ગોંડલમાં ભરવાડોએ દલિત યુવક સહિત 3 લોકો પર હુમલો કર્યો

દલિતોની સામુદાયિક મંડળીની જમીન પર બે ભરવાડોએ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. સમજાવવા ગયા તો હુમલો કર્યો.
dalit news

ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી ભરવાડ સમાજના લોકોના દલિતો પર અત્યાચારની ઘટનાઓ વધી છે. નિરક્ષરતા, અંધશ્રદ્ધામાં રાચતો આ સમાજ તેમના યુવાનોની અનામતમાં સવર્ણ હિંદુઓ દ્વારા મારવામાં આવતી તરાપ સામે એક અવાજ ઉઠાવી શકતો નથી. દર વર્ષે તેમના હકની સેંકડો સરકારી નોકરીઓ સવર્ણ હિંદુઓ પડાવી લઈ જનરલ કેટેગરીમાં ફેરવીને આંચકી લે છે. અસલ લડાઈ અહીં લડવાની છે, ત્યાં આ લોકો સમ ખાવા પુરતો પણ અવાજ ઉઠાવતા નથી, પરંતુ દલિતો સાથે દાદાગીરી કરીને તેમને માર મારવા, હત્યા કરવા સુધી ઉતરી આવે છે. અને પછી આખી જિંદગી જેલમાં સબડે છે.

હજુ મહિના પહેલા અમરેલીમાં ભરવાડોએ એક દલિત યુવકની નજીવી બાબતે હત્યા કરી નાખી હતી. ગઈકાલે વાંકાનેરમાં પણ 10 ભરવાડોએ મળીને બે સગા દલિત ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. એ પહેલા વીરમગામમાં પણ ભરવાડોએ દલિત યુવકને માર માર્યો હતો. હવે આવી જ વધુ એક ઘટના ગોંડલમાં બની છે. અહીં બે ભરવાડોએ મળીને દલિતોની શ્રમજીવી મંડળીના પ્રમુખ સહિત ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. આ મામલે હવે બંને ભરવાડો પર એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

મામલો શું છે?

રાજકોટ જિલ્લાના ગોંડલમાં શ્રમજીવી સમુદાયિક ખેતી સહકારી મંડળી દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર બે ભરવાડ શખ્સોએ વાવેતર કરીને જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો. આ મામલે મંડળી પ્રમુખના ભત્રીજા સહિત ત્રણ યુવકો બંને ભરવાડોને સમજાવવા માટે ગયા હતા. એ દરમિયાન આરોપીઓએ ત્રણેય દલિત યુવકોને પટ્ટા વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હુમલો કર્યો હતો. આ મામલે બંને ભરવાડો સામે ગોંડલ સીટી પોલીસમાં હુમલો, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો: દલિત મહિલા મધ્યાહન ભોજન બનાવતી હોવાથી 21 વિદ્યાર્થીઓએ શાળા છોડી

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગોંડલના ભગવતપરા શેરી નંબર 29/12 માં રહેતા 37 વર્ષના ભાવેશભાઈ પરમારે ગોંડલ સીટી એ ડિવિઝન પોલીસમાં સંજય ભરવાડ અને ઘેલા ભરવાડ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

સામુદાયિક મંડળીની જમીન પર ભરવાડોએ કબ્જો કર્યો

ફરિયાદમાં ભાવેશ પરમારે જણાવ્યું હતું કે, “હું ગોંડલ વેપાર કરું છું. મારા સગા કાકા ગીરીશભાઈ બેચરભાઈ પરમાર શ્રમજીવી સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. ગોંડલના પ્રમુખ પદે સેવા આપે છે. આ મંડળીના નામે ખાતા નંબર 178 સર્વે નંબર 308/2 પૈકી કુલ 60 એકર જમીન ફાળવવામાં આવેલી છે. આ જમીન ગોંડલના વોરા કોટડા રોડ પર શીતળા માતાના મંદિર પાસે આવેલી છે અને આ જમીનનો વહીવટ મારા કાકા સંભાળે છે.”

દલિત યુવક જમીન જોવા માટે સ્થળ પર ગયો હતો

ફરિયાદી ભાવેશ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, “મારા કાકા ગિરીશભાઈએ મને જણાવ્યું હતું કે, મંડળીની જમીનના સીલીંગ એરિયામાં સંજય ભરવાડ અને ઘેલા ભરવાડે ગેરકાયદે કબ્જો જમાવી દીધો છે અને તેઓ જમીન પર ખેતી કરવા લાગ્યા છે. જેથી કાકાએ મને જમીન પર આંટો મારવાનું કહ્યું હતું. એ પછી હું તથા મારા મિત્ર વિજય સોલંકી, સિકંદર અલવી મોટરસાયકલ અને એક્ટિવા લઇ જમીન ખાતે ગયા હતા.”

આ જમીન અમારી છે કહીને હુમલો કર્યો

ભાવેશ પરમારે આગળ જણાવ્યું કે, “અમે લોકો જમીન પર પહોંચ્યા અને રોડ પર ઉભા હતા. એ દરમિયાન સંજય ભરવાડ અને ઘેલા ભરવાડે ત્યાં ધસી આવીને મને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું અને મને ‘તું આ જમીન પર કેમ આવ્યો છે? આ જમીન અમારી છે’ તેમ કહી મને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાન કર્યું હતું. એ દરમિયાન સંજય ભરવાડે મને થપ્પડ મારી હતી અને ઘેલા ભરવાડે પટ્ટો કાઢીને મને માર્યો હતો. એ દરમિયાન મારા મિત્રો મને છોડાવવા જતા ઘેલા ભરવાડે વધુ મારામારી કરી હતી અને અમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને હુમલો કર્યો હતો.”

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

આ મામલામાં યુવક ભાવેશ પરમારે ફરિયાદ આપતાં ગોંડલ સીટી એ ડિવિઝન પોલીસે સંજય અને ઘેલા ભરવાડ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: લાખણીમાં PIના માતાપિતાની હત્યામાં અંધશ્રદ્ધા જવાબદાર નીકળી?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x