પાટણના સાંતલપુર તાલુકાના લોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો, જેની જાણ ગામલોકોને થઈ જતા તેમણે પ્રેમી યુવક સહિત 4 યુવકોને પકડીને તેમના માથાના વાળ કાપી નાખ્યા હતા. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, કાંકરેજ તાલુકાનો એક યુવક તેની પ્રેમિકાને મળવા ગયો હતો. તેની સાથે અન્ય ત્રણ યુવકો પણ ગયા હતા. ત્યારે ગ્રામજનોએ આ ચારેય યુવકને પકડી પાડ્યા હતા અને યુવકોના માથાના વાળ કાપીને તેમને તાલીબાની સજા ફટકારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
આ અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનો યુવક પ્રેમ પ્રકરણ મામલે પાટણના લોદરા ગામમાં યુવતીને મળવા પહોંચ્યા હતા. તેમજ આ યુવકની સાથે અન્ય ત્રણ યુવકો પણ આવ્યાં હતા. આ દરમિયાન ગ્રામજનોએ તેમને પકડી પાડ્યા હતા અને કાયદો હાથમાં લઈને જાતે જ સજા ફરમાવવાનો નિર્ણય લીધો હતો. આક્રોશિત ગ્રામજનોએ ચારેય યુવકોના માથાના વાળ કાપીને અર્ધમુંડન કરી નાખ્યું હતું. આ સજાને લોકો ‘તાલિબાની સજા’ તરીકે ઓળખાવી રહ્યા છે.
આ પણ વાંચો: દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા, સવર્ણોએ કહ્યું, ‘દલિતોને નો એન્ટ્રી’
યુવકોને આ અપમાનજનક સજા આપતી વખતે, કેટલાક ગ્રામજનોએ સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં આ ઘટનાની ચર્ચાએ જોર પકડ્યું છે.
બીજી તરફ વારાહી PSI વાય.એન. પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ યુવકો યુવતીને મળવા આવ્યાં હતા, ત્યારે ગ્રામજનોએ તેમને પકડી લીધા હતા. પોલીસે વાયરલ વીડિયો અંગે યુવકોનો સંપર્ક કર્યો હતો. જોકે, યુવકોએ આ મામલો તેમના સમાજનો હોવાથી કઈ કાર્યવાહી કરવાની ના પાડી હતી. લોદરા ગામના ચાર લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સામે પક્ષે ફરિયાદ કરવાની ના પાડતા કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
આ પણ વાંચો: દલિત દંપતી ખેતરમાં કપાસ જોતું હતું, ગુંડાઓએ હાથ-પગ ભાંગી નાખ્યા












Users Today : 1737