સફાઈકર્મીના સગીર પુત્રને જાતિવાદીઓએ થૂંક ચાટવા મજબૂર કર્યો

ધો.8માં અભ્યાસ કરતા સફાઈકર્મીના પુત્રને જાતંકવાદીઓએ દુકાનમાં બંધ કરી, ઢોર માર મારી, જમીન પર પડેલું થૂંક ચાટવા મજબૂર કર્યો.
Gorakhpur Casteists spit sanitation workers

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મત વિસ્તાર ગોરખપુરમાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સફાઈકર્મીના ધો.8માં ભણતા પુત્રનું કેટલાક જાતિવાદી તત્વોએ અપહરણ કરી બંધક બનાવી ઢોર માર્યો હતો. આરોપીઓ આટલેથી જ અટક્યા નહોતા. તેમણે દલિત કિશોરને જમીન પર પડેલું થૂંક ચાટવા માટે મજબૂર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા હોબાળો મચી ગયો છે. લોકોએ આરોપીઓ પર ફિટકાર વરસાવી વહેલી તકે તેમની ધરપકડ કરવાની માંગ કરી છે.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે અવાજ ઉઠાવ્યો

ઘટનાની જાણ થતા ભીમ આર્મી ચીફ અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને પ્રતિક્રિયા આપી હતી. ચંદ્રશેખરે લખ્યું હતું કે, “ગોરખપુર જિલ્લાના ચિલુઆતાલમાં સફાઈકર્મીના પુત્ર 8માં ધોરણના વિદ્યાર્થી સગીર વયના હર્ષ મૌર્યને જાતંકવાદીઓ દ્વારા બંધક અપહરણ કરી હાર્ડવેરની દુકાનમાં બંધક બનાવીને નિર્દયતાથી માર મારવાની અને થૂંક ચટાડવાની ઘટના માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકે છે. જાતંકવાદીઓનું મનોબળ એટલું ઊંચું છે કે તેમણે આ ક્રૂરતાનો વીડિયો બનાવી તેને વાયરલ પણ કર્યો. જાણે તેમને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય. આ ઘટના ફક્ત એક કિશોર પર હુમલો નથી, પરંતુ સમગ્ર બહુજન સમાજની ગરિમા, બંધારણ અને માનવતા પર સીધો હુમલો છે.

આ પણ વાંચો: મંદિરના ભંડારામાં જમવા ગયેલા દલિત યુવકને ગોંધી રાખી ફટકાર્યો

ચંદ્રશેખર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું

ચંદ્રશેખરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આડે હાથ લેતા આગળ લખ્યું હતું કે, મુખ્યમંત્રી યોગીજી, તમારા ગૃહ જિલ્લામાં બનેલી આ ઘટના ન માત્ર કાયદો વ્યવસ્થાની નિષ્ફળતાને ઉજાગર કરે છે, પરંતુ આપણા સમાજમાં ઊંડે સુધી જડ ઘાલી ગયેલા જાતંકવાદને પણ ઉજાગર કરે છે.  અમે રાજ્ય સરકાર પાસે ત્વરિત ન્યાય, ગુનેગારો સામે કડક કાર્યવાહી અને નિર્દોષ પીડિત બાળકની સુરક્ષા તથા ન્યાયની માંગ કરીએ છીએ.

ગોરખપુર પોલીસે ચંદ્રશેખરની પોસ્ટમાં કોમેન્ટ કરી

ચંદ્રશેખર આઝાદે કરેલી પોસ્ટ પર બાદમાં ગોરખપુર પોલીસે એક કોમેન્ટ કરીને કરેલી કાર્યવાહીની જાણકારી આપી હતી. ગોરખપુર પોલીસના સત્તાવાર X હેન્ડલ પરથી બે પોસ્ટ મૂકવામાં આવી હતી. પહેલી પોસ્ટમાં જણાવાયું હતું કે, “બે સગીરો વચ્ચે ચીઢવવાને લઈને વિવાદ થયો હતો. આ ઝઘડાને કારણે એક સગીરે અન્ય વ્યક્તિ દ્વારા ઉપરોક્ત ઘટનાને અંજામ આપ્યો. મળેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે એક વીડિયો બાઈટ પણ પોસ્ટ કરી છે. જેમાં આ મામલે કરેલી કાર્યવાહી વિશે માહિતી અપાઈ છે.  જો કે, આ ઘટનાએ ફરી એકવાર ઉત્તરપ્રદેશમાં દલિતો પર થયા અત્યાચારોના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે

આ પણ વાંચો: અંજારમાં સુરેન્દ્રનગરની દલિત ASI યુવતીની બોયફ્રેન્ડે હત્યા કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
3 months ago

જાતિવાદી માનસિકતા ધરાવતાં લોકો નો આતંક ક્યારે ખતમ થશે?

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x