Dalit News: ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં, હિન્દુસ્તાની આવામ મોરચાના સ્થાપક અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી(Jitan Ram Manjhi)એ એક નિવેદન આપ્યું છે, જેણે દલિત રાજકારણને નવી દિશા આપી છે. માંઝીએ સ્પષ્ટપણે કહ્યું કે જ્યાં સુધી અનુસૂચિત જાતિઓ માટે અલગ મતદાર યાદી(separate voter list for SC) બનાવવામાં ન આવે ત્યાં સુધી દલિત સમાજનું સાચું ઉત્થાન અશક્ય છે. તેમણે દાવો કર્યો કે તેમની ઓછી સંખ્યા હોવા છતાં, ઉચ્ચ જાતિના મતદારો દલિતોના રાજકીય અધિકારોને મર્યાદિત કરે છે, અને તેથી દલિતોની અલગ મતદાર યાદી સમયની જરૂરિયાત છે.
માંઝીના નિવેદનથી દેશમાં દલિત રાજકારણને લઈને નવેસરથી ચર્ચા શરૂ ગઈ છે. જીતનરામ માંઝીએ કહ્યું કે અલગ મતદાર યાદીનો વિચાર નવો નથી; પૂના કરાર દરમિયાન ડૉ.આંબેડકરે આ જ પ્રકારનું મોડેલ રજૂ કર્યું હતું. માંઝીએ દલીલ કરી હતી કે, “દલિતો માટે સ્વતંત્ર રાજકીય પ્રતિનિધિત્વ ત્યારે જ શક્ય છે જો તેમને મતદાન વ્યવસ્થામાં અલગથી માન્યતા આપવામાં આવે.
આ પણ વાંચો: દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા, સવર્ણોએ કહ્યું, ‘દલિતોને નો એન્ટ્રી’
તેમણે જણાવ્યું હતું કે આજે પણ દલિત સમાજ પોતાના અધિકારો અને રાજકીય ભાગીદારી માટે સંઘર્ષ કરી રહ્યો છે, અને તેથી આ મુદ્દે ગંભીર ચર્ચા થવી જોઈએ.”
કાર્યક્રમ દરમિયાન, માંઝીએ જણાવ્યું હતું કે, “બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણમાં દલિતો અને પછાત વર્ગો માટે સમાન અધિકારોની કાનૂની ગેરંટી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે બાબાસાહેબને અમે તેમને ભગવાનની જેમ પૂજીએ છીએ કારણ કે તેમણે વંચિતોને સન્માન આપવા માટે એક ઐતિહાસિક પહેલ કરી હતી.”
માંઝીએ વર્ષ 1956માં બાબાસાહેબના બૌદ્ધ ધર્મમાં પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, “ડો.આંબેડકર જાતિવિહીન સમાજની સ્થાપના ઇચ્છતા હતા, અને તેથી, બૌદ્ધ ધર્મને તેમના આદર્શોનું પ્રતીક માનવામાં આવે છે.”
ઘણા રાજકીય નિષ્ણાતો માંઝીના આ નિવેદનને દલિત રાજકારણ માટે નવી રણનીતિ માને છે. તેઓ માને છે કે, બિહારના બદલાતા સામાજિક માળખાને જોતાં આવી માંગણીઓ ભવિષ્યમાં રાજકીય ચર્ચાને ઊંડી રીતે પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચો: પોલીસે BSP નેતાને છત પરથી ફેંકી દેતા મોત? SC-ST act નો કેસ થયો











