ગૌરી લંકેશની હત્યાનો આરોપી શ્રીકાંત પાંગારકર ચૂંટણી જીત્યો

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શ્રીકાંત પાંગરકર અપક્ષ ચૂંટણી જીત્યો.
Gauri Lankesh murder

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ પત્રકાર ગૌરી લંકેશની હત્યાના કેસનો આરોપી(Gauri Lankesh murder accused) શ્રીકાંત પાંગારકરે(Shrikant Pangarkar) ચૂંટણી જીતી(wins election)ને કોર્પોરેટર બની ગયો છે. પત્રકાર અને એક્ટિવિસ્ટ ગૌરી લંકેશની 5 સપ્ટેમ્બર, 2017 ના રોજ બેંગલુરુમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ કેસના 18 આરોપીઓમાંથી એક શ્રીકાંત પાંગરકર પણ હતો. હવે તેણે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાની બેઠક જીતી છે. જાલના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાંગરકરે વોર્ડ નંબર 13માંથી અપક્ષ ઉમેદવાર હતા. ભાજપ સહિત અનેક રાજકીય પક્ષોએ તેમની સામે ચૂંટણી લડી હતી અને બધા હારી ગયા હતા. જોકે, શિવસેનાએ અહીં ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો.

શ્રીકાંત અગાઉ શિવસેનામાંથી બે વાર ચૂંટણી જિત્યો છે

મીડિયા રિપોર્ટ મુજબ, નવેમ્બર 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા શ્રીકાંત પાંગરકરે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયો હતો. પરંતુ તેમના પક્ષમાંથી તીવ્ર પ્રતિક્રિયા આવી હતી. પરિણામે એક દિવસમાં જ એકનાથ શિંદેએ તેને પાર્ટીમાં કાઢી મૂક્યો હતો. જોકે, શિવસેનાના ભાગલા નહોતા પડ્યા ત્યારે શ્રીકાંત પાંગરકર 2001 થી 2006 સુધી જાલના મ્યુનિસિપલ કાઉન્સિલમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ ચૂક્યો હતો. બાદમાં, પાર્ટી તરફથી ટિકિટ ન મળતાં, તેણે વર્ષ 2011 માં પક્ષ બદલી નાખ્યો અને હિન્દુ જનજાગૃતિ સમિતિમાં જોડાયો હતો.

આ પણ વાંચો: ભારતનું બંધારણ કેવી રીતે તૈયાર થયું?

2018 માં ATS ની તપાસમાં મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ વિસ્ફોટકો અને શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો હતો. ATS એ આ કેસના સંદર્ભમાં શ્રીકાંત પાંગરકરની ધરપકડ કરી હતી. તેમના પર વિસ્ફોટક અધિનિયમ, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને UAPA હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા.

શ્રીકાંત ગૌરી લંકેશ હત્યાકેસમાં જામીન પર છે

એક વર્ષ પહેલાં, 5 સપ્ટેમ્બર, 2017 ના રોજ, પત્રકાર ગૌરી લંકેશની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને આંચકો આપ્યો હતો અને અસહિષ્ણુતાના મુદ્દા પર ચર્ચા ફરી શરૂ થઈ ગઈ હતી. કર્ણાટક પોલીસે આ કેસમાં 18 આરોપીઓની ઓળખ કરી હતી. તેમાંથી 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ 2022 થી કોર્ટમાં ચાલી રહ્યો છે. પાંગરકર પણ આ કેસમાં આરોપી છે. સપ્ટેમ્બર 2024 માં, કર્ણાટક હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા.

હું નિર્દોષ છું, મને લોકોની કોર્ટમાં ન્યાય મળ્યો છેઃ શ્રીકાંત

જાલનાથી ચૂંટણી જીત્યા બાદ શ્રીકાંતે કહ્યું હતું કે, મને લોકોની કોર્ટમાં ન્યાય મળ્યો છે. ગૌરી લંકેશ હત્યા કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, અને હું નિર્દોષ છું. મારી સામેના આરોપો હજુ સુધી સાબિત થયા નથી. શ્રીકાંતે વોર્ડ નંબર 13 થી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જાલના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી હતી અને 2,621 મતોના માર્જિનથી જીત મેળવી હતી.

આ પણ વાંચો: ભીમા કોરેગાંવ કેસમાં પ્રો. હની બાબુને 5 વર્ષ બાદ જામીન મળ્યા

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x