખતે પણ જરાય શરમ અનુભવતા નથી. હળાહળ જાતિવાદી તત્વો લાજ-શરમ નેવે મૂકીને, તેઓ શું કરી રહ્યાં છે તેનો પણ વિચાર કરતા નથી. આવી જ એક ઘટના જાતિવાદ અને દલિત અત્યાચાર માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાંથી સામે આવી છે.

અહીંના રામસનેહી ઘાટ વિસ્તારના એક ગામમાં એક જાતિવાદી શખ્સે દલિત મહિલાના ઘરમાં ઘૂસીને તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો ત્યારે આરોપીએ તેના મોં પર પેશાબ કરીને જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું. આ મામલે હવે મહિલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

પીડિતાએ જણાવ્યું કે તે તેની બે મહિનાની માસૂમ પુત્રી અને સાસુ-સસરા સાથે રહે છે. તેનો પતિ ગુજરાતના સુરત શહેરમાં રહીને કામ કરે છે. 10 જૂનની સાંજે મહિલાના સાસુ કોઈ કામથી બહારગામ ગયા હતા અને તેના સસરા પણ ઘેર નહોતા. એ દરમિયાન સાંજે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે ગામનો માથાભારે શખ્સ અભિનવ વર્મા મહિલાના ઘરમાં ઘૂસી આવ્યો હતો. અને મહિલાને એકલી જોઈને તેની સાથે બળાત્કારના ઈરાદે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો.

મહિલાએ શખ્સનો વિરોધ કર્યો હતો, જેનાથી આરોપી ગુસ્સે ભરાયો હતો અને તેણે મહિલાને પકડીને તેના મોંમાં કપડું ખોસી દીધું હતું. એ પછી તેણે પીડિતાના કપડાં ફાડીને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાએ જેમતેમ કરીને તેની પકડમાંથી મુક્ત થઈને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એ દરમિયાન આરોપીએ તેની બે મહિનાની પુત્રીને ઉપાડી લીધી હતી અને તેનું માથું પટકીને મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો:  અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનના ક્રૂ મેમ્બર્સની કહાની તમને રડાવી દેશે!

જો કે મહિલા તેમ છતાં આરોપીને તાબે થઈ નહોતી અને તેની સામે જરાય નમતું જોખ્યું નહોતું. એ પછી તેણે આરોપીની સામે પડીને પોતાની બાળકીને તેના કબ્જામાંથી છોડાવી હતી. પરંતુ એ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.

મહિલાના જણાવ્યા મુજબ, જ્યારે આરોપી તેના ઈરાદામાં સફળ ન થઈ શક્યો ત્યારે તેણે તેણીની સાથે ખૂબ જ અપમાનજનક કૃત્ય કર્યું અને તેના મોં પર બળજબરીથી પેશાબ કર્યો, જાતિસૂચક ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો.

મોડી રાત્રે જ્યારે મહિલના સસરા ઘરે પરત ફર્યા, ત્યારે તેણે આખી હકીકત તેમને જણાવી હતી. એ પછી તેણે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવીને કાર્યવાહીની માંગ કરી છે. મહિલાએ તેને આરોપીથી જીવનું જોખમ હોવાની પણ વાત કરી છે. આ મામલે પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું છે કે,

જેમાં કહ્યું છે કે આરોપીથી તેના જીવને ખતરો છે. કોટવાલ અંકિત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પીડિતાની ફરિયાદ પર કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન કેટલું સલામત?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x