6000 રૂ. માટે દલિત મજૂરને ઝાડ સાથે બાંધીને મારતા મોત

ગામના જ બે શખ્સો દલિત યુવકને મજૂરી કરવાના બહાને ઘરેથી લઈ ગયા અને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. મજૂરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
dalit crime

માત્ર 6 હજાર રૂપિયા જેવી નજીવી બાબતે એક દલિત મજૂરને અસામાજિક તત્વોએ ગામ બહાર લઈ જઈને, ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. મજૂરને દવાખાને સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થઈ ગયું હતું.

ઘટના જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીંના રામપુરના કુંડેશ્વરી ગામમાં માત્ર 6000 રૂપિયા માટે એક દલિતને ગુંડાઓએ ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મજૂરનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. હવે પરિવારના સભ્યોની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે.

ચંદ્રશેખર આઝાદે ટ્વિટ કરી ન્યાય માંગ્યો

ઘટનાની જાણ થતા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “૧૬ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ, ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ટાંડા પોલીસ સ્ટેશન હેઠળના કુંડેશ્વરી ગામના રહેવાસી ૩૫ વર્ષીય દલિત મજૂર પ્રેમપાલ જાટવે મજૂરીએ જવાનો ઈનકાર કરતા તેમને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો, જાતિસૂચક અપશબ્દો બોલી તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો.”

મૃત માની હુમલાખોરોએ જંગલમાં ફેંકી દીધો

ચંદ્રશેખરે વધુમાં લખ્યું હતું કે, “હુમલાખોરોએ તેને મૃત સમજીને જંગલમાં ફેંકી દીધો. સારવાર દરમિયાન તેનું મોત થયું. આ ઘટના અત્યંત દુઃખદ અને સજાને પાત્ર છે. અમારી સંવેદના પીડિત પરિવારો સાથે છે.

અમે યુપી સરકાર પાસે માંગ કરીએ છીએ કે ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એસસી/એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ અને બીએનએસની કડક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવે. મૃતકના પરિવારને સરકારી રક્ષણ અને આર્થિક મદદ મળવી જોઈએ.”

આ પણ વાંચો:  40 દલિત પરિવારોએ સંસદ સામે આત્મહત્યાની ધમકી આપી

ટ્રેક્ટર ચલાવવા લઈ ગયા અને ઝાડ સાથે બાંધી માર માર્યો

મૃતકના ભાઈ જગદીશે જણાવ્યું કે, “ઇમરાન અને તેનો ભત્રીજો મારા ભાઈ પ્રેમપાલને ટ્રેક્ટર ચલાવવા માટે બાઇક પર બેસાડીને તેમની સાથે લઈ ગયા હતા. રસ્તામાં તેમણે પ્રેમપાલ પાસે 6000 રૂપિયા માંગ્યા હતા. જે પ્રેમપાલ પાસે ન હોવાથી તેમણે તેને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. જેમાં તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. અમને ઘટનાની જાણ થતા પ્રેમપાલને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને દિલ્હી સફદરજંગ રિફર કર્યા. જ્યાં બુધવારે સાંજે પ્રેમપાલનું મોત નીપજ્યું.”

પોલીસ અધિકારીએ શું કહ્યું?

અધિક પોલીસ અધિક્ષક અતુલ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ કેસમાં ઇમરાન અને તેના ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે અને બંનેની પૂછપરછ ચાલી રહી છે. આરોપીઓના કબજામાંથી ઘટનામાં વપરાયેલ બાઇક, સળિયા, સ્ક્રૂ ડ્રાઈવર વગેરે પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બાયડની આદિવાસી દીકરી સુશીલા વસાવાની આત્મહત્યા કે હત્યા?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
8 months ago

*અસામાજિક તત્ત્વોને પહેલગામ તથા પુલવામા મોકલો જેથી શરીરમાં વધી ગયેલી ચરબી ઉતરી જશે એટલે શાન ઠેકાણે આવી જશે, ગરીબ મજૂર નાં મોતની સામે
મોતની સજા જાહેર કરો, એ જ સમયની માંગ છે!

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x