UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!

UNESCOના પેરિસહેડક્વાર્ટર ખાતે બંધારણ દિવસે મહાનાયક ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાતા મનુવાદીઓને લપડાક લાગી છે!
UNESCO headquarters Dr. Ambedkars statue unveiled

UNESCO headquarters Dr. Ambedkars statue unveiled: જાતિવાદી તત્વો છેલ્લાં કેટલાક સમયથી બી.એન. રાવને બંધારણના ઘડવૈયા તરીકે સ્થાપિત કરવા માટે કુપ્રચાર કરી રહ્યાં છે. ખુદ સત્તાધારી ભાજપના નેતાઓ પણ સતત ડો.આંબેડકરના યોગદાનને ઓછું આંકવા મથતા રહ્યાં છે. પરંતુ મનુવાદી સરકારના રાજમાં આ કુપ્રચારનો જવાબ છેક ફ્રાંસની રાજધાની પેરિસથી મળ્યો છે. જ્યાં 26મી નવેમ્બર 2025ને બંધારણ દિવસે જ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ બંધારણના ઘડવૈયા તરીકે બી.એન.રાવને સ્થાપિત કરવા મથતા મનુવાદીઓની સ્થિતિ કોઠીમાં મોં ઘાલીને રડવા જેવી થઈ ગઈ છે.

બંધારણ દિવસે ડો.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું

26 નવેમ્બરે બંધારણ દિવસ પર પેરિસમાં યુનેસ્કો હેડક્વાર્ટર ખાતે ભારતના બંધારણના ઘડવૈયા અને વીસમી સદીના સૌથી મહાનત વિચારક ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે, ગૃહ મંત્રી અમિત શાહે જ્યારે સંસદમાં આંબેડકરનું નામ લેવું ફેશન થઈ ગયું છે, તેમ કહ્યું હતું ત્યારે મૌન ધારણ કરીને બેસી ગયેલા વડાપ્રધાન મોદીએ પણ યુનેસ્કો હેડક્વાર્ટરમાં ડો.આંબેડકરની પ્રતિમા લાગવાની ઘટનાને ઐતિહાસિક અને ગર્વની ઘડી ગણાવી વહેતી ગંગામાં પોતાનો પ્રચાર કરવાનો મોકો શોધી લીધો હતો.

UNESCO headquarters Dr. Ambedkars statue unveiled

આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું, “ભારત માટે ગર્વની ક્ષણ છે કે બંધારણ દિવસ પર પેરિસમાં યુનેસ્કો મુખ્યાલય ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ તેમના યોગદાન અને બંધારણના મુસદ્દામાં તેમની ભૂમિકા માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે. તેમના વિચારો અને આદર્શો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે અને સશક્ત બનાવે છે.”

ડૉ.આંબેડકરને યુનેસ્કો ખાતે ઇતિહાસ રચનારું સન્માન મળ્યું

ભારતની સ્થાયી પ્રતિનિધિમંડળની ટીમે ‘ભારત રત્ન’ ડૉ. આંબેડકરની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા પ્રખ્યાત શિલ્પકાર નરેશ કુમાવત દ્વારા બનાવવામાં આવી હતી. યુનેસ્કોના મહાસચિવ ઓડ્રી અઝૂલે અને ઘણા વરિષ્ઠ રાજદ્વારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલાની સાથે ડો.આંબેડકરની પ્રતિમા

આ પ્રતિમાના અનાવરણ સાથે જ ડૉ. આંબેડકર ગાંધીજી પછી બીજા ભારતીય મહાપુરૂષ બન્યા છે જેમની પ્રતિમા યુનેસ્કોના ગાર્ડન ઓફ પીસમાં લગાવવામાં આવી છે.. મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને દુનિયાના મહાનત માનવ અધિકાર નેતાઓ – નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની સાથે મૂકવામાં આવી છે. તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે, દુનિયા માટે ડો.આંબેડકરની કેટલી મોટી હસ્તી છે.

આ પણ વાંચો: ડૉ. આંબેડકરને જ ભારતીય બંધારણના ઘડવૈયા કેમ કહેવામાં આવે છે?

UNESCO headquarters Dr. Ambedkars statue unveiled

યુનેસ્કોએ ડૉ.આંબેડકરના વિચારોને વૈશ્વિક સન્માન આપ્યું

આ કાર્યક્રમ દરમિયાન, ભારતના કાયમી પ્રતિનિધિ, વિશાલ વી. શર્માએ જણાવ્યું હતું કે ડૉ. આંબેડકરે સામાજિક ભેદભાવ સામે લડીને સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાને મજબૂત બનાવી હતી. યુનેસ્કોએ પણ આ સ્થાપનાને માનવ અધિકારો પ્રત્યે અને જાતિગત ભેદભાવ સામે તેની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે પણ વર્ણવ્યું હતું.

UNO, બ્રિટિશ સંસદ અને કોલંબિયા યુનિ. માં ડો.આંબેડકરનો દબદબો

મનુવાદીઓની રીતસરની દાદાગીરી ધરાવતા ભારત દેશમાં મનુવાદીઓ વારંવાર ડો.આંબેડકરની મહાનતાને ઓછી આંકવાનો પ્રયત્ન કરતા રહે છે. પરંતુ દિન-પ્રતિદિન ડો.આંબેકરનો દબદબો દુનિયાભરમાં વધતો જઈ રહ્યો છે. યુનેસ્કોમાં બાબાસાહેબની પ્રતિમાની સ્થાપના પહેલાં જ ન્યૂ યોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય, લંડનની બ્રિટિશ સંસદ અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ડો.આંબેડકરની પ્રતિમા સ્થાપિત થઈ ચૂકી છે.

આ પણ વાંચો: જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા માટે નહેરૂએ તેમની સામે પ્રચાર કર્યો!

UNESCO headquarters Dr. Ambedkars statue unveiled

આ એ જગ્યાઓ છે જ્યાં ડૉ. આંબેડકરના વિચારો અને બંધારણના ઘડવૈયા તરીકેના તેમના યોગદાનને વૈશ્વિક માન્યતા મળી છે. તેથી મનુવાદી તત્વો ગમે તેટલો કુપ્રચાર કરે તો પણ આ સત્ય બદલાવાનું નથી. આ ઐતિહાસિક પ્રસંગ ફક્ત એક પ્રતિમાનું અનાવરણ જ નથી, પરંતુ ભારતના લોકશાહી મૂલ્યો અને ડૉ. આંબેડકરના વૈશ્વિક પ્રભાવની સ્વીકૃતિ પણ છે.

બંધારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 થી દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૪૯માં આ દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું હતું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ અમલમાં આવ્યું હતું. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે અને તે દેશને એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે વ્યાખ્યાયિત કરે છે.

આ પણ વાંચો: ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x