મેવાણીની રજૂઆત છતાં કલેક્ટરે 22 લાખના ખોટા બિલ મૂક્યાં

પોરબંદરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કલેકટરે મંડપ સર્વિસના રૂ. 22 લાખના ખોટા બિલ મૂક્યા હતા. જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હોવા છતાં કલેક્ટરે બિલ મંજૂરી માટે મૂક્યાં છે.
Jignesh Mevani

Porbandar collector issued false bills worth rs 22 lakh: પોરબંદરમાં લોકસભાની ચૂંટણી 2024 દરમિયાન નાણાંની ઉચાપતના બદ-આશયથી ઊભા કરેલા ખોટા બિલો અંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં રજૂઆતો કરી હતી. આમ છતાં પોરબંદર કલેકટર દ્વારા મંડપના રૂ. 22 લાખના ખોટા બિલો રજૂ કરાયા છે. જે અંગે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પત્ર લખીને પોરબંદર કલેકટરને સસ્પેન્ડ કરી વિજિલન્સ તપાસ કરાવવાની માંગણી કરી છે.

વડગામના કોંગ્રેસનાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ પંકજ જોશી અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લને પત્ર લખીને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીના બિલોમાં નાણાકીય ગેરરીતિઓ આચરવા બદલ પોરબંદર કલેકટરને સસ્પેન્ડ કરી તેમની સામે વિજિલન્સ તપાસ સોંપવામાં આવે તેવી માંગણી કરી છે.

મામલો શું છે

ધારાસભ્ય મેવાણીએ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને જણાવ્યુ છે કે, પોરબંદરમાં વર્ષ 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણી સંદર્ભે પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા જે બિલો ગ્રાન્ટની માંગણી સાથે મુખ્ય ચૂંટણી અધિકારી, ગાંધીનગર સમક્ષ રજૂ કરાયા છે. તેમાં પ્રથમ દર્શનીય રીતે અનેક આર્થિક ગેરરીતિઓ થયેલી હોવાનું જણાઈ આવેલ છે. અન્ય જિલ્લામાં પણ આવા શંકાસ્પદ બિલો સબબ ગ્રાન્ટની માંગણી કરતાં મુખ્ય ચૂંટણી અધિકારી, ગાંધીનગરની કચેરી દ્વારા ખુલાસા મગાનતા પત્રો લખાયેલા છે. ત્યારે પોરબંદર જિલ્લા કલેકટર અને ખર્ચ સમિતિ સમક્ષ ખાનગી એજન્સીઓકોન્ટ્રાક્ટરો દ્વારા રજૂ કરાયેલા બિલોમાં નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનું પાલન થયું નથી.

આ પણ વાંચો: મેવાણી સાથે તોછડાઈ કરનાર પાંડિયન સામાન્ય દલિત સાથે શું કરતા હશે?

તેમ છતાં તંત્ર દ્વારા આવા બિલોને મંજૂરી આપીને નાણાની ચુકવણી કરી ગેરરીતિઓ આચરી છે. જેમ કે, માંડલિયા મંડપ સર્વિસિસે 20 લાખના મંડપ ટેન્ડર સામે રૂ. 20 લાખનું બિલ રજૂ કરવાના બદલે રૂ. 2.96 કરોડનું બનાવટી બિલ રજૂ કરેલ, આ બિલ સામે પોરબંદર કલેકટર તંત્ર અને ખર્ચા સમિતિ દ્વારા રૂ. 38 લાખનું ચૂકવણું કરી દેવાયું છે. જે અયોગ્ય અને નિયમ વિરુદ્ધનું છે. બલ્કે આ બિલની મંજૂરી એ નાણાંની ઉચાપત છે.

20 લાખના ટેન્ડર સામે 38 લાખની ચૂકવણી કરાઈ

ધારાસભ્ય મેવાણીએ વધુમાં લખ્યું છે કે મંડપના રૂ. 20 લાખના ટેન્ડર સામે રૂ. 38 લાખની ચુકવણી કોઈ જ આધાર વિના કરાયેલી છે. જે વધારાના રૂ. 18 લાખનું ચૂકવણું કરાયું તેના ડિલિવરી ચલણ, વર્ક ઓર્ડર કે સદર બિલોને પ્રમાણિત કરતાં અધિકારીઓનાં પ્રમાણપત્રો જેવુ કશું જ રેકોર્ડ પર ઉપલબ્ધ નથી. આ મામલે સદર મંડપ એજન્સી માંડલિયા મંડપ સર્વિસિસ દ્વારા રેકોર્ડ પર એવો જવાબ રજૂ કરાયો છે કે, તેઓએ જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓની મૌખિક સૂચનાઓને કારણે રૂ. 20 લાખ કરતાં વધુ રકમના મંડપ લગાડેલ છે. જો કે, આ મામલે જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા લેખિતમાં જવાબ અપાયો છે કે, તેઓએ સદર મંડપ વાળાને આવી કોઈ મૌખિક સૂચનાઓ આપેલ નથી.

કલેક્ટરે વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપી દીધો

મેવાણીએ વધુમાં જણાવ્યું છે કે, મંડપના રૂ. 20 લાખના ટેન્ડર સામે 15 ગણી એટલે કે રૂ. 2,96,00,000 (રૂ. બે કરોડ છન્નુ લાખ જેવી તોતિંગ રકમ સરકારી તિજોરીમાંથી નાણાંની ઉચાપતના આશયથી માંગનાર સદર મંડપ સર્વિસિસને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવા સરકારમાં ભલામણ કરવાના બદલે પોરબંદર કલેકટર દ્વારા તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપી દીધેલ છે.
મેવાણીએ કલેક્ટર સામે વિજિલન્સ તપાસની માંગ કરી

આ બાબતોને અનુલક્ષીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા માગણી કરાઇ છે કે માંડલિયા મંડપ સર્વિસિસ અને પોરબંદર કલેકટર તંત્ર દ્વારા નાગરિકોના ટેક્સના નાણાંની ઉચાપત કરી રહ્યા છે. તે અંગે વિજિલન્સ તપાસ કરાવવામાં આવે અને તાત્કાલિક અસરથી પોરબંદર કલેકટરને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.

આ પણ વાંચો: દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ, બાકીનાનું નામ બદલી નખાશે

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
5 months ago

સરકારી તીજોરી એકસંપ થઈને લુંટ ચલાવી રહ્યા છે.

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x