Dalit teacher commits suicide : જાતિવાદી ગુજરાતમાં વધુ એક દલિત શિક્ષકનો સવર્ણોએ ભોગ લીધો છે. મળતી માહિતી મુજબ થરાદની પઠામડા સ્કૂલના એક દલિત શિક્ષકને જાતિવાદી જિલ્લા શિક્ષણાધિકારી, આચાર્ય મેડમ સહિત છ લોકોએ ડમી વિદ્યાર્થીકાંડમાં ફસાવી દીધા હતા. શિક્ષણાધિકારીએ દલિત શિક્ષકને ગુનો કબૂલ કરી લો નહીંતર શાંતિથી નોકરી નહીં કરવા દઉં તેમ લુખ્ખી ધમકી આપી હતી. પોતાનો કશો વાંક ન હોવા છતાં આ રીતે ડીઈઓ, આચાર્ય સહિતના લોકોએ ફસાવી દેતા દલિત શિક્ષકને લાગી આવ્યું હતું અને બીજો કોઈ રસ્તો ન દેખાતા તેમણે નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, આત્મહત્યા કરતા પહેલા તેમણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પોતે નિર્દોષ હોવાનો અને ડીઈઓ, આચાર્ય મેડમે તેમને ષડયંત્ર રચીને ફસાવ્યા હોવાનું લખ્યું હોવાથી મહેતા, પટેલ અને જોષી અટકધારી તત્વોનું ષડયંત્ર ખૂલ્લું પડી ગયું હતું. હવે મૃતક દલિત શિક્ષકના પરિવારે ડીઈઓ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
મામલો શું છે?
બનાસકાંઠાના થરાદની પઠામડા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પરમાર નામના દલિત શિક્ષકે કેનાલમાં પડીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભરત શુક્રવાર તા. 14 માર્ચ 2025ના રોજ ઘરે કંઈપણ કહ્યા વિના નીકળી ગયા હતા. ઘરેથી નીકળતાં પહેલાં તેમણે વોટ્સએપમાં એક સ્ટેટસ મૂક્યું હતું, જેમાં લખ્યું હતું કે, “હું નિર્દોષ છું. મારા વિરોધમાં ષડયંત્ર રચવામાં આવ્યું છે. ગણેશભાઈ, લાલજીભાઈ અને ગણપતભાઈએ ષડયંત્ર રચ્યું છે.” એ પછી તેમનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ભરતભાઈને તેમની સ્કૂલના આચાર્ય મેડમ સહિતના સવર્ણ શિક્ષકોની ગેંગે થરાદમાં પકડાયેલા ધો. 12ની પરીક્ષાના ડમીકાંડમાં ફસાવી દીધા હતા. આખું ષડયંત્ર પઠામડા સ્કૂલની પૂર્વ આચાર્યા અંકિતા મહેતાએ રચ્યું હતું અને છેલ્લી ઘડીએ તે તમામ જવાબદારીઓ ભરતભાઈ પર નાખીને રજા પર ઉતરી ગઈ હતી. જેના કારણે ડમીકાંડનો દોષનો ટોપલો ભરતભાઈ પર આવ્યો હતો.
એ પછી આચાર્યા અંકિતા મહેતાએ પોતાની વગનો ઉપયોગ કરીને જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલને ભરતભાઈને ભેરવી દેવા માટે કાવતરું રચ્યું હતું. આમ નિર્દોષ હોવા છતાં થરાદ ડમીકાંડમાં ભરત પરમારનું નામ સામે આવ્યું હતું અને શિક્ષણ વિભાગે તેમને દોષી ઠેરવ્યા હતા. ડીઈઓ હિતેશ પટેલે ભરતભાઈ નિર્દોષ હોવા છતાં તેમને ગુનો કબૂલ કરી લેવા ધમકાવતા હતા. આથી કંટાળીને ભરતભાઈએ કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો. હવે સમગ્ર મામલે મૃતક શિક્ષકના પરિવારજનોએ થરાદ પોલીસમાં બનાસકાંઠાના DEO સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારનો આરોપ છે કે, આ તમામ લોકોએ ભરત પરમારને આત્મહત્યા માટે મજબૂર કર્યા હતા. પોલીસે પરિવારની ફરિયાદ દાખલ કરી તે આરોપ પર પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ આ અંગે વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.
બનાસકાંઠાના થરાદની પઠામડા સ્કૂલમાં ફરજ બજાવતા દલિત શિક્ષકને ડીઈઓ સહિત 6 લોકોએ ડમી વિદ્યાર્થી કાંડમાં ફસાવી દેતા દલિત શિક્ષકે નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી છે. આ મામલે હવે પરિવારજનો સહિત દલિત સમાજે પોલીસ સ્ટેશને પહોંચી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. pic.twitter.com/tNN8vRPxAG
— khabar Antar (@Khabarantar01) March 16, 2025
અંકિતા મહેતાએ ષડયંત્ર રચ્યું અને આરોપ ભરતભાઈ પર નાખ્યો?
થરાદમાં એક વિદ્યાર્થીની જગ્યાએ બીજા કોઈએ પરીક્ષા આપી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ ડમીકાંડ પ્રકરણમાં બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા પઠમાડા શાળાના ઈન્ચાર્જ તરીકે ભરતભાઈ પરમારને દોષી ઠેરવ્યા હતા. પરંતુ હકીકતે આ આખું ષડયંત્ર શાળાની આચાર્યા અંકિતા મહેતા દ્વારા રચવામાં આવ્યું હતું અને તેમાં તેને ડીઈઓ હિતેશ પટેલનો સાથ મળ્યો હતો. પોતે ખોટા ફસાઈ ગયા હોવાથી અન્ય કોઈ રસ્તો ન દેખાતા શિક્ષક ભરતભાઈ પરમાર સ્યુસાઈડ નોટ લખી કેનાલમાં ગુરુવારે સવારે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા પરિવારમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
પરિવારે 6 લોકો સામે ફરિયાદ નોંધાવી
ઉલ્લેખનીય છે કે ભરતભાઈ ગુરુવારે ગુમ થઈ ગયા હતા અને શુક્રવારે કેનાલમાંથી તેમની લાશ મળી આવ્યા બાદ પરિવારે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા થરાદ પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરતા શનિવારે સવારે કેમના થરાદમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. થરાદ પોલીસે જણાવ્યું કે મૃતક શિક્ષકના પિતાની ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, પઠામડા શાળાની શિક્ષિકા અંકિતા મહેતા, ડમી વિદ્યાર્થી સહિત લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધવામા આવી છે. સમગ્ર કેસની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે જેઓ શનિવારે સાંજે થરાદ પહોંચ્યા હતા.
મૃતકનો પરિવાર શું કહે છે?
મૃતક શિક્ષક ભરતભાઈના પિતા દયારામભાઇ પરમારએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભરતભાઇ છેલ્લા 4 વર્ષથી પઠામડા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. વર્ષમાં ધોરણ 12ની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થયા ત્યારે આચાર્ય તરીકે અંકિતા મહેતા ફરજ બજાવતા હતા અને લાલજીભાઇ ઘુડાભાઇ પટેલ (રહે.ખોરડા તા.થરાદ)એ એચ.એસ.સી. પરીક્ષાનું એકસટર્નલ વિદ્યાર્થી તરીકેનું ફોર્મ ભર્યું હતુ. જો કે તેણે પરીક્ષા ફોર્મમાં આચાર્યા અંકિતા મહેતાના આઈડી પાસવર્ડથી ગણપતભાઇ ઓખાભાઇ જોષીનો ફોટો અપલોડ કર્યો હતો. આ બાબતમાં મારા પુત્ર ભરતભાઇની સંડોવણી થાય તેવા બદઇરાદાથી અંકિતાબેને રજા ઉપર જઇને ચાર્જ મારા પુત્રને સોપેલ હતો.
જે દિવસે વિદ્યાર્થીના ફોર્મ અપલોડ કર્યા હતા તે દિવસે અંકિતાબેન જાણી જોઇને રજા ઉપર ગયા હતા અને તેમણે અગાઉથી કરેલી ગોઠવણ મુજબ ગણેશભાઇ ઘનાભાઇ પટેલ સાથે મળીને તેમના યુઝર આઇ.ડી અને પાસવર્ડથી ફોર્મ એપ્રુવ ગણેશભાઇ દ્રારા કરવામાં આવ્યા હતા અને તે દિવસે ભરતભાઈનું નામ આવે તેવું ષડયંત્ર રચ્યું હતું. આ કામગીરી પણ કોઈ સ્ટાફના ઘરેથી તેમના અંગત કોમ્પ્યુટરમાંથી કરવામાં આવી હતી. એ પછી વિદ્યાર્થીઓને પરીક્ષાની રીસિપ્ટ ભરતભાઇ દ્રારા અપાવીને તેમને આખા કાંડમાં ફસાવી દીધા હતા.
આ આખા મામલામાં મૃતક શિક્ષક ભરતભાઈને કોણ કેવો ત્રાસ આપતું હતું તેના પર નજર કરશો એટલે આખો મામલો સમજાઈ જશે.
આચાર્ય અંકિતાબેન મહેતા
આ આખા ષડયંત્રના માસ્ટરમાઈન્ડ ભરતભાઈની પઠમાડા શાળાના આ આચાર્ય હોય તેમ જણાય છે. તેમણે જ ડમી પરીક્ષાર્થીનું ફોર્મ અને ફોટો પોતાના પાસવર્ડ અને યુજર આઈડીથી અપલોડ કર્યો અને પછી ચાર્જ ભરતભાઈ ને સોંપી રજા પર ઉતરી ગયા જેનાથી ભરતભાઈ નું નામ આવે. આ આખું કાવતરું તેમણે રચ્યું હતું.
લાલજીભાઈ ધુડાભાઈ પટેલઃ તેણે ધોરણ 12 ની પરીક્ષા માટે એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ફોર્મ ભdalit teacher commits suicide ર્યું હતું અને તે ફોર્મમાં ગણપતભાઈ ઓખાભાઈ જોશીનો ફોટો ચોટાડ્યો હતો.
આ પણ વાંચો: દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો
ગણપતભાઈ ઓખાભાઈ જોશીઃ લાલજી ધુડા પટેલની જગ્યાએ ડમી તરીકે પરીક્ષા આપી અંકિતાબેન મહેતા સાથે અગાઉથી ઘડેલા કાવતરા મુજબ અંકિતાબેન રજા પર ઉતરી ગણેશભાઈ સાથે મળી તેમના યુઝર આઇડી અને પાસવર્ડથી ફોર્મ એપ્રુવ કરાવ્યું અને તે દિવસે ભરતભાઈનું નામ આવે તેવું કાવતરું કર્યું. આ કામગીરી કોઈના અંગત કોમ્પ્યુટરમાંથી કરાઈ અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષાની રીસીપ્ટ ભરતભાઈ દ્વારા અપાવી તેમની આ કાંડમાં સંડોવણી કરી.
જિલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઈ પટેલઃ ડમી કાંડનો વિદ્યાર્થી ગણપતભાઈ જોશી પકડાતા ડીઈઓ હિતેશ પટેલે ભરતભાઈને પાલનપુર બોલાવી ગુનો કબૂલ કરી લેવા અને તેમને આચાર્ય અંકિતા મહેતા અને ગણેશનું નામ ન લેવા ધમકાવ્યા. જો ગુનો કબૂલ નહીં કરો તો તમને પઠામણા શાળામાં નોકરી નહીં કરવા દઉં અને સસ્પેન્ડ કરી કોઈ કાળે છોડીશ નહીં તેમ દાટી મારી હતી.
આચાર્ય અંકિતા મહેતાનો પતિઃ પઠામડા સ્કૂલના આચાર્ચ અંકિતા મહેતાનો પતિ ભરતભાઈને ફોન કરીને ધમકાવતો હતો અને તેમને ગુનો કબૂલ કરી લેવા દાટી મારતો હતો. જેના માનસિક ત્રાસથી કંટાળી ભરતભાઈએ આપઘાત કરી લીધો.
ગણેશ ધના પટેલઃ આચાર્ય અંકિતા મહેતા રજા પર ઉતરી એ સાથે જ ગણેશ સાથે અગાઉથી જ ગોઠવણ મુજબ તેમની સાથે મળી તેમના યુઝર આઇડી અને પાસવર્ડથી ગણેશભાઈ દ્વારા ફોર્મ એપ્રુવ કરાવી ભરતભાઈ ને ફસાવ્યા.
ભરતભાઈએ સ્યુસાઈડ નોટમાં શું લખ્યું?
પરિવારના સભ્યોએ જણાવ્યું કે ભરતભાઈની બેગ ઘરે હતી તપાસ કરતાં એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું કે “મારું નિવેદન. હું ભરતભાઇ ડી. પરમાર મારા છેલ્લાં શબ્દોમાં કહેવા માંગું છું કે અત્યારે જે પણ આ ઘટના બની રહી છે તેમાં હું સંપૂર્ણ નિર્દોષ છું. પૂર્વ આચાર્ય અંકિતા મહેતાના કાર્યકાળમાં એચ.એસ.સી બોર્ડના રેગયુલર અને એકસ્ટર્નલ ફોર્મ ભરવામાં આવ્યાં હતા. હોલ ટિકિટ આપ્યા બાદ પટેલ લાલજીભાઇ ઘુડાભાઇની હોલ ટિકિટ સિવાયની દરેક હોલ ટિકિટ મેં મારા હસ્તે બધાંને આપેલ અને પટેલ લાલજીભાઇની જમા કરેલ હતી. પરંતુ મારી જાણ બહાર કોઇકે તે હોલ ટિકિટ સોપી દીધેલ. જેની કોઇ સહી પણ લીધેલ નથી.”
ડીઈઓ હિતેશ પટેલ ભરતભાઈને ગુનો કબૂલ કરી લેવા ધમકાવતો
આ આખા મામલામાં ડીઈઓ જેવા ઉચ્ચ હોદ્દે રહેલા હિતેશ પટેલની પણ મોટી સંડોવણી ખૂલી છે. મૃતકના પરિવારના જણાવ્યા પ્રમાણે ડમીકાંડનો વિદ્યાર્થી ગણપત જોષી પકડાતાં આ બાબતની તપાસ માટે જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલ દ્વારા ભરતભાઇને મંગળવારે અને બુધવારે પાલનપુર ખાતે તેમની કચેરીએ બોલાવીને ચારથી પાંચ કલાક પુછપરછ કરવામાં આવી હતી. એ દરમિયાન ભરતભાઈએ જે સત્ય હકીકત હતી તે તેમને જણાવી હતી. જો કે ડીઈઓ હિતેશ પટેલને એ સત્ય ગમ્યું નહોતું અને તેણે ભરતભાઈને ધમકાવીને કહ્યું હતું કે, “તમે અંકિતાબેન તથા તેમના પતિ અને ગણેશભાઇનું નામ ના આપો અને ગુનો તમે કબુલ કરી લો. જો તમે ગુનો કબુલ નહી કરો તો તમને પઠામડા શાળામાં નોકરી કરો તેવા રહેવા નહી દઉં અને સસ્પેન્ડ કરી દઇશ અને કોઈ કાળે છોડીશ નહી.”
આચાર્યા અંકિતા મહેતાનો પતિ ધમકી આપતો હતો
મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, જયારે સવારે પાલનપુર જવાનું હતું તે પહેલાં આચાર્ય અંકિતા મહેતાના ફોન પરથી તેના પતિએ ધમકી આપી ગુનો કબુલ કરી લેજે તેવુ કહી ખુબ ધમકાવ્યો હતો તેવુ અમને ઘરે આવીને મારા પુત્ર ભરતભાઇએ કહ્યું હતું. આ બધાંના માનસિક ત્રાસથી કંટાળીને જ મારા પુત્રએ ગુરુવારે સવારે ફોનમાં “હું નિર્દોષ છું મારી વિરુધ્ધ ગણેશભાઇ, લાલજીભાઇ અને ગણપતભાઇ દ્રારા ષડયંત્ર કરવામાં આવેલ છે” આવું વોટ્સએપ સ્ટેટસ મૂકી કેનાલમાં પડીને આપઘાત કરી લીધો હતો.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલ, પઠામડા શાળાની શિક્ષિકા અંકિતા મહેતા, ડમી વિદ્યાર્થી સહિત 6 સામે આત્મહત્યા દુષ્પ્રેરણા માટેની ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: આ હોસ્પિટલની દરેક દિવાલ પર ડૉ. આંબેડકરનો ફોટો લાગેલો છે
આટ આટલી જાતીવાદી હિંસા ઓ થાય ડગલે ને પગલે માર ખાય તોય આ લોકો હિન્દુ નામના ધર્મ ને વળગી રહ્યા છે…શરમ નામનો શબ્દ પણ કદાચ આત્મહત્યા કરી લે…😡
કડક તપાસ કરી મરનાર ને યોગ્ય ન્યાય મળવો જોઈએ
Aa 6loko ni CBI tapash karo ane te no Narkotest karo ane tene aajivan jail ma nakho
નફરત જાતિવાદ નું અંગ છે
*અંકિતા મહેતાને ઓળખી લ્યો પછી જ તેણીને સીધી દોર કરવાનું શરૂ કરો! કેમકે દલિત આત્મહત્યા એક ઉપાય નથી. જીવો અને જીવવા દો! નહિ તો જેવાં સાથે તેવાનો ઉપાય શરૂ કરો! માથાભારે તત્વો દલિતોની કમજોરીનો ગેરલાભ ઉઠાવવાનો ચોતરફથી ફાયદો ઉઠાવી રહ્યા છે, સરકારને મજબૂર કરો, નહિ તો ભારે આંદોલન શરૂ કરો! જયભીમ! નમો બુદ્ધાય!