Adivasi News: ભારતમાં દલિત-આદિવાસી સમાજના લોકોને ન્યાય નથી મળતો તેમાં પોલીસમાં બેઠેલા જાતિવાદી તત્વોનો ફાળો પણ મોટો છે. સવર્ણ જાતિના મનુવાદી માનસિકતા ધરાવતા પોલીસકર્મીઓ દલિત-આદિવાસી સાથે ગુલામ જેવું વર્તન કરે છે. આ એ લોકો છે જેઓ દલિત-આદિવાસી આરોપીઓ સાથે પોલીસ કસ્ટડીમાં માનવતા નેવે મૂકીને બર્બરતાપૂર્ણ વર્તન કરતા હોય છે. આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે અને વધુ એક ઘટના મધ્યપ્રદેશના છત્તરપુરમાંથી સામે આવી છે.
મધ્યપ્રદેશ દેશની સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતું રાજ્ય છે. અહીં આદિવાસી સમાજ પર જાતિવાદી તત્વો સાથે ખુદ પોલીસ પણ અત્યાચાર કરતા ખચકાતી નથી. આવી જ એક ઘટનામાં પોલીસે ચાર આદિવાસી યુવકોને ચોરીનો ગુનો કબૂલ કરી લેવા માટે ટોર્ચર કર્યા હતા. પોલીસે આદિવાસી યુવકોને નગ્ન કરી, ગુપ્તાંગમાં મરચું પાવડર ભરીને નિર્દયતાથી માર માર્યો હતો. આ મામલે ભીમ આર્મીએ પીડિત યુવકોને ન્યાય અપાવવા માટે એસપી ઓફિસની બહાર ધરણાં કર્યા હતા અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચોઃ મહુવામાં દુકાનદારે આદિવાસી સગીરાની છેડતી કરતા પથ્થરમારો, આગચંપી
મધ્યપ્રદેશના છત્તરપુરના નૌગાંવની ઘટના
મામલો મધ્યપ્રદેશના છત્તરપુર(Chhatarpur)ના નૌગાંવ પોલીસ સ્ટેશનનો છે. અહીં ચોરીના આરોપમાં 4 આદિવાસી યુવાનો(tribal youth beaten up)ની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ચારેય યુવકોને પોલીસ સ્ટેશન લઈ જઈ કપડાં ઉતરાવી તેમને ક્રૂરતાથી માર માર્યો હતો. પોલીસ કસ્ટડીમાં, આ યુવાનો પર માત્ર શારીરિક ત્રાસ જ નહીં, પરંતુ અમાનવીય કૃત્યો પણ કરવામાં આવ્યા હતા. પીડિત યુવકોમાંથી એકનો આરોપ છે કે પોલીસે તેમના ગુપ્તાંગમાં મરચું પાવડર ભરીને ત્રાસ આપ્યો હતો.
छतरपुर – एसपी ऑफिस के बाहर धरने का मामला, आज दोपहर 12 बजे तक के लिए पीड़ितों ने देर रात किया धरना स्थगित, 10 घंटे चले प्रदर्शन के बाद बैकफुट पर आ गई थी पुलिस, नौगांव पुलिस द्वारा आदिवासी युवकों के साथ चोरी के शक में की गई थी बेरहम मारपीट #Chhattarpur #BreakingNews #MPNews pic.twitter.com/wYKeusjIhx
— News18 MadhyaPradesh (@News18MP) July 20, 2025
ભીમ આર્મી ન્યાય માટે મેદાનમાં ઉતરી
નૌગાંવ પોલીસની આ ક્રૂરતાના વિરોધમાં, ભીમ આર્મી(bhim army)ના કાર્યકરો પીડિતોના પરિવારજનો સાથે બસ સ્ટેન્ડથી એસપી ઓફિસ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ લગભગ 4 કલાક સુધી એસપી ઓફિસની બહાર ધરણા પર બેઠા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મામલો બેકાબૂ થતો જોઈને, ડીઆઈજી લલિત શાક્યવર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સંમત થયા ન હતા.
આ પણ વાંચોઃ માનગઢમાં હજારો આદિવાસીઓ ઉમટ્યાં, અલગ ભીલ પ્રદેશની માંગ કરી
દોષિત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા માંગ
પીડિતોનો આરોપ છે કે નૌગાંવ પોલીસ સ્ટેશને તેમને ચોરીના ખોટા આરોપ લગાવીને સતત 4 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં બંધ રાખ્યા હતા. આ દરમિયાન, તેમને બેલ્ટ અને પટ્ટાથી ઢોરની જેમ માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેમના ગુપ્તાંગમાં લાલ મરચાનો પાવડર ભરીને તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો. એસપી ઓફિસની બહાર વિરોધ કરી રહેલા લોકોએ માંગ કરી હતી કે નૌગાંવ ટીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. જ્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા સમાપ્ત થશે નહીં.
એસપીએ કેસની તપાસના આદેશ આપ્યા
કેસની ગંભીરતાને જોઈને એસપી અગમ જૈન અને ડીઆઈજી લલિત શાક્યવારે કેસની તપાસના આદેશ આપ્યા છે. દરમિયાન, ભીમ આર્મીના પ્રદેશ પ્રમુખ આકાશે નૌગાંવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને દોષિત પોલીસકર્મીઓ સામે SC-ST એક્ટ હેઠળ કેસ નોંધીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. નૌગાંવ એસડીઓપી અમિત મેશ્રામે જણાવ્યું હતું કે, “ચોરીની શંકાના આધારે કેટલાક યુવાનોને ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, કેટલાક પોલીસ કર્મચારીઓએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી, જેની તપાસ કરવામાં આવશે.”
આ પણ વાંચોઃ આદિવાસી હોસ્ટેલમાં 160 જગ 51 લાખમાં ખરીદ્યાં, 32,000નો એક જગ?
ચોરી કબૂલ કરાવવા ત્રાસ આપ્યો
આ ઘટનાના પીડિત યુવકો કંજડપુર પાસેના ધરમપુરના રહેવાસી છે. તે સાવરણી બનાવીને વેચે છે. 15 જુલાઈની સાંજે, 5 આદિવાસી યુવાનો 2 બાઇક પર નૌગાંવમાં ડિસલેરી રોડ પર એક ઘરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓ પેશાબ કરવા ઉભા રહ્યા હતા. એ દરમિયાન નૌગાંવ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને કશું જ કારણ આપ્યા વિના પાંચેય યુવકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમાંથી એક યુવકને છોડી દેવામાં આવ્યો હતો, કારણ કે તે અપંગ હતો. બાકીના ચારની પોલીસે અટકાયત કરીને ભયાનક ત્રાસ આપ્યો હોવાનો આરોપ છે. પોલીસ દ્વારા ચારેય આદિવાસી યુવકો પર પર ચોરી કબૂલ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ પ્રેમી આદિવાસી યુગલને ‘બળદ’ બનાવી ગામલોકોએ ખેતરમાં જોતર્યું