દલિત યુવકની આંખમાં શખ્સે ચાવી ભોંકી દેતા દ્રષ્ટિ ગુમાવી દીધી

દલિત યુવક પર જાતિગત અદાવતમાં જીવલેણ હુમલો કરાયો હતો. હુમલાખોરે યુવકની આંખમાં બાઈકની ચાવી ભોંકી દેતા તેણે દ્રષ્ટિ ગુમાવી દીધી.
beats Dalit youth

જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાં દલિત અત્યાચારની એક ભયાનક ઘટના સામે આવી છે. અહીંના ભદોહી જિલ્લાના ઔરાઈ વિસ્તારમાં સામાન્ય વાતમાં જાતિગત દ્વેષના કારણે એક 20 વર્ષીય દલિત યુવક રાહુલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હુમલાખોરે અત્યંત ક્રૂરતાપૂર્વક રાહુલની આંખમાં મોટરસાઈકલની ચાવી ભોંકી દીધી હતી, જેના કારણે રાહુલે પોતાની એક આંખની રોશની ગુમાવી દીધી છે. હાલમાં તેની સ્થિતિ નાજુક હોવાથી તેને વારાણસીની બીએચયુ (BHU) ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ અધિક્ષક અભિમન્યુ માંગલિક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના ગત શુક્રવારે બપોરે બની હતી. પીડિત રાહુલ નહેર પાસે શૌચ ક્રિયા માટે ગયો હતો. તે સમયે ત્યાં હાજર શંકર બિંદ નામના વ્યક્તિએ રાહુલની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આરોપ છે કે શંકર બિંદે રાહુલને જાતિસૂચક ગાળો આપી અપમાનિત કર્યો હતો.

જ્યારે પરિસ્થિતિ વણસી અને રાહુલે ત્યાંથી જીવ બચાવીને ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે શંકર બિંદે તેને પકડી પાડ્યો હતો. હુમલાખોરે ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી મોટરસાઈકલની ચાવી રાહુલની ડાબી આંખમાં જોરથી ભોંકી દીધી હતી. આ હુમલો એટલો ગંભીર હતો કે રાહુલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. રાહુલ પીડાથી રાડ પાડી ઉઠ્યો હતો, જેને જોઈને લોકો એકઠા થતા હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: કુકી સ્ત્રી સાથે લગ્ન કરનાર મેઈતેઈ પુરુષની જાહેર રસ્તા પર હત્યા

રાહુલને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો

પીડિતને તાત્કાલિક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની ગંભીર હાલત જોતા જિલ્લા હોસ્પિટલ અને ત્યારબાદ વારાણસી રેફર કરવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, આંખમાં ઊંડી ઈજા થવાને કારણે તેની દ્રષ્ટિ પાછી આવવાની શક્યતા નહિવત છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે અને હુમલાખોરની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

dalit news

દેશમાં વધતી જાતિગત હિંસાની ઘટનાઓ

દલિતો વિરુદ્ધ વધી રહેલી હિંસાની આ કોઈ પહેલી ઘટના નથી. તાજેતરના સમયમાં દેશના વિવિધ ભાગોમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, બંગાળના હુગલીમાં નવા વર્ષના થોડા દિવસો પહેલા જ એક દલિત પરિવાર પર હુમલો કરી તેમની મહિલાઓ સાથે દુષ્કર્મની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓએ “ચામડી ઉતારીને જૂતા બનાવવાની” જેવી મધ્યયુગીન ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો: ‘ન્યાયતંત્રમાં હાલ ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે’ – યતીન ઓઝા

પીડિત પરિવારે પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો હતો. યુપીના ઝાંસીમાં નવેમ્બર માસમાં એક દલિત યુવકને સિગરેટના બહાને બોલાવી તેને નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો અને બળજબરીપૂર્વક પગે પડવા મજબૂર કરાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. તમિલનાડુના વિલ્લુપુરમમાં જાતિગત ભેદભાવ અને અપમાનથી કંટાળીને 18 વર્ષીય દલિત વિદ્યાર્થી એસ. ગજનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને 10 દિવસ હોસ્પિટલમાં સંઘર્ષ કર્યા બાદ તેનું મૃત્યુ થયું હતું.

ઔરાઈની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા હોવા છતાં સામાજિક સ્તરે જાતિવાદનું ઝેર હજુ પણ નિર્દોષોના જીવન બરબાદ કરી રહ્યું છે. સ્થાનિકો અને માનવાધિકાર કાર્યકરો હવે આ મામલે કડક સજાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: હિંદુની કિડની મુસ્લિમને, મુસ્લિમની કિડની હિંદુને ટ્રાંસપ્લાન્ટ કરાઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
4 hours ago

*પોલીસ પ્રશાસન તરફથી ગુનેગારોને મળતી રાહત અને રક્ષણ પરત્વે રાજ્ય સરકારે લાલ આંખ કરવી જોઈએ નહીં તો આવનારા કપરાં સમયમાં Gen Z નો સામનો કરવો મુશ્કેલ બની શકે છે! સાવધાન! સાવધાન!

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x