કચ્છ જિલ્લાના અંજારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામની વતની અને અંજારમાં ASI તરીકે ફરજ બજાવતી 25 વર્ષની અરૂણાબેન જાદવનું ગઈકાલે તેના પ્રેમીએ ગળું દબાવીને હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. આરોપી યુવક સીઆરપીએફમાં મણિપુર ખાતે ફરજ બજાવે છે અને લાંબા સમયથી બંને લીવ ઈનમાં રહેતા હતા અને ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા.
ગઈકાલે કોઈ પારિવારિક ઝઘડાને લઇને બંને વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. એ પછી પ્રેમી યુવકે આવેશમાં આવીને યુવતીનું ગળું દબાવી દીધું હતું. એ પછી તે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામની યુવતી અરૂણાબેન જાદવ અંજારમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતી હતી. તેઓ અંજારની ગંગોત્રી સોસાયટી-2માં રહેતા હતા. શુક્રવારે મોડી રાત્રે અરુણાબેન અને તેમના પ્રેમી દિલીપ ડાંગશિયા વચ્ચે કોઈક બાબતને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો.
આ પણ વાંચો: પાટણના ભીલવણમાં લગ્નમાં ડીજે મુદ્દે દલિતો પર મુસ્લિમોનો હુમલો
આ ઝઘડામાં દિલીપ ગુસ્સે ભરાયો હતો અને તેણે મગજ ગુમાવીને અરુણાબેનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ દિલીપ પોતે અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી લીઘી હતી. પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવતીના નજીકના લોકો અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતા અને ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. દિલીપ સીઆરપીએફમાં મણિપુર ખાતે ફરજ બજાવતો હતો. જો કે, બંને વચ્ચે ગઈકાલે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ પછી દિલીપે અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો: આઝાદીના 76 વર્ષમાં ગામમાં પહેલીવાર છોકરી મેટ્રીક પાસ થઈ
સાહેબ તમે ખુબ saras kam karo છો ..