RPF ની કસ્ટડીમાં દલિત યુવકનું મોત, ત્રણ પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ

RPF ના જવાનોએ માલગાડીમાંથી તેલ ચોરીના આરોપમાં સવારે દલિત યુવકને ઉપાડી લીધો હતો અને ત્યારબાદ તેનું પોલીસ કસ્ટડીમાં જ મોત થઈ ગયું.
Dalit youth dies in RPF custody

દલિત અત્યાચાર માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં એક દલિત યુવક(Dalit youth)નું રેલવે પ્રોટેક્શન ફોર્સની કસ્ટડીમાં મોત (dies in RPF custody) થઈ ગયું. અહીંના ગોંડા(Gonda) જિલ્લામાં માલગાડીમાંથી તેલની ચોરીના આરોપમાં 35 વર્ષીય દલિત વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. આ કેસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના ત્રણ કર્મચારીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મૃતક દલિત યુવકના પરિવારે પોલીસ કસ્ટડીમાં યુવકને ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બરુઆ ચક રેલ્વે સ્ટેશન પર પાર્ક કરેલી એક માલગાડીમાંથી તેલ ચોરી કરવાના કેસમાં મંગળવારે સવારે સંજય કુમાર સોનકરને તેના ઘરેથી ઉપાડી લેવામાં આવ્યો હતો. આરપીએફના કર્મચારીઓ બાદમાં તેને સરકારી મેડિકલ કોલેજ લઈ ગયા, જ્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

ત્રણ જવાનો સામે હત્યાનો કેસ દાખલ

સીનિયર આરપીએફ કમાન્ડન્ટ ચંદ્ર મોહન મિશ્રાએ જણાવ્યું હતું કે ત્રણ જવાનો (સબ-ઇન્સ્પેક્ટર સુરેન્દ્ર કુમાર, કરણ સિંહ યાદવ અને કોન્સ્ટેબલ અમિત કુમાર યાદવ) ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કસ્ટોડિયલ ડેથના આરોપોમાં વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. ગોંડા સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) સભાજીત સિંહે પુષ્ટિ કરી હતી કે ત્રણેય સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરનું અપમાન કરનાર Anil Mishra ની મુસ્લિમ CSPએ બોલતી બંધ કરી

મૃતકના પરિવારજનોએ શું કહ્યું?

મૃતક યુવકના ભાઈ રાજુ સોનકરે ફરિયાદ નોંધાવી હતી કે આરપીએફ જવાનોએ સંજયને તેના ઘરેથી લઈ જઈને કસ્ટડીમાં ત્રાસ આપ્યો હતો. પરિવારને બાદમાં ખબર પડી કે સંજયનું મૃત્યુ થયું છે અને તેનો મૃતદેહ હોસ્પિટલમાં છે. સભાજીત સિંહે કહ્યું કે ડૉક્ટર દ્વારા પૂરા પાડવામાં આવેલા પ્રાથમિક તબીબી અહેવાલ મુજબ, સંજયને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

ચોરીની વિગતો આપતા મોહન મિશ્રાએ મીડિયાને જણાવ્યું હતું કે બરુઆ ચક રેલ્વે સ્ટેશન પર પાર્ક કરેલી માલગાડીમાંથી તેલનો જથ્થો ચોરાઈ ગયા બાદ ગોંડા આરપીએફ ચોકીએ ત્રણ શંકાસ્પદો સામે રેલ્વે મિલકત ગેરકાયદેસર કબજો અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો.

તેમણે કહ્યું કે તપાસ દરમિયાન, આરપીએફની ટીમને એક વીડિયો મળ્યો હતો, જેમાં ત્રણ માણસો ટ્રેનમાંથી તેલ ચોરી કરતા અને નજીકના શેરડીના ખેતરમાં છુપાતા જોવા મળ્યા હતા.

પોલીસ અધિકારીએ શું કહ્યું?

ચંદ્ર મોહન મિશ્રાએ જણાવ્યું હતું કે પુરાવાના આધારે, આરપીએફની ટીમે એક શંકાસ્પદ વ્યક્તિને પકડી લીધો હતો, જેણે પોતાને સંજય તરીકે ઓળખાવ્યો હતો. તેમણે કહ્યું કે કર્મચારીઓએ બાદમાં સંજયને પકડી લીધો અને તે જ દિવસે તેની પાસેથી તેલ જપ્ત કર્યું હતું.

ચંદ્ર મોહન મિશ્રાએ દાવો કર્યો હતો કે જ્યારે રિકવરી પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે આરોપીની હાલત ખરાબ ગઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ મામલે ત્રણ પોલીસકર્મીઓને આરપીએફ લાઇનમાં મોકલી દેવામાં આવ્યા છે અને પોલીસ તપાસના તારણોના આધારે આગળની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: દલિત આધેડને ચોર સમજી ગામલોકોએ માર મારી પતાવી દીધા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
2 months ago

Fanshi do bas,,,

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x