અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં SC સમાજના દર્દીઓ સાથે ભેદભાવ

અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સીટી સ્કેન વિભાગમાં સારવાર માટે આવતા દર્દીઓને ઈન્સપેક્શનના બહાને કલાકો સુધી સારવાર વિના બેસાડી રખાયા.
u n mehta hospital

અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં અનુસૂચિત જાતિ સમાજના દર્દીઓ સાથે ડોક્ટરો દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના સીટી સ્કેન વિભાગમાં અમદાવાદમાં કાર્યરત જનતા સેના ગુજરાતના કાર્યકર જયેશ પરમાર દ્વારા યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે દ્રશ્યો બતાવીને સાબિત કર્યું હતું કે, હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના ગરીબ દર્દીઓ, જેઓ તેમને મળતી નિઃશુલ્ક સારવાર લેવા માટે વહેલી સવારથી હોસ્પિટલની બહાર લાઈનો લગાવીને બેઠા હતા, તેમને હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઈન્સપેક્શનના બહાને 4 થી 5 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.

ઈન્સપેક્શનના બહાને દર્દીઓને કલાકો બેસાડી રાખ્યા

જનતા સેના ગુજરાતના કાર્યકર જયેશ પરમાર, પોતાના વીડિયોમાં બતાવે છે તેમ, એક મહિલા દર્દી, જેઓ છેલ્લાં 5 કલાક કરતા વધુ સમયથી સારવાર માટે આવ્યા હોવા છતાં હોસ્પિટલના ડોક્ટરોએ તેમને ઈન્સપેક્શનના બહાને સારવાર કર્યા વિના બેસાડી રાખ્યા હતા. આ મહિલા દર્દીએ સારવાર કરાવવાની હોવાથી સવારથી પાણી પણ પીધું નહોતું. તેમ છતાં હોસ્પિટલના ડોક્ટરોએ તેમની સારવાર કરવાની તસ્દી લીધી નહોતી અને તેમની તબિયત કેવી છે તેની પણ પરવા કરી નહોતી. જનતા સેનાના વીડિયોમાં બીજા પણ અનેક દર્દીઓ હોસ્પિટલની લોબીમાં કલાકોથી સારવારની રાહ જોતા લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા, જેમને ડોક્ટરોએ ઈન્સપેક્શના તાયફા કરવા માટે બેસાડી રાખ્યા હતા.

આ પણ વાંચો: ‘તમારી અહીં રહેવાની ઔકાત નથી, ઘર બદલી દો, બાકી મજા નહીં આવે’

જનતા સેના ગુજરાતે વીડિયો વાયરલ કર્યો

જનતા સેનાના કાર્યકર જયેશ પરમાર તેમના વાયરલ વીડિયોમાં બોલતા દેખાય છે કે, હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના દર્દીઓને ઈન્સપેક્શનના તાયફા માટે કલાકો સુધી સારવાર વિના બેસાડી રાખવામાં આવ્યા છે. આ ડોક્ટરો જ્યારે આરોગ્યમંત્રી, વડાપ્રધાન વગેરે આવે ત્યારે દર્દીઓની સરસ સારવાર કરતા હોવાની મોટી મોટી વાતો કરે છે. પરંતુ હકીકત તેનાથી સાવ જુદી છે. આ ડોક્ટરો અનુસૂચિત જાતિ સમાજના દર્દીઓની સારવારમાં ભારે બેદરકારી દાખવે છે. ઈન્પેક્શનના બહાને કલાકો સુધી તેમને સારવાર વિના બેસાડી રાખવામાં આવે છે અને દર્દીઓની તબિયતના કોઈ હાલચાલ પણ પૂછવામાં આવતા નથી. ઉપરથી ખાનગી સિક્યોરિટી કંપનીના માણસો દાદાગીરી કરીને દર્દીઓને ધમકાવે છે. શું આ રીતનું વર્તન સારવાર લેવા આવેલા દર્દી સાથે કરી શકાય?

ગરીબ દર્દીઓ સાથે ઓરમાયું વર્તન કરાય છે

જનતા સેનાનો આ વીડિયો તા. 4 સપ્ટેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક પર મૂકવામાં આવ્યો હતો. જેણે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જનતા સેના ગુજરાતના કાર્યકર જયેશ પરમારની દરમિયાનગીરી અને દલીલ બાદ યુ.એન. મહેતા હોસ્પિટલના આળસુ અને તાયફાબાજ ડોક્ટરોએ આખરે કલાકોથી લાઈનમાં બેઠેલા દર્દીઓની સારવાર કરવાનું શરૂ કર્યું હતું. જો કે, એસસી-એસટી સમાજના ગરીબ દર્દીઓ સાથે હોસ્પિટલ દ્વારા આ જ રીતનું વર્તન કાયમ કરવામાં આવતું હોવાનો કેટલાક દર્દીઓના સગાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?

4.2 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x