ભારત જાણે ટોળાંશાહીના હવાલે થઈ ચૂક્યો હોય તેવી સ્થિતિ છે. કાયદો વ્યવસ્થાની જાણે ટોળું બનીને ત્રાટકતા તત્વોને કશી બીક જ ન હોય તેમ ગમે તે વ્યક્તિ પર તૂટી પડે છે અને જીવ લેતા પણ ખચકાતા નથી. આવી જ એક ઘટના વડોદરા(Vadodara)માં બની છે અને તેણે આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતની ફજેતી કરાવી છે.
મળતી માહિતી મુજબ અહીંની પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક યુવકોએ ધાર્મિક સ્થળ પર ચંપલ પહેરીને સિગરેટ પીવા બદલ તાલીબાની સજા કરી હતી. વડોદરાની પારુલ યુનિવર્સિટી (Parul University)માં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થી (Four foreign students) 14 માર્ચે ધુળેટીની રજા હોવાથી સાંજના સમયે લીમડા ગામના તળાવ પાસે ફરવા ગયા હતા. જ્યાં તેઓ ધાર્મિક સ્થાન પર ચંપલ પહેરીને સિગારેટ પિતા હતા, જેથી ગામલોકોએ તેમને રોકતા બિચક્યો હતો. એ પછી ગામના દસ જેટલા લોકો બેટ, ડંડા અને લાકડીઓ લઈ ચારેય વિદેશી વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા હતા. જેમાં એક વિદ્યાર્થી સ્થળ ઉપર ઢળી પડ્યો હતો. હાલ તમામ ઇજાગ્રસ્તોને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાના વીડિયો વાઇરલ થતાં વાઘોડિયા પોલીસે આ ઘટનામાં 10 હુમલાખોરો સામે ગુનો દાખલ કરી 2 સગીર સહિત 7ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સવર્ણોએ દલિતવાસમાં ઘૂસી પરાણે રંગ લગાવતા પથ્થરમારો, 10 ઘાયલ
હોળીની રજા હોવાથી ફરવા ગયા હતા
વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરાના વાઘોડિયા લીમડા ગામ ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા અને અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીમાં થાઇલેન્ડનો વતની સુફાય કાંગવન રૂટ્ટન BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સાઉથ સુદાનનો રહેવાસી ઓડવા એન્ડ્રુ અબ્બાસ આન્દ્રે વતારી પેટ્રોલિયમ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, ત્રીજો મોઝેમ્બિયાનો વતની ટાંગે ઇવેનિલ્સન થોમલ પેટ્રોલિયમ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે UKનો વતની મોહંમદ અલીખલીફ ખલીફ મોહંમદ કાર્ડિયોલોજિસ્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
vadodara ના વાઘોડિયા તાલુકામાં માથાભારે તત્વોનો આતંક | Gujarat First
લીમડા ગામે ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો
દરગાહ પાસે ચપ્પલ પહેરી આવવા મુદ્દે વિદ્યાર્થીને અધમુઓ કર્યો
વિદેશી વિદ્યાર્થીઓ પર દંડા, ફટકા, બેટ, પથ્થરો લઈને તૂટી પડ્યાં
રૂંવાડા ઊભા થઈ જાય તેવા હુમલાના… pic.twitter.com/djHPgp2Gjx— Gujarat First (@GujaratFirst) March 17, 2025
આ ચારે વિદ્યાર્થીઓ 14 માર્ચના રોજ ધુળેટીની રજા હોવાથી સાંજના સમયે લીમડા ગામના તળાવે ફરવા માટે ગયા હતા. જ્યાં તળાવના કિનારે આવેલા એક ધાર્મિક સ્થળના ઓટલા ઉપર બૂટ-ચંપલ સાથે બેસી સિગારેટ પી રહ્યા હતા. દરમિયાન ગામના કેટલાક યુવાનોએ તેમને એ જગ્યાએ સિગરેટ ન પીવા જણાવ્યું હતું. જો કે, વિદ્યાર્થીઓ વિદેશી હોવાથી યુવકોની ભાષા સમજી શક્યા નહોતા. આથી મામલો બિચક્યો હતો. એ પછી 10 જેટલા યુવાના ચારેય વિદેશી વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા હતા. આ જીવલેણ હુમલામાં થાઇલેન્ડના વતની સુફાયને ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર બેભાન થઇ ગયો હતો. આ ઉપરાંત અન્ય ત્રણને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને મોડી રાત્રે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વાઘોડિયા પોલીસે 2 સગીર સહિત 7ને ઝડપી પાડ્યા
14મીના રોજ સાંજે લીમડા ગામના તળાવના કિનારે ઇન્ફિનિટી હોસ્ટેલ પાછળ બનેલી જીવલેણ હુમલાની ઘટનાના વીડિયો વાઇરલ થયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોને થતાં દોડધામ મચી ગઇ હતી. તે સાથે વાઘોડિયા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.જે. પટેલ પણ સ્ટાફ સાથે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. વાઇરલ વીડિયોના આધારે 10 હુમલાખોરો પૈકી 2 સગીર મળી 7 હુમલાખોરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, 2 સગીરને છોડી મૂકવામાં આવ્યા હતા. આ બનાવ મામલે પારુલ યુનિવર્સિટીના આશુસિંહ ઉર્ફ અશોક નદેસિંહ રાજપૂતે વાઘોડિયા પોલીસ મથકમાં 10 હુમલાખોરો સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ પોલીસે રક્ષણ ન આપતા દલિત યુવતીની જાન પર જાતિવાદીઓનો હુમલો
રાજ્યમાં ગુંડા તત્વો નો આતંક વધી ગયો છે,
કાયદો વ્યવસ્થા ની ધજ્જીયા ઉડાડવામાં આવે છે,
આવાં તત્વો ને કડક સજા નહીં થાય તો ગુજરાત નેં ઉતરપ્રદેશ જેવું ગુંડા રાજ બનાવી નાખશે