દલિત વિદ્યાર્થીએ કબડ્ડીમાં સવર્ણોને હરાવતા આંગળીઓ કાપી નાખી

ધોરણ 11 માં ભણતા દલિત કિશોરે કબડ્ડીમાં બાજુના ગામના કથિત સવર્ણોની ટીમને હરાવી હતી, જેનાથી સવર્ણ છોકરાઓનો ઈગો ઘવાતા તેમણે તેના પર હુમલો કરી ત્રણ આંગણીઓ કાપી નાખી.
kabaddi

દલિતો પર અત્યાચાર, તેમની સાથે ભેદભાવ થવાના કિસ્સાઓ આપણે અનેક જોયા-જાણ્યા છે. સવર્ણો ક્યારેક તેમને સાથે ભણવા દેતા નથી, તો ક્યારેક શાળા-ઓફિસમાં હેરાન કરવામાં આવે છે. જ્યારે આ બધું કર્યા પછી પણ દલિતો જો તેમનાથી કોઈ બાબતમાં આગળ આવી જાય તો છેલ્લે તેઓ નાગડદાઈ પર ઉતરી આવે છે. આ કિસ્સામાં પણ તે સ્પષ્ટ રીતે જોવા મળે છે. મામલો તમિલનાડુના તુતીકોરિન જિલ્લાનો છે. જ્યાં એક શાળામાં દલિત કિશોરે સવર્ણ જાતિના છોકરાઓને કબડ્ડીને મેચમાં હરાવી દેતા સવર્ણોનો ઈગો ઘવાયો હતો અને તેમણે દલિત કિશોર પર હુમલો કરી તેની ત્રણ આંગળીઓ કાપી નાખી હતી.

દલિત કિશોર ૧૦ માર્ચે સવારે પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યારે જ તેના પર હુમલો થયો. પોલીસે આ ઘટનામાં ત્રણ સગીરોની અટકાયત કરી છે. દલિત કિશોરના પિતાનો આરોપ છે કે કબડ્ડી મેચમાં મળેલી હારનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો.

ઘટના શું હતી?

મીડિયા રિપોર્ટ મુજબ, દહાડિયા મજૂર થંગા ગણેશનો પુત્ર દેવેન્દ્રન 10 માર્ચની સવારે પરીક્ષા આપવા માટે તેના ઘરેથી શાળાએ જઈ રહ્યો હતો. એ દરમિયાન ત્રણ લોકોએ કથિત રીતે એક ક્રોસિંગ પર બસ રોકી. એ પછી તેમણે દેવેન્દ્રનને બસમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને તેના ડાબા હાથની આંગળીઓ કાપી નાખી. એવો આરોપ છે કે આ લોકોએ તેના પિતા થંગા ગણેશ પર પણ હુમલો કર્યો હતો, જેના કારણે તેમને માથા સહિત ઘણી જગ્યાએ ગંભીર ઈજાઓ થઈ હતી.

જ્યારે બસમાં બેઠેલા અન્ય મુસાફરો વચ્ચે પડ્યા ત્યારે હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. દેવેન્દ્રનને શ્રીવૈકુંડમ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને તિરુનેલવેલી સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. અહીં તેની આંગળીઓ ફરીથી જોડવા માટે સર્જરી કરવામાં આવી રહી છે.

કબડ્ડીમાં હારનો બદલો લીધો

દેવેન્દ્રનના પિતા થંગા ગણેશ તિરુનેલવેલી જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલા અરિયાનયગપુરમ ગામમાં એક ઈંટના ભઠ્ઠામાં મજૂર તરીકે કામ કરે છે. દેવેન્દ્રનના પરિવારે દાવો કર્યો છે કે તેમના પર હુમલો તાજેતરમાં રમાયેલી કબડ્ડી મેચનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. આ મેચમાં દેવેન્દ્રએ વિરોધી ટીમને હરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દેવેન્દ્ર એક મજબૂત કબડ્ડી ખેલાડી તરીકે જાણીતો છે.

દેવેન્દ્રનના પિતા થંગા ગણેશે આ હુમલાને જાતિ સાથે જોડાયેલો ગુનો ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે આ જાતિ સંબંધિત ગુનો છે. અમે SC (અનુસૂચિત જાતિ) સમાજના છીએ. બીજા ગામના થેવર જાતિના ત્રણ લોકોએ તેમના પુત્ર દેવેન્દ્રન પર હુમલો કર્યો હતો.
થેવર જાતિના છોકરાઓ હાર પચાવી ન શક્યા એટલે હુમલો કર્યો

દેવેન્દ્રનના કાકા સુરેશે આ કેસમાં ન્યાયની માંગણી કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે હુમલાખોરો ત્રણ દિવસ સુધી આમતેમ ફરતા રહ્યા. તેમની ધરપકડ થવી જોઈએ. અહીં જાતિવાદીઓને ભારે ત્રાસ છે. અમે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવીએ છીએ અને અહીં કથિત સવર્ણ જાતિના લોકો જરાય નથી ઈચ્છતા કે અમે જીવનમાં આગળ વધીએ અને કંઈક કરી બતાવીએ. દેવેન્દ્રને આ લોકોના છોકરાઓને એકલા હાથે કબડ્ડીની સ્પર્ધામાં હરાવી દીધા હતા, જેના કારણે થેવર જાતિના લોકો તેમના છોકરાઓની મશ્કરી કરતા હતા. જેનાથી તેઓ દેવેન્દ્રન સામે બદલો લેવા માંગતા હતા. આ હુમલો એ બદલો લેવા માટે જ કરવામાં આવ્યો છે. દેવેન્દ્રન ભણવામાં પણ આ લોકોને ટક્કર આપી રહ્યો છે, જેના કારણે પણ તેઓ તેની બળતરા કરતા હતા. તેઓ તેને ગમે તે રીતે આગળ વધતો રોકવા માંગતા હતા. કદાચ એટલે જ તેમણે હુમલો કરીને તેની આંગણીઓ કાપી નાખી છે, જેથી તે કબડ્ડીમાં આગળ ન વધી શકે અને ભણવામાં પણ તે આંગળીઓથી લખી ન શકે.

સુરેશે વધુમાં જણાવ્યું કે હુમલો કરનારા બધા છોકરાઓ ૧૧મા ધોરણમાં ભણતા હતા. તેમણે એવી પણ શંકા વ્યક્ત કરી કે આ હુમલા પાછળ કોઈ બીજું મુખ્ય સૂત્રધાર છે. જેનાથી આ છોકરાઓને આવું કામ કરવાની હિંમત મળી છે.
ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા

આ પણ વાંચો:  ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?

દેવેન્દ્રનના પિતાની ફરિયાદના આધારે શ્રીવૈકુંઠમ પોલીસે SC/ST POA એક્ટ 1989 ની કલમ 296 (B), 109 (2), 351 (3) BNS RW 3 (1) (R), 3 (1) (S), 3 (2) (v) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ તપાસ બાદ હુમલાખોરોમાંથી એકની ઓળખ લક્ષ્મણન (૧૯) તરીકે થઈ છે. તેની સાથે બીજા બે છોકરાઓ પણ હતા. લક્ષ્મણનની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે ને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટના બાદ દેવેન્દ્રનના પિતાએ તેમના પુત્રને પ્રાથમિક સારવાર માટે શ્રીવૈકુંઠમ સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ૧૭ વર્ષીય દેવેન્દ્રનને હાલમાં વધુ સારવાર માટે તિરુનેલવેલી સરકારી કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હુમલો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો

આ ઘટનાને લઈને તમિલનાડુમાં રાજકારણ પણ ગરમાયું છે. દલિત સમાજની પાર્ટી વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) ના પ્રમુખ એમપી તિરુમાવલવનએ ઘટનાની નિંદા કરી છે અને તમિલનાડુ સરકારને દલિતો પર, ખાસ કરીને દક્ષિણ તમિલનાડુમાં જાતિ આધારિત હુમલાઓને રોકવા માટે નિર્ણાયક પગલાં લેવા હાકલ કરી છે. તિરુમાવલવનએ દાવો કર્યો હતો કે દલિત કિશોર દેવેન્દ્રન પર હુમલો કથિત સવર્ણ જાતિના છોકરાઓ દ્વારા બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.

વધુમાં, તિરુમાવલવને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઘટનાના થોડા દિવસો પહેલા દેવેન્દ્રન અને તેના મિત્રો, જે અરિયાનાયાગપુરમ ગામનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે કટ્ટિયામલપુરમ ગામને હરાવીને કબડ્ડી ટુર્નામેન્ટ જીતી હતી. તેમણે ટ્રોફી સાથે પોતાની જીતની ઉજવણી કરી હતી અને આ જીતમાં દેવેન્દ્રન એકલો કથિત સવર્ણ જાતિના છોકરાઓની ટીમ પર ભારે પડ્યો હતો. જો કે, હાર સ્વીકારી ન શકતા સવર્ણોના છોકરાઓએ બદલો લેવા માટે દેવેન્દ્રન અને તેના મિત્રો પર હુમલો કર્યો હતો.”

આ પણ વાંચો: વાલ્મિકી સમાજના કિન્નરને ન્યાય અપાવવામાં પોલીસને રસ નથી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x