દલિત યુવકને ઘરેથી ઉઠાવી જઈ થાંભલા સાથે બાંધી બેલ્ટ-દંડાથી ફટકાર્યો

દલિત યુવક પર કબૂતર ચોરીની શંકા રાખી અસામાજિક તત્વોએ અપહરણ કરી ઢોર માર માર્યો અને વીડિયો વાયરલ કરતા ચકચાર મચી છે.
Dalit youth beaten

લુધિયાણા: પંજાબના લુધિયાણા જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લુધિયાણા ગ્રામ્યના સિધવા બેટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામ ગોરસિયા ખાન મોહમ્મદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સર્જાયા હતા. અહીં માત્ર કબૂતર ચોરીની સામાન્ય શંકાના આધારે એક નિર્દોષ દલિત યુવકને તેના જ ઘરેથી અપહરણ કરી, થાંભલા સાથે બાંધીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ અત્યાચારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંજાબમાં રોષની લાગણી ફેલાઈ છે.

મામલો શું હતો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગામ ગોરસિયા ખાન મોહમ્મદમાં એક પરિવારના કેટલાક પાળેલા કબૂતરો ગુમ થયા હતા. આ પરિવારે કોઈપણ નક્કર પુરાવા વિના ગામના જ રહેવાસી હરપ્રીત સિંહ પર ચોરીનો આરોપ મૂક્યો હતો. ગત 20 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે જ્યારે ગામ હજુ જાગતું હતું, ત્યારે અડધો ડઝન જેટલા શખ્સો હરપ્રીતના ઘરે હથિયારો અને લાકડીઓ સાથે ઘસી આવ્યા હતા. હરપ્રીત કઈ સમજે તે પહેલા જ તેને બળજબરીપૂર્વક ખેંચીને અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ’ થઈ તે હકીકત છે?

દલિત યુવકને થાંભલા સાથે ભાંધીને માર માર્યો

આરોપીઓ હરપ્રીતને ઉપાડીને બળજબરીપૂર્વક પોતાના ઘરે લઈ ગયા હતા. ત્યાં આંગણામાં રહેલા એક લોખંડના થાંભલા સાથે તેને મજબૂત રીતે બાંધી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ શરૂ થયો અત્યાચારનો લાંબો સિલસિલો. આરોપીઓએ કાયદો હાથમાં લઈને હરપ્રીતને લાકડીઓ અને ચામડાના બેલ્ટ વડે નિર્દયતાથી ફટકાર્યો હતો. પીડિત હરપ્રીત સતત કરગરી રહ્યો હતો અને પોતે નિર્દોષ હોવાની દુહાઈ આપી રહ્યો હતો, પરંતુ આરોપીઓએ તેની એક પણ વાત સાંભળી ન હતી. તેની પીઠ અને શરીરના અન્ય ભાગો પર વારંવાર પ્રહાર કરવામાં આવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Dalit youth beaten

માતા-પિતાની આજીજી છતાં આરોપીઓ પીગળ્યાં નહીં

જ્યારે હરપ્રીતને ઉપાડી જવામાં આવ્યો, ત્યારે તેના વૃદ્ધ માતા-પિતા પણ પાછળ-પાછળ દોડી આવ્યા હતા. તેઓએ પોતાના પુત્રને પિલર સાથે બંધાયેલો અને લોહીલુહાણ જોતા જ આરોપીઓના પગ પકડી લીધા હતા. તેઓએ હાથ જોડીને વિનંતી કરી હતી કે જો કોઈ ભૂલ થઈ હોય તો પોલીસને સોંપી દો, પણ આ રીતે મારશો નહીં. છતાં, ક્રૂર બનેલા આરોપીઓએ માતા-પિતાની હાજરીમાં જ પુત્રને મારવાનું ચાલુ રાખ્યું હતું. અંતે તેના પિતાએ સ્થાનિક સામાજિક કાર્યકર બલજીત સિંહનો સંપર્ક સાધ્યો હતો.

આ પણ વાંચો: “તમારી હદમાં રહો, તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી”

આરોપીઓએ ઘટનાનો વીડિયો વાયરલ કરી દીધો

કામરેડ બલજીત સિંહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે સિધવા બેટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હરપ્રીતને બંધનમુક્ત કરી પોલીસ સ્ટેશન ખસેડ્યો હતો. જોકે, આરોપીઓએ આખી ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. હરપ્રીતે રડતા રડતા જણાવ્યું કે, આ વીડિયોના કારણે તેને સમાજમાં ભારે બદનામી અને માનસિક આઘાત સહન કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ જગરાઓમાં તેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે, જેમાં તેના શરીર પરના ઊંડા જખમોની પુષ્ટિ થઈ છે.

પોલીસે હજુ સુધી ફરિયાદ નથી નોંધી

આટલી ગંભીર ઘટના હોવા છતાં સ્થાનિક પોલીસે આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધી ન હોવાનો આક્ષેપ પીડિત પક્ષે કર્યો છે. આથી હરપ્રીતે લુધિયાણા ગ્રામ્યના એસએસપી અંકુર ગુપ્તાને રૂબરૂ મળીને પુરાવા સાથે ફરિયાદ આપી છે. થાણા ઇન્ચાર્જ હમરાજ સિંહે જણાવ્યું છે કે તથ્યોની તપાસ ચાલી રહી છે અને કાયદેસરની કડક કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ પણ વાંચો: મંદબુદ્ધિના દલિત યુવકને દારૂ પાયો, કૂતરા સાથે શરમજનક કૃત્ય કરાવ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x