Dalit News: દલિતોને સવર્ણ હિંદુઓ હિંદુ ગણતા નથી એ બાબત અનેક વાર સાબિત થઈ ચૂકી હોવા છતાં પણ કેટલાક દલિતો પરાણે હિંદુ બનવા જાય છે અને છેલ્લે સવર્ણ હિંદુઓ દ્વારા હડધૂત થઈને પાછા ફરે ત્યારે જ તેમની સાન ઠેકાણે આવે છે. આવી જ એક ઘટના ગઈકાલે બની. જ્યાં એક દુર્ગા પંડાલમાં દર્શન કરવા માટે ગયેલા દલિત સમાજના લોકોને સવર્ણ હિંદુઓએ તમે અહીં દર્શન ન કરી શકો એમ કહીને ધક્કા મારી કાઢી મૂક્યા હતા. આ મામલે હવે એફઆઈઆર નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.
મામલો મધ્યપ્રદેશના સિવની જિલ્લાના સાદક ગામનો છે. અહીં ઠાકુર જાતિના જાતિવાદી ગુંડાઓએ દલિતોને દુર્ગા પૂજા પંડાલમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને ‘તમે દલિત છો એટલે અહીં પૂજા કરી શકો નહીં’ તેમ કહીને ધક્કા મારી કાઢી મૂક્યા હતા. પોલીસે આ મામલે ત્રણ લોકો સામે કેસ દાખલ કર્યો છે.
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ લાકડી લઈને ઉભી છે અને તેમને ધમકાવી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ, ત્રણ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પોલીસે પહેલા દલિત યુવકની જાતિ પૂછી, પછી દોડાવી-દોડવીને માર્યો
દલિતોને પૂજા કરતા રોકવામાં આવ્યા
છાપરા પોલીસના જણાવ્યા અનુસાર, શ્યામલાલ અહિરવારે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે બુધવારે તે તેની પત્ની અને પુત્ર સાથે દુર્ગા ચોક સ્થિત સાર્વજનિક દુર્ગા પંડાલમાં પૂજા કરવા ગયો હતો. પરંતુ ઠાકુર જાતિના ગુંડાઓએ તેને પૂજા કરતા અટકાવ્યો હતો અને કહ્યું હતું કે, “તમે ત્યાં પૂજા નહીં કરી શકો.”
દલિત પરિવારે શું કહ્યું
દલિત પરિવારે જણાવ્યું હતું કે, તે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ખેતરેથી પરત ફરતી વખતે આરોપી મેહરબાન સિંહ ઠાકુરે તેને રોક્યો હતો અને કહ્યું હતું કે, “મને તમારી વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી છે.” ત્યારબાદ તેણે પંડાલમાં પ્રવેશવા બદલ વાંધો ઉઠાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ પછી જ્યારે તે દુર્ગા પૂજાના પંડાલ માટે પૈસાનું દાન આપવા માટે દુર્ગા પંડાલમાં ગયો ત્યારે નરેશ ઠાકુર અને નારાયણ યાદવે તેને જાતિવાદી અપશબ્દોથી અપમાનિત કરી દાન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
એ પછી, મારો ભત્રીજો પણ પૈસા દાન કરવા પંડાલમાં ગયો, પરંતુ તેને પણ સ્ટેજ પરથી નીચે ઉતારી દેવામાં આવ્યો. દલિત શખ્સે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોન પર રેકોર્ડ પણ કર્યો હતો. આ મામલે એસપી સુનિલ મહેતાએ જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: પોલીસે પહેલા દલિત યુવકની જાતિ પૂછી, પછી દોડાવી-દોડવીને માર્યો











Users Today : 1746