Dalit News: દલિત, આદિવાસી અને ઓબીસી સમાજમાં હજુ પણ મોટો વર્ગ એવો છે, જે પોતાને હિંદુ માને છે અને સવર્ણ હિંદુઓની જેમ મંદિરમાં પૂજા કરી પોતાને ધન્ય માને છે. જો કે, આવા લોકોને જ્યારે જાતિવાદી તત્વો હડધૂત કરીને મંદિરોમાંથી કાઢી મૂકે ત્યારે પણ સાન ઠેકાણે આવતી નથી. આવી જ એક ઘટનામાં એક મંદિરના ત્રણ પૂજારીઓએ એક દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો બોલીને મંદિરમાં પૂજા કરતા રોકીને લોટા અને ઘંટથી દોડાવી દોડાવીને માર માર્યો હતો.

દલિત યુવકને હિંદુ બની મહાદેવની પૂજા કરવી ભારે પડી
ઘટના બારાબંકી(barabanki)ના લોધેશ્વર મંદિરની છે. અહીં શૈલેન્દ્ર પ્રતાપ ગૌતમ નામનો દલિત યુવક મંદિરમાં પૂજા કરવા માટે ગયો હતો. પરંતુ મંદિરના પૂજારીઓ અખિલ તિવારી, શુભમ તિવારી અને આદિત્ય તિવારીએ તેને મંદિરમાં પૂજા કરતા અટકાવ્યો. તેમણે શૈલેન્દ્રને કહ્યું- તું દલિત છે, તને પૂજા કરવાનો અધિકાર નથી. તારા સમાજના લોકો પૂજા કરી શકતા નથી. એમ કહીને તેમણે મંદિરમાં રાખેલા જળ ચઢાવવાના લોટા અને ઘંટથી તેના માથામાં ઘા કર્યા હતા. એ પછી તેને દોડાવી દોડાવીને માર માર્યો હતો. હોબાળો થતા આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને શૈલેન્દ્રને બચાવી લીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, જાતિવાદી હિંદુ ધર્મમાં દલિતો આજે પણ અસ્પૃશ્ય છે. રાજકીય પક્ષો માત્ર તેમના મતો લેવા માટે જ તેમને હિંદુ ગણાવે છે. બાકી મનુસ્મૃતિ મુજબ બ્રાહ્મણો તેમને અછૂત જ ગણે છે.
ત્રણ પૂજારીઓએ ભેગા મળી દલિત યુવકને માર માર્યો
ત્રણેય પૂજારીઓએ ઢોર માર માર્યા બાદ શૈલેન્દ્ર પ્રતાપ ગૌતમ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને રામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી ડોક્ટરોએ તેને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યો હતો. ત્યાં પણ તેની તબિયતમાં કોઈ સુધારો ન થતા આજે સવારે તેને બારાબંકી જિલ્લા હોસ્પિટલમાંથી લખનૌ રિફર કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ પ્રવર્તી ગઈ છે. મંદિર અને તેની આસપાસ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, શૈલેન્દ્રને ઢોર માર મારનાર પૂજારીઓએ પણ સામી ફરિયાદ કરી છે. પોલીસનું કહેવું છે કે તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

મામલો શું હતો
બારાબંકીના મહાદેવ ગામનો રહેવાસી શૈલેન્દ્ર પ્રતાપ ગૌતમ ગુરુવારે રાત્રે લોધેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. એ પૂજારીઓએ તેને મંદિરમાં દર્શન કરતા રોક્યો હતો અને જાતિસૂચક અપશબ્દો બોલ્યા હતા. થોડીવારમાં ઝઘડો શરૂ થઈ ગયો અને પૂજારી આદિત્ય તિવારીએ ત્યાં હાજર કેટલાક લોકો સાથે મળીને શૈલેન્દ્રને ખૂબ માર માર્યો. ચીસો સાંભળીને આસપાસના લોકો પહોંચી ગયા અને શૈલેન્દ્રને બચાવ્યો અને રામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો.
આ પણ વાંચો: એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે
દલિત હોવાથી મંદિરમાં પ્રવેશ ન આપ્યો
શૈલેન્દ્રએ કહ્યું- હું ગુરુવારે સાંજે લોધેશ્વર મંદિરમાં પૂજા કરવા ગયો હતો. મંદિરમાં અખિલ તિવારી, શુભમ તિવારી અને આદિત્ય તિવારીએ મને પૂજા કરવા દેવાની ના પાડી. તેમણે મને કહ્યું કે તમે દલિત છો, તમને પૂજા કરવાનો અધિકાર નથી. તમારા સમાજના લોકો પૂજા કરી શકતા નથી.
છાતી પર લોટા, ઘંટ અને ઢીંકાપાટું મારી ઘાયલ કર્યો
શૈલેન્દ્ર કહે છે- જ્યારે મેં મંદિરમાં પૂજા કરવાની વાત કરી, ત્યારે આરોપીઓએ મંદિરમાં રાખેલા લોટા અને નજીકમાં લટકાવેલા ઘંટથી મારા માથા પર ઘા કર્યો. તેમણે મને લાત અને મુક્કા માર્યા. છાતીમાં લાત મારી. અવાજ સાંભળીને સ્થળ પર આવેલા લોકોએ મને બચાવી લીધો. હુમલાને કારણે મારા માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે. મેં કોઈ પર હાથ ઉપાડ્યો નથી. આરોપીઓ માથાભારે છે. આખી ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જો તમે તેને જોશો તો તમને બધું ખબર પડશે. આ લોકો કંઈ પણ કરી શકે છે.

બીજી તરફ આરોપી પૂજારી આદિત્ય તિવારી કહે છે કે મારો પુત્ર અને પુત્રવધૂ ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે તેમનો શૈલેન્દ્ર સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. એ પછી ઝઘડો થયો હતો.
ગામમાં તણાવભર્યો માહોલ
આ ઘટના બાદ મંદિર પરિસર અને ગામમાં તણાવપૂર્ણ માહોલ છે. મંદિરમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસ અધિકારી અનિલ પાંડેએ જણાવ્યું હતું કે, બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી છે, મામલાની તપાસ ચાલી રહી છે. પીડિતોએ હુમલો અને જાતિસૂચક ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. દલિત યુવકની હાલત ગંભીર છે. આ મામલે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી સત્ય જાણી શકાય. આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. જો આરોપો સાચા સાબિત થશે તો તેમની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: કોંગ્રેસના દલિત પ્રમુખને મંદિરમાં જતા રોક્યા, ભાજપ પ્રમુખનું સ્વાગત કરાયું
*પત્થરની મૂર્તિ પૂજામાં તમારી કિંમતી જીંદગીને ખતમ કરશો નહિ! તમે તમારા માતાપિતાની સેવા કરશો તો કંઈક સારું પરિણામ મેળવી શકશો! માતાપિતાની સેવા એ જ પ્રભુ સેવા છે! દિમાગ ની બત્તી ચાલુ કરો! ધન્યવાદ સાધુવાદ! જયભીમ નમો બુદ્ધાય! જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન!