ખાપ પંચાયતો અને જાટોની દાદાગીરી માટે કુખ્યાત હરિયાણામાં દલિત અત્યાચારની વધુ એક ખૌફનાક ઘટના સામે આવી છે. અહીંના ફરીદાબાદના વલ્લભગઢમાં એક 18 વર્ષના દલિત યુવાનને 3 કલાક સુધી બંધક બનાવીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ યુવકને દોરડાથી બાંધીને ઊંધો લટકાવી દીધો, તેનું માથું, ભ્રમર અને મૂછ મુંડી નાખી બળજબરીથી પેશાબ પીવા માટે મજબૂર કર્યો હતો. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત હજુ પણ ગંભીર છે.
યુવકના પરિવારે આ ઘટનાને જાતિગત હિંસા ગણાવી છે. પરિવારનો આરોપ છે કે હુમલાખોરોએ અગાઉ પણ જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કર્યું હતું. પીડિતના પિતરાઈ ભાઈએ કહ્યું, ‘રવિવારે રાત્રે પણ આ લોકોએ તેને માર માર્યો હતો અને ધમકી આપી હતી.’
સાંજે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી ઉંધો લટકાવી રાખ્યો
પોલીસ તપાસ મુજબ, દલિત યુવકને સોમવારે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી એક રૂમમાં બંધક બનાવી રાખવામાં આવ્યો હતો. તેને છતના હૂક સાથે ઊંધો લટકાવી દઈને લાકડીઓથી માર માર મારી જાતિસૂચક ગાળો ભાંડીને હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પછી આરોપીએ તેને તેના ઘરની બહાર ફેંકી દીધો હતો. પીડિતના પિતરાઈ ભાઈએ કહ્યું કે તે એટલો ડરી ગયો હતો કે તેણે પરિવારને પોલીસમાં ફરિયાદ ન કરવાની વિનંતી કરી હતી.
આ પણ વાંચો: ભાજપના દલિત નેતાના પુત્રને સવર્ણોએ મુર્ગા બનાવી પેશાબ પીવડાવ્યો
એક આરોપીની ધરપકડ, બે સગીરોની અટકાયત
પોલીસે આ મામલે 19 વર્ષીય પિયુષની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યારે બે સગીરોને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે, આ સિવાય બીજો એક શંકાસ્પદ હજુ પણ ફરાર છે. પોલીસે SC/ST એક્ટની કલમ 3 અને ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હુમલામાં વપરાયેલી લાકડીઓ પણ મળી આવી છે.
પીડિત દલિત યુવકની હાલત નાજુક
હુમલાનો ભોગ બનેલા દલિત યુવકની હાલત નાજુક છે. તેને માથામાં ઈજા થઈ છે, પગ ભાંગી ગયો છે અને અનેક જગ્યાએ ઈજાઓ થઈ છે. તે હાલમાં નિવેદન આપવાની સ્થિતિમાં નથી. પોલીસ પ્રવક્તા યશપાલ યાદવે કહ્યું, ‘અમે તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તે સ્વસ્થ થતાં જ અમે તેનું નિવેદન નોંધીશું.’ પીડિત યુવકનું આજે પગનું ઓપરેશન કરાવવાનું છે.
પોલીસે શું કહ્યું?
પીડિત યુવકના પરિવારજનોનું કહેવું છે કે પોલીસ શરૂઆતમાં આ મામલાને હળવાશથી લઈ રહી હતી, તેને વ્યક્તિગત વિવાદ ગણાવી રહી હતી, પરંતુ ફરિયાદ બાદ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે પોલીસનો દાવો છે કે, સમગ્ર મામલામાં જાતિના દ્રષ્ટિકોણની કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ તે દિશામાં તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: ‘લાંબા વાળ કેમ રાખ્યા છે?’ કહી 3 શખ્સોએ દલિત યુવકને માર્યો
ભારત જેવા જાતિવાદી માનસિકતા ધરાવતા દેશ હંમેશા જાતિવાદી લોકો નાં કારણે વિકસિત દેશોની યાદીમાંથી બહાર ફેંકાઈ જાય છે,
જાતિવાદ દેશનું કલંક છે, અને જાતિવાદી માનસિકતા દેશની શરમ છે,
જ્યાં સુધી જાતિવાદી લોકો ભારત માં છે ત્યાં સુધી ભારત ગરીબ દેશોની યાદીમાંથી બહાર નીકળી શકશે નહીં,
જાતિવાદી હટાવો ભારત બચાવો,
જય ભારત
*અલ્યા! હિજડાઓ ક્યાં સુધી તમારી શક્તિનું નાહકનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશો? જંગલ રાજનો અંત લાવવો જ જોઈએ! પોલીસ પ્રશાસન અસામાજિક તત્વો સામે ક્યાં સુધી લાચારી વેઠ્યા કરશે?