Dr. Ambedkars prediction about demonetisation: વર્ષ 2016માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપની સરકારે દેશનું દેવાળું ફૂંકતી નોટબંધી(demonetisation) જાહેર કરી હતી. 8 નવેમ્બર 2016ની એ તારીખે પીએમ મોદીએ દેશમાં ભ્રષ્ટાચારને રોકવા અને તેના પર ગાળિયો કસવા માટે રૂ.1000 અને 500ની નોટબંધીની જાહેરાત કરી હતી. સરકારે આ પગલાની પ્રશંસા કરીને જાતે જ પોતાની પીઠ થાબડી હતી, તો વિપક્ષે તેને દેશને આર્થિક રીતે ખતમ કરી દેવાનો કારસો ગણાવીને તેની ટીકા કરી હતી. પરંતુ, જ્યારે લોકોએ જ્યારે સરકારના આ નિર્ણયની અવગણના કરી, ત્યારે મોદી સરકારે નોટબંધીનો વિચાર ડો.આંબેડકર(Dr. Ambedkar)નો હોવાનો કહીને પોતાની ભૂલનો ટોપલો ડો.આંબેડકર પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.
નોટબંધીનું સૂચન કરનાર ડો.આંબેડકર સૌ પ્રથમ અર્થશાસ્ત્રી હતા. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે મોદી સરકારના આ દાવામાં કેટલી સત્યતા છે? કારણ કે એવો દાવો કરવામાં આવ્યો હતો કે નોટબંધીથી દેશમાં કાળું નાણું પાછું આવશે… પરંતુ ખરેખર કાળા નાણા પર કાબુ મેળવ્યો કે નહીં તે કહેવું મુશ્કેલ છે… પરંતુ સરકારે બાબા સાહેબના આડમાં પોતાના અણઘડ નિર્ણયનો બચાવ કર્યો હતો. ચાલો જાણીએ કે ડૉ.આંબેડકરે નોટબંધી વિશે શું કહ્યું હતું અને તેને ટેકો આપતા હતા કે નહીં.
આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકર: દલિત નેતા કે રાષ્ટ્ર નેતા?
ડૉ.આંબેડકરનું પુસ્તક અને નોટબંધીનો ખ્યાલ
ડૉ.આંબેડકરે 1912માં બોમ્બે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક થયા, અને પછી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી. તેમની સ્નાતકની ડિગ્રી દરમિયાન, તેમણે ‘પ્રાચીન ભારતમાં વાણિજ્ય’ વિષય પર સંશોધન કર્યું હતું. બાબા સાહેબ ત્યાં જ અટક્યા નહીં; તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી એમ.એસસી. અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોમાંથી બેરિસ્ટર લોની ડિગ્રી મેળવી. એ રીતે ડો.આંબેડકરને કાયદા અને અર્થશાસ્ત્ર બંનેનું ગહન જ્ઞાન હતું.
તેમણે “The Problem of The Rupee” નામનું પુસ્તક લખ્યું, જેમાં તેમણે દેશના ચલણને મજબૂત બનાવવા અને ભ્રષ્ટાચારને કાબુમાં લેવાના રસ્તાઓ દર્શાવ્યા હતા. આ પુસ્તકમાં, બાબા સાહેબે નોટબંધીનું પણ સૂચન કર્યું છે. પણ જે અણઘડ રીતે મોદી સરકારે નોટબંધી કરી તે રીતે નોટબંધી કરવાનું સૂચન ડો.આંબેડકરે કદી કર્યું નહોતું. ચાલો જાણીએ કે ડૉ.આંબેડકરે નોટબંધી વિશે શું કહ્યું હતું.
નોટબંધી વિશે ડો.આંબેડકરના વિચારો
દૂરંદેશી ડૉ.આંબેડકર જાણતા હતા કે સમય જતાં વિદેશી ચલણની તુલનામાં રૂપિયાનું મૂલ્ય ઘટશે, જેના કારણે ફુગાવો અને ભ્રષ્ટાચાર વધશે. તેથી બાબા સાહેબે તેમના પુસ્તકમાં નોટબંધીની સલાહ આપી હતી. સત્ય એ છે કે બાબાસાહેબે સૂચન કર્યું હતું કે પૈસાના મૂલ્યને મજબૂત બનાવવા માટે જરૂરી છે કે, દર 10 કે 15 વર્ષમાં રુપિયાને બદલી દેવામાં આવે. આનાથી રૂપિયાના અવમૂલ્યન અટકાવવામાં મદદ મળી શકે. તેમણે ભ્રષ્ટાચાર અટકાવવા જેવી કોઈ વાત કરી નહોતી.
આ પણ વાંચો: બંધારણના આમુખ વિશે ડૉ.આંબેડકર-નહેરુ શું માનતા હતા?
પરંતુ નોટબંધીનો તરંગી વિચાર નિષ્ફળ જતા અને લોકો ભયાનક રીતે હેરાન થતા મોદી સરકારના કેટલાક નેતાઓએ “આ આઈડિયા તો ડો.આંબેડકરે પણ આપેલો” તેમ કહીને મોદી સરકારે લાદેલી નોટબંધીની નિષ્ફળતાનો ટોપલો ડો.આંબેડકર પર ઢોળવા પ્રયત્ન કર્યો હતો, જે હાસ્યાસ્પદ છે.
નોટબંધીએ સામાન્ય માણસની કમર તોડી નાખી
હકીકતે, નોટબંધીનો નિર્ણય ફક્ત મોદી સરકારના થોડા સભ્યો દ્વારા જ લેવામાં આવ્યો હતો. આ વાત તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમના પુસ્તક “ધ પ્રેસિડેન્શિયલ યર્સ” માં પણ કહી હતી, જ્યારે તેમણે કહ્યું હતું કે નોટબંધીનો નિર્ણય પીએમ મોદીનો એકપક્ષીય નિર્ણય હતો; તેમની સલાહ પણ લેવામાં આવી ન હતી; દેશના બાકીના લોકોની જેમ, તેમણે પણ સમાચાર દ્વારા આ વિશે જાણ્યું.
આ પણ વાંચો: RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?
ડૉ.આંબેડકર પર દોષનો ટોપલો ઢોળવા પ્રયાસ!
ટૂંકમાં, આપણે કહી શકીએ કે બાબા સાહેબે જે ઉકેલ સૂચવ્યો તે દેશની આર્થિક નબળાઈ દૂર કરવા માટે હતો. પરંતુ મોદી સરકારે લાદેલી અણઘડ નોટબંધીને કારણે ભ્રષ્ટાચાર અને આર્થિક નબળાઈ તો દૂર ન થયા, ઉલટાનું સામાન્ય લોકોની કમર તૂટી ગઈ. સામાન્ય લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. નવેમ્બર મહિનામાં શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે બેંકની બહાર લાગી જતી લાંબી કતારો કોણ ભૂલી શકે?
મોદી સરકારે લાદેલી નોટબંધી નિષ્ફળ જતા તેમણે ડો.આંબેડકર પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. પણ ડો.આંબેડકરનું વિઝન અને મોદીના કથિત વિઝનમાં આભજમીન વચ્ચેનું અંતર છે. જેમણે પ્રોબ્લેમ ઓફ ધ રૂપી વાંચી છે, તેમને આ બાબત વધુ સારી રીતે સમજાશે.
આ પણ વાંચો: રૂપિયા પર આંબેડકરના ગ્રંથમાં સ્પષ્ટ દ્રષ્ટિ છે











જય ભીમ જય સંવિધાન