કેરળમાં નોકરીના માત્ર 4 મહિનામાં દલિત પૂજારીએ રાજીનામું આપ્યું

કેરળના ત્રાવણકોર દેવસ્વમ બોર્ડમાં ફરજ બજાવતા દલિત પૂજારી પી.આર. વિષ્ણુએ જાતિગત ભેદભાવ અને સતત મળતી ધમકીઓના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
dalit news

કેરળમાં સામાજિક સમાનતા અને ધાર્મિક સુધારણાઓ માટે સરકાર દ્વારા મંદિરોમાં પૂજારી તરીકે ક્વોલિફાઈડ દલિત યુવકોની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ જાતિવાદી તત્વોના ત્રાસને કારણે સરકારનું આ સરાહનીય પગલું પણ કામ નથી કરી રહ્યું. ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB) હેઠળ કાર્યરત દલિત પૂજારી, પી.આર. વિષ્ણુએ જાતિગત ભેદભાવ, માનસિક ઉત્પીડન અને જીવના જોખમને કારણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આલંગડ કોડુવઝંગા પલ્લથુપરમ્બિલના વતની વિષ્ણુ પરવૂર તિરુવલ્લુર સબ-ગ્રુપ હેઠળના વાથુરક્કાવુ દેવી મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવતા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ બ્રાહ્મણો દ્વારા સતત તેમને હેરાન કરવામાં આવતા હોવાથી તેમણે પૂજારી તરીકેની પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાએ ફરી એકવાર મંદિરો પર બ્રાહ્મણોનું કેવું એકહથ્થુ સાશન છે તે સાબિત કરી દીધું છે. વિષ્ણુના રાજીનામાએ મંદિર તંત્ર અને પ્રગતિશીલ સમાજ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

બે વર્ષથી જાતિગત ભેદભાવ રાખી હેરાન કરવામાં આવતા હતા

પી.આર. વિષ્ણુના જણાવ્યા અનુસાર, આ સંઘર્ષની શરૂઆત આજથી બે વર્ષ પહેલાં થઈ હતી. તે સમયે તેઓ થથપ્પિલ્લી ભગવતી મંદિરમાં વૈકલ્પિક પૂજારી (Alternative Priest) તરીકે સેવા આપી રહ્યા હતા. ત્યાં તેમની સાથે જાતિના આધારે ગંભીર ભેદભાવ કરવામાં આવ્યો હતો. આ અન્યાય સામે અવાજ ઉઠાવતા વિષ્ણુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, ન્યાય મળવાને બદલે તેમની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો હતો. પોલીસ ફરિયાદ નોંધાયા બાદથી જ તેમને સતત ધમકીઓ મળવા લાગી હતી અને કામના સ્થળે પણ માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા.

આ પણ વાંચો: ચંદ્રુમાણા વરઘોડા વિવાદમાં 8 સામે એટ્રોસિટીની ફરિયાદ, 3ની ધરપકડ

વિષ્ણને સ્થાનિક જાતિવાદી ગુંડાઓ હેરાન કરતા હતા

વિષ્ણુએ આક્ષેપ કર્યો છે કે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચવા માટે તેમના પર ચારેબાજુથી દબાણ કરવામાં આવી રહ્યું હતું. મંદિરમાં આવતા કેટલાક શ્રદ્ધાળુઓ અને સ્થાનિક તત્વો દ્વારા તેમને જાહેરમાં મેણા-ટોણા મારવામાં આવતા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે યુનિયનના સભ્યપદ માટે તેમણે જે નાણાં જમા કરાવ્યા હતા, તે પણ તેમને પરત કરી દેવામાં આવ્યા હતા. આ એક રીતે તેમનો સામાજિક અને વ્યાવસાયિક બહિષ્કાર કરવાનો પ્રયાસ હતો. વિષ્ણુએ જણાવ્યું કે તેઓ માત્ર ભક્તિભાવથી પોતાની ફરજ નિભાવવા માંગતા હતા, પરંતુ તેમની જાતિ તેમના કાર્યમાં અવરોધ બની રહી હતી.

જાનથી મારી નાખવાની ધમકીઓ મળી

તાજેતરમાં, વિષ્ણુ વાથુરક્કાવુ દેવી મંદિરમાં ફરજ બજાવતા હતા, જ્યાં તેમની નિમણૂક માત્ર ચાર મહિના પહેલા જ ત્રાવણકોર દેવસ્વમ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલા સોનાના દાગીના નકલી હોવાની શંકા જાગી હતી અને તપાસમાં તે સાચી સાબિત થઈ હતી. આ બાબતની જાણકારી અને ફરિયાદ સામે આવ્યા બાદ વિષ્ણુને ફરી એકવાર નિશાન બનાવવામાં આવ્યા. તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી, જેના કારણે તેઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા.

આ પણ વાંચો: કોણ છે Rohit Pisal, જેણે ડૉ.આંબેડકરને સોનાથી મઢી દીધાં?

આત્મસન્માન માટે આપ્યું રાજીનામુઃ પી.આર. વિષ્ણુ

પી.આર. વિષ્ણુએ અંતે હિંમત હારીને નહીં, પરંતુ પોતાના આત્મસન્માનને બચાવવા માટે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જ્યાં સુરક્ષા ન હોય અને સતત જાતિના આધારે અપમાનિત થવું પડતું હોય, ત્યાં કામ કરવું હવે અશક્ય છે. ત્રાવણકોર દેવસ્વમ બોર્ડમાં દલિતોની નિમણૂકને એક ક્રાંતિકારી પગલું ગણવામાં આવતું હતું, પરંતુ વિષ્ણુની આ સ્થિતિ દર્શાવે છે કે જમીની હકીકત હજુ પણ વરવી છે.

સ્થાનિક દલિત સંગઠનો રોષે ભરાયા

આ ઘટના બાદ કેરળના દલિત સંગઠનો અને સામાજિક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જે લોકોએ પૂજારીને ધમકીઓ આપી છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વિષ્ણુનું રાજીનામું એ માત્ર એક વ્યક્તિની નોકરી છૂટવાની વાત નથી, પરંતુ તે વ્યવસ્થામાં વ્યાપ્ત જાતિવાદી માનસિકતાનો પુરાવો છે.

આ પણ વાંચો: દલિત મહિલાએ પોતાનો જીવ આપી 20 બાળકોનો જીવ બચાવ્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x