સુરેન્દ્રનગરના થાનગઢમાં એક દલિત યુવક પર કોળી સમાજના ચાર લોકોએ હિંસક હુમલો કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ થાનગઢના બાવળવાળા મેલડી માતાજીના મંદિરે ઝાડ કાપી રહેલા દલિત યુવકને ચાર લોકોએ કારણ વિના જ ગાળો ભાંડી લોખંડના સળીયા વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે દલિત યુવકે ચારેય શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં નકલી ST સર્ટિ પર એક જ પરિવારના ૩ લોકોએ સરકારી નોકરી મેળવી
થાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ છાસીયાએ ખોડાભાઈ નામના શખ્સના કહેવાથી બાવળવાળા મેલડી માતાજીના મંદિર પાસે આવેલું ઝાડ કાપવાનું કામ મજૂરી પેટે રાખ્યું હતું. તેઓ જ્યારે ઝાડ કાપી રહ્યા હતા ત્યારે ગામના જ ચાર શખ્સો અમરશી મકવાણા, મહાદેવ મકવાણા,અરજણ મકવાણા અને હાર્દિક મહાદેવ મકવાણા (તમામ રહે. થાનગઢ) આવી પહોંચ્યા હતા અને તું કોને પૂછીને આ ઝાડ કાપે છે કહીને દાદાગીરી કરી, જાતિસૂચક ગાળો ભાંડી મેહુલભાઈને લોખંડના સળીયા વડે હાથે તેમજ કોણીના ભાગે ઈજાઓ પહોંચાડી હતી, એ પછી આરોપીઓ ફરીથી જો અહીં દેખાયો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.
આ મામલે ભોગ બનનાર મેહલુ છાસિયાએ થાન પોલીસ મથકે અમરશી મકવાણા, મહાદેવ મકવાણા,અરજણ મકવાણા અને હાર્દિક મહાદેવ મકવાણા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: દલિતવાસ પર હુમલામાં 27 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ
જ્યાં સુધી તેમનો મક્કમ મુકાબલો નહિ કરો ત્યાં સુધી એ લોકો તમને મારતા જ રહેશે,સરકાર કે પોલીસ ની પાસે મદદ કે સહાય ની અપેક્ષા જ નહી રાખવાની કેમ કે ત્યાં પણ અધિકારીઓ અને કર્મચારીઓની જાતિગત માનસિકતા કામ કરી જાય છે મરવાનું તો એક જ વાર છે તો સાથે સાથે બે ત્રણ ને જોડે લેતા જવાનું
જય ભીમ, નમો બુદ્ધ્ય
100 💯 હવે સમય આવી ગયો છે,,, પોલીસ કે સરકાર પર નિર્ભય બની રેવામાં આવુંજ થવાનું છે માટે હવે આત્મરક્ષણ માટે આત્મ નિર્ભય થવુજ પડશે ,, જય ભીમ 🙏 નમો બુદ્ધાય