જાતિવાદ અને લુખ્ખાગીરી માટે કુખ્યાત યુપીમાં દલિત અત્યાચારની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના બુલંદશહેરના એક ગામમાં ઠાકુર જાતિના ગુંડાઓએ કાર ધીમે ચલાવવાનું કહેવા બદલ દલિત સમાજના 6 લોકો પર થાર ગાડી ચડાવી દીધી હતી. આરોપીઓએ ફરી ફરીને થાર પાછી વાળીને દલિતો પર ફિલ્મી ઢબે હુમલો કરી ભય ફેલાવી દીધો હતો. આ ભયાનક ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ મામલો દલિતો અને કથિત સવર્ણ જાતિઓ સાથે સંબંધિત હોવાથી ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસે 6 આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
દલિતોએ કાર ધીમે ચલાવવાનું કહેતા મામલો બિચક્યો
બુલંદશહેરના સુનહરા ગામમાં રેલ્વે ટ્રેક પાસે મોડી રાત્રે કેટલાક દલિત યુવાનો ખાટલા પર બેઠા હતા, ત્યારે ઠાકુર જાતિના કેટલાક યુવકો એક સ્કોર્પિયો અને એક સેન્ટ્રો કાર ખૂબ જ ઝડપથી ત્યાંથી લઈને પસાર થયા હતા. સ્થાનિકોએ પૂરપાટ ઝડપે કાર ચલાવતા લોકોને ટોક્યા હતા અને કાર ધીમે ચલાવવાનું કહ્યું હતું. જેનાથી કારમાં બેઠેલા યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે દલિત યુવકોને માર માર્યો હતો. આરોપ છે કે ઘટના પછી સ્કોર્પિયો સવાર યુવક ઘરે ગયો હતો અને ફરીથી થાર સહિત ત્રણ કાર સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રસ્તાના કિનારે ઉભેલા દલિત સમાજના લોકો પર થાર ચડાવી દીધી હતી. રાતના સમયે બનેલી આ ઘટનાથી લોકો ફફડી ઉઠ્યાં હતા.
વારંવાર કાર પાછી વાળીને લોકોને કચડ્યાં
કહેવાય છે કે, આરોપીએ એકથી વધુ વખત થારને આગળ પાછળ વાળીને દલિત સમાજના લોકો પર ચડાવી દીધી હતી. આ ઘટના બાદ આરોપી ભાગી ગયો હતો. આ હુમલામાં એક વૃદ્ધ દલિત મહિલા શીલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સુનીતા, હુરણ, ક્રાંતિ, પ્રેમચંદ સહિત 5 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો રોકી દીધો હતો, ત્યારબાદ પોલીસે ગ્રામજનોની વાત સાંભળી અને FIR નોંધી.
આ પણ વાંચોઃ પ્રયાગરાજમાં 7 ઠાકુરોએ દલિત યુવકને જીવતો સળગાવી દીધો?
थाना कोतवाली देहात क्षेत्रान्तर्गत ग्राम सुनहेरा मे दो पक्षो के विवाद मे एक पक्ष के चार पहिया गाड़ी की चपेट मे आने से एक महिला की मृत्यु व 03 अन्य घायल हो गये। इस सम्बन्ध मे थाना कोतवाली देहात पर सुसंगत धाराओं मे अभियोग पंजीकृत किया गया है। अपर पुलिस अधीक्षक नगर की बाइट#UPPolice pic.twitter.com/91eA8PY9K2
— Bulandshahr Police (@bulandshahrpol) April 22, 2025
આ પણ વાંચોઃ પોલીસે રક્ષણ ન આપતા દલિત યુવતીની જાન પર જાતિવાદીઓનો હુમલો
6 લોકો સામે એસટી એસટી એક્ટ હેઠળ ફરિયાદ
બુલંદશહેર ગ્રામ્યના એસપી શંકર પ્રસાદે જણાવ્યું હતું કે કાર ધીમી ચલાવવાનું કહેતા વિવાદ થયો હતો. ઘટના બાદ પોલીસે 6 લોકો સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને એસસી/એસટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે. આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આરોપીનો હાઈવે પર દારૂ પીને 170 કિમીની ઝડપે કાર ચલાવતો વીડિયો વાયરલ
આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં આરોપીઓ થાર કારથી દલિત સમાજના લોકોને કચડીને ઘટના સ્થળેથી ભાગતા જોવા મળે છે. આ ઘટનાના એક મુખ્ય આરોપી અને બીજા આરોપીનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં આરોપી વરુણ સિંહ હાઇવે પર દારૂ પીને 170 ની ઝડપે કાર ચલાવતો જોવા મળે છે.
આ પણ વાંચોઃ ઠાકુર મહિલા નકલી SC સર્ટિફિકેટ પર ચૂંટણી જીતી મંત્રી બની ગઈ?
*આ દેશનું જંગલ રાજ ક્યારે નાશ પામશે જેથી પ્રજાને
શાંતિથી જીવવાનું મળે!