ભારતના રાજકારણથી લઈને સામાજિક અને આર્થિક એમ દરેક તબક્કે દિન પ્રતિદિન મહાનાયક ડો.આંબેડકરના વિચારો વધુને વધુ પ્રાસંગિક થતા જાય છે ત્યારે તેમની વિચારધારાને તોડી પાડવા માટે જાતિવાદી તોફાની તત્વો દ્વારા તેમની પ્રતિમાો પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરાયા બાદ પંજાબમાં પણ એક શખ્સ ડો.આંબેડકરની પ્રતિમા પર ચડી ગયો હતો અને નુકસાન પહોંચાડ્યું હતું. આવું જ બીજા પણ કેટલાક ગામો અને શહેરોમાં બન્યું છે.
મધ્યપ્રદેશના સીહોરના નૌગાવની ઘટના
આવી જ એક ઘટના મધ્યપ્રદેશના સીહોરના સિદ્ધિગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌગાવમાં સામે આવી છે. જ્યાં મનુવાદીઓએ ડો.આંબેડકરની પ્રતિમાને રાત્રે તોડી પાડી હતી. બહુજન સમાજના લોકોએ હજુ ગઈકાલે જ આ પ્રતિમા લગાવી હતી. લોકોે સવારે આવીને જોતા તેના માથાનો ભાગ નહોતો. દલિત-બહુજન સમાજના લોકોએ આ મામલે નામજોગ ફરિયાદ નોંધાવી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
પ્રતિમા તોડવાથી વિચારધારા નહીં મરે…
મધ્યપ્રદેશના સીહોરના નૌગાવમાં મનુવાદી તત્વોએ ડો.આંબેડકરની પ્રતિમા તોડી પાડી છે. બહુજન સમાજે હજુ ગઈકાલે જ પ્રતિમા સ્થાપિત કહી હતી. દલિતોએ નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.#drambedkar #MadhyaPradesh pic.twitter.com/1erqd91xU6— khabar Antar (@Khabarantar01) February 7, 2025
જ્યારે દલિત સમાજના લોકોએ બંધારણના ઘડવૈયાની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત જોઈ ત્યારે તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને નામજોગ ફરિયાદ નોંધાવી છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોની પૂછપરછ કરી છે.દલિત સમાજે આ ઘટનાનો સખત વિરોધ કર્યો છે અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ ટૂંક સમયમાં આ કેસમાં તપાસ પૂર્ણ કરશે અને આરોપીઓની ધરપકડ કરશે.
મધ્યપ્રદેશમાં પહેલા પણ આવી ઘટના બની છે
આ પહેલા પણ મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. વર્ષ 2021 માં, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આંબેડકરની પ્રતિમાને તોડફોડ કરવામાં આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. આ બાબતની માહિતી મળ્યા બાદ, ભીમ આર્મી અને સ્થાનિક લોકોએ છિમક ચાર રસ્તા પર પણ નાકાબંધી કરી દીધી હતી. તે જ સમયે, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે છિમકના દેવરા રોડ પર SDM, SDOP સહિત મોટી સંખ્યામાં દળો તૈનાત કર્યા હતા.
આંબેડકરની પ્રતિમાની સ્થાપના પર વિવાદ ઉભો થયો
મધ્યપ્રદેશના ભિંડના લહર શહેરના દલિત વસાહતમાં સરકારી જમીન પર ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈને ઘણો વિવાદ થયો હતો. પોલીસને આ બાબતની માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. પોલીસ પ્રશાસન ગામમાં પહોંચતાની સાથે જ ત્યાંના લોકો ગુસ્સે ભરાયા. ગ્રામજનો વહીવટી અધિકારીઓની વાત સાંભળવા તૈયાર ન હતા.
સ્થાનિક લોકો એટલા ગુસ્સે થયા કે બાબા સાહેબના સમર્થકોએ પોતે જ પ્રતિમાની આસપાસની ઝૂંપડીઓમાં આગ લગાવી દીધી. વાત અહીં પૂરી નહોતી થઈ. ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ સ્થાનિક વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. હાથમાં લાકડીઓ લઈને ગુસ્સે ભરાયેલા લોકોએ વહીવટી કર્મચારીઓ પર પથ્થરમારો પણ કર્યો. મામલો કાબુ બહાર જતો જોઈને SDM એ સ્થાનિક લોકોને ઘણું સમજાવ્યું. સમજાવ્યા પછી, લોકો તેમની વાત સ્વીકારવા સંમત થયા.
આ પણ વાંચો: 80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?