ઘટના ઉત્તરપ્રદેશના બારાબંકીમાં સામે આવી છે. અહીં એક દલિત વિદ્યાર્થી નિયમિત રીતે લાઈબ્રેરીમાં વાંચવા માટે ગયો હતો. લંચ દરમિયાન તે ભૂલથી એક બ્રાહ્મણ વિદ્યાર્થીના ટિફિનને અડી ગયો હતો. જેથી તે વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને દલિત વિદ્યાર્થીને જાતિસૂચક અપશબ્દો બોલી, તેનું ટિફિન ફેંકી દીધું હતું અને બીજા સવર્ણ વિદ્યાર્થીઓને બોલાવીને તેને માર માર્યો હતો. આ મામલે દલિત વિદ્યાર્થીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બારાબંકીના ઉદયભાણને જાતિવાદીઓએ માર માર્યો
મામલો બારાબંકીના મસૌલી પોલીસ સ્ટેશનનો છે. અહીં એક દલિત વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના રવિવારે બપોરે પશુ બજાર વિસ્તારમાં આવેલી લાઇબ્રેરીમાં બની હતી. ડફલિયાન ગામના રહેવાસી ઉદયભાણે આરોપ લગાવ્યો હતો કે તે રાબેતા મુજબ અભ્યાસ કરવા માટે લાઇબ્રેરીમાં ગયો હતો. બપોરે 2 વાગ્યાની આસપાસ લંચ દરમિયાન તે ભૂલથી પ્રદ્યુમન શુક્લા નામના એક વિદ્યાર્થીના ટિફિનની અડી ગયો હતો. જેને લઈને પ્રદ્યુમને જાતિવાદી નિવેદન કર્યું હતું અને ઉદયભાણનું ટિફિન ફેંકી દીધું હતું અને તેની સાથે બબાલ કરી હતી.
આ પણ વાંચો: ભાજપના મંત્રીએ હુમલો કરી દલિત મહિલાઓના કપડાં ફાડી નાખ્યા
બ્રાહ્મણ વિદ્યાર્થીએ જાતિસૂચક અપશબ્દો કહ્યા
ઉદયભાણનો આરોપ છે કે, એ પછી પ્રદ્યુમને તેના મિત્રોને બોલાવીને તેને માર માર્યો હતો. એટલું જ નહીં, પ્રદ્યુમને તેને પૂછ્યું હતું કે, “નીચી જાતિનો હોવા છતાં તારી અમારી સાથે બેસીને જમવાની હિંમત કેવી રીતે થઈ?” લાઇબ્રેરી સંચાલક ગૌરવે પણ પુષ્ટિ કરી હતી કે લંચ દરમિયાન ઝઘડો થયો હતો અને ઘટના સમયે 10-12 વિદ્યાર્થીઓ હાજર હતા.
પોલીસ ફરિયાદ નોંધાઈ પણ કોઈની ધરપકડ નહીં
આ મામલે દલિત વિદ્યાર્થી ઉદયભાણે મસૌલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ફરિયાદ નોંધાવી છે. ઉદયભાણે જણાવ્યું છે કે તે આ ઘટનાથી ગભરાઈ ગયો છે. ગુંડાગીરી અને જાતિ ભેદભાવથી તેનો અભ્યાસ પ્રભાવિત થઈ રહ્યો છે. તેણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એકેય આરોપીની પોલીસે ધરપકડ કરી નથી.
આ પણ વાંચો: દલિત યુવક દૂધના કેનને અડી જતા 6 લોકોએ કુહાડીથી હુમલો કર્યો











Users Today : 1746
*દલિતો તમારી સહન કરવાની “મોડ્સ ઓપરેન્ડી”!
હવે બદલો અને શરીર પરના ટૂટેલા ફુટેલા જૂનાં વસ્ત્રોને તિલાંજલિ આપીને હિંમતવાન બનો એ જ પ્રાર્થના સહ.