EWS ક્વોટા ગુજરાતમાં પહેલેથી જ શંકાના દાયરામાં રહ્યો છે, ત્યારે તેને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ EWS ક્વોટામાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની રેન્કિંગ ખૂબ જ ઓછું આવતું હોવાથી તેઓ એનઆરઆઈ બની જાય છે અથવા મેનેજમેન્ટ ક્વોટાની સીટ લે છે, જેના આખા કોર્ષની ફી 1 કરોડથી પણ વધુ હોય છે.
મળતી માહિતી મુજબ EWS ના આશરે 140 જેટલા ઉમેદવારોએ એવી ખાનગી મેડિકલ કોલેજોમાં PG બેઠકોમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યાં ટ્યુશન ફી વાર્ષિક રૂ. 25 લાખ થી રૂ. 1 કરોડ સુધીની છે. આ સમાચાર EWS સર્ટિફિકેટની કાયદેસરતા પર પ્રશ્નો ઉભા કરે છે. આ બેઠકો મેનેજમેન્ટ અને NRI ક્વોટા હેઠળ આવે છે.

આ પણ વાંચો: સરકારી ભરતીઓમાં SC-ST-OBCને અન્યાય મામલે CMને રજૂઆત
એક અનુસ્નાતક તાલીમાર્થી ડોક્ટરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ EWS ઉમેદવાર તરીકે PG NEET પરીક્ષા માટે અરજી કરે છે, અને જ્યારે તેમનો રેન્ક ખૂબ ઓછો હોય છે, ત્યારે તેઓ NRI બની જાય છે અને કરોડો રૂપિયાની ફી ચૂકવે છે અથવા મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો લે છે, જ્યાં સમગ્ર કોર્સ ફી 1 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે.

આ ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ આવું જ બન્યું હતું, છતાં સરકારે નકલી EWS પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારોના કેસોની તપાસ કરી ન હતી, જેના કારણે લાયક ઉમેદવારો તકોથી વંચિત રહ્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, બેલાગવીની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં ડર્મેટોલોજીમાં MD માટે NRI ક્વોટાની સીટ એક EWS ઉમેદવારે મેળવી હતી, જેનો NEET રેન્ક 1.1 લાખથી ઓછો હતો. અહીં NRI માટે વાર્ષિક ટ્યુશન ફી 1 કરોડ રૂપિયાથી વધુ છે. 84,000 થી નીચે રેન્ક ધરાવતા અન્ય EWS ઉમેદવારે પુડુચેરીની વિનાયક મિશન મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિનમાં MD માટે NRI ક્વોટાની સીટ મેળવી છે, જ્યાં ટ્યુશન ફી વાર્ષિક 55 લાખથી વધુ છે. આવા કોઈ એક-બે મામલા નથી. દેશભરની વિવિધ ખાનગી અને સરકારી મેડિકલ કોલેજોમાં 140 થી વધુ EWS ઉમેદવારોએ આ જ રીતે પ્રવેશ મેળવ્યો છે.
આ પણ વાંચો: લગ્નોમાં વાસણ ધોતા છોકરાએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે
ઉલ્લેખનીય છે કે, મેડિકલ કોલેજોની સીટ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને આશરે 27,000 ઉમેદવારોને સીટની ફાળવણી કરી દેવામાં આવી છે. સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 52,000 થી વધુ પીજી બેઠકો ઉપલબ્ધ છે, જેમાં MD, MS અને PG ડિપ્લોમા બેઠકોનો સમાવેશ થાય છે. ઓગસ્ટમાં યોજાયેલી NEET PG પ્રવેશ પરીક્ષામાં 2.4 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી અને લગભગ 1.3 લાખ ઉમેદવારો પાસ થયા હતા. જો કે, અહેવાલ બાદ પ્રવેશ પ્રક્રિયા અને EWS ક્વોટા પર સવાલો ઉઠ્યા છે
આ પણ વાંચો: આદિવાસી યુવકના માથે તગારું હતું ને ફોન આવ્યો- ‘તેં NEET પાસ કરી લીધી’










