દુનિયા આખીને અહિંસા, ધર્મ અને ત્યાગની શીખામણો આપતા પૂજારીઓ, મહંતો વ્યક્તિગત જિંદગીમાં કેટલા છીછરા અને દંભી હોય છે તેનો પુરાવો આ ઘટના છે. ઉજ્જૈન(Ujjain)ના વિખ્યાત મહાકાલેશ્વર મંદિર(Mahakal temple)માં ગત બુધવારે સવારે ગર્ભગૃહમાં એક મહંત અને મંદિરના પૂજારી વચ્ચે ઝઘડો થયો (Fight between priests and saints) હતો.
પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે બંને ગાળાગાળી અને મારામારી પર ઉતરી આવ્યા હતા. તેમની વચ્ચે ધક્કામુક્કી અને હિંસક ઝપાઝપી પણ થઈ. પૂજારી અને મહંતે એકબીજાને મારી નાખવાની ધમકીઓ પણ આપી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બંને પક્ષોએ મંદિર સંચાલક સમક્ષ એકબીજા વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, બુધવારે સવારે લગભગ 8 વાગ્યે, ઋણમુક્તેશ્વર મંદિરના ગાદીપતિ મહંત મહાવીર નાથ, ગોરખપુરના મહંત શંકરનાથજી સાથે પૂજા કરવા માટે ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. એ દરમિયાન ગર્ભગૃહમાં હાજર પૂજારી મહેશ શર્માએ બંને સંતોના પોશાક સામે વાંધો ઉઠાવ્યો. જેને લઈને બંને વચ્ચે બબાલ શરૂ થઈ, જે આગળ જતા બોલાચાલી અને ગાળાગાળી બાદ હિંસામાં પરિવર્તિત થઈ ગઈ હતી.
આ પણ વાંચો: ગાય ખરીદીને પરત આવી રહેલા દલિત યુવકને ગૌરક્ષકોએ પતાવી દીધો!
ગર્ભગૃહમાં ધક્કા-મુક્કી થતા પૂજારી પડી ગયા
આ બબાલ દરમિયાન પૂજારી મહેશ શર્મા નીચે પડી ગયા હતા. વિવાદ ગર્ભગૃહથી નીકળીને નંદી હોલ સુધી પહોંચી ગયો હતો. જ્યાં સુરક્ષા કર્મચારીઓએ દરમિયાનગીરી કરી અને બંનેને અલગ કર્યા હતા. ત્યારબાદ મહંત મહાવીર નાથ મંદિર પરિસર છોડીને જતા રહ્યા હતા.
પૂજારીએ કહ્યું, અમે નિયમો સમજાવ્યા હતા
મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ જણાવ્યું હતું કે મહાવીરનાથ આજે સવારે ચોંગા પહેરીને અને માથે ફેંટો બાંધીને ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. જ્યારે અમે તેમને મંદિરના નિયમો સમજાવ્યા, ત્યારે તેમણે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ગર્ભગૃહની અંદર અમને ગાળો ભાંડી. જ્યારે અમે વાંધો ઉઠાવ્યો, ત્યારે તેમણે મને ધક્કો માર્યો. તેમણે બહાર અમને ગાળો આપવાનું ચાલુ રાખ્યું, અમારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને અમને પાઠ ભણાવવાની ધમકી પણ આપી. તેમણે બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, મંદિરના નિયમોનો અનાદર કર્યો. અમે મહાકાલ મંદિરના સંચાલક સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
મહાવીરનો આરોપ: પુજારીએ અભદ્ર વર્તન કર્યું
ઋણમુક્તેશ્વર મંદિરના ગાદીપતિ મહાવીર નાથે જણાવ્યું હતું કે, સવારે મહાકાલ મંદિરમાં પ્રવેશ કરતી વખતે, પુજારી મહેશ શર્માએ ગર્ભગૃહમાં વિવાદ શરૂ કર્યો હતો. તેમણે તેમની સાથે આવેલા શંકરનાથજી સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું. અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ના પાડી અને દલીલ કરવાનું ચાલુ રાખ્યું. હાલમાં, અમે સાધુઓ અને સંતો સાથે મંદિરના સંચાલકને એક આવેદનપત્ર પાઠવ્યું છે.
આ પણ વાંચો: દલિતવાસ સળગાવી દેવાના કેસમાં 16 આરોપીઓને 7-7 વર્ષની કેદ
બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી
ઘટના બાદ મહાકાલ મંદિરના પૂજારીઓએ મંદિરના સંચાલકને સાધુ-સંતો વિશે ફરિયાદ કરી હતી. આ દરમિયાન મંદિરના પૂજારીઓ, પુરોહિતો અને સાધુઓ પણ ભેગા થયા હતા અને મંદિરમાં મહાવીર નાથના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
उज्जैन के महाकाल मंदिर में एक-दूसरे से भिड़े पुजारी और संत, जाने क्यों शुरू हुआ विवाद
उज्जैन के महाकालेश्वर मंदिर में महावीर नाथ जी महाराज के साथ एक संत दर्शन के लिए पहुंचे थे, जब गर्भगृह में प्रवेश के दौरान मंदिर के पुजारी महेश के साथ उनका विवाद हो गया. यह घटना महाकाल मंदिर के… pic.twitter.com/5VGjA7W8ai
— TheSootr (@TheSootr) October 22, 2025
મહાવીર નાથે અન્ય સંતો સાથે સ્થાનિક અખાડા પરિષદના પ્રમુખ રામેશ્વર દાસ સાથે મુલાકાત કરી હતી. તેમના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. ત્યાં 50 થી વધુ સાધુઓ અને સંતો એકઠા થયા હતા અને મહાકાલ મંદિરના સંચાલકને મળ્યા હતા અને મહેશ પૂજારી સામે અભદ્ર વર્તન બદલ ફરિયાદ નોંધાવી હતી. મહાકાલ મંદિરના પ્રશાસક પ્રથમ કૌશિકે જણાવ્યું હતું કે ગર્ભગૃહ જેવા પવિત્ર સ્થળે આવો વિવાદ ખૂબ જ ગંભીર બાબત છે. તપાસ પૂર્ણ થયા પછી દોષિતો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે
આ પણ વાંચો: આ ‘રાવણ’ને તમે ઓળખો છો?











Users Today : 113