વ્યાયામ શિક્ષકોએ પોતાની ડિગ્રી રૂ. 500થી 1000માં વેચવા કાઢી

ગુજરાતના વ્યાયામ શિક્ષકોએ રાજ્ય સરકાર સામે નવતર રીતે વિરોધ પ્રદર્શિત કરતા પોતાની ડિગ્રીઓ વેચવા કાઢી છે. જાણો શું છે આખો મામલો.
pt teachers

ગુજરાતમાં કાયમી ભરતીને લઈને છેલ્લા 22 દિવસથી રાજ્યના વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું ના હોવાથી આજે વ્યાયામ શિક્ષકોએ એક નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં તેમણે પોતાની ડિગ્રીને રૂ. 500થી 1000 માં વેચવા કાઢી હતી. એટલું જ નહીં, વ્યાયામ શિક્ષક માટેના ઉમેદવારોએ સરકાર સામે બળાપો કાઢતા કહ્યું હતું કે, એમએ, પીએચડી સુધી ભણ્યા પછી પણ નોકરી માટે અંગૂઠા છાપ નેતાઓ સામે નોકરી માટે ભીખ માંગવી પડે તેનાથી બીજી કમનસીબી શું હોય શકે? વ્યાયામ શિક્ષકોના આ વિરોધ પ્રદર્શન બાદ સરકારનું મન પીગળે છે કે કેમ? તે જોવું રહ્યું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયની શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. જેના કારણે વ્યાયામ શિક્ષકો માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની વયમર્યાદા પૂર્ણ કરવા નજીક પહોંચી ગયા છે. તેવા સંજોગોમાં છેલ્લા ઘણા લાંબા સમયથી વ્યાયામ શિક્ષકો માટેના ઉમેદવારો દ્વારા સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતી માટેની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વ્યાયામ શિક્ષકો માટેના ઉમેદવારો દ્વારા છેલ્લા 22 દિવસથી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આંદોલન ચલાવી રહ્યા છે.

પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 22 દિવસથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં વ્યાયામ શિક્ષકો દ્વારા અનેક વિધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

રામ નવમીએ શ્રીરામને પત્ર લખ્યો?

આંદોલનકારી શિક્ષકોની હાસ્યાસ્પદ બાબત એ રહી કે તેમણે બંધારણીય રીતે લડત આપીને ન્યાય મેળવવાને બદલે ગઈકાલે રામનવમીના દિવસે શ્રીરામને પત્ર લખીને રજૂઆત કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, 15 વરસની અમારી પડતર માંગણીઓનો વનવાસ પૂર્ણ થાય તે માટે મદદ કરો. આ પત્ર લખ્યા બાદ આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયેલા વ્યાયામ શિક્ષકોએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે માસ્ટર ડિગ્રીથી લઈને પીએચડી સુધી ભણ્યા છીએ, તેમ છતાં સરકાર અમને નોકરી આપતી નથી. એટલે આજે અમે બધા અમારી ડિગ્રી વેચવા માટે એકઠા થયા છીએ. બધાની પાસે એટલી ડિગ્રી છે કે, આ અભણ નેતાઓએ જેટલા વર્ષ વિધાનસભામાં રાજ કર્યું એટલા વર્ષો અમે ભણ્યા છીએ.

આ પણ વાંચો:  દેશની 8 IIT, 7 IIM માં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણ જાતિના

એક વ્યાયામ શિક્ષક ઉમેદવારે જણાવ્યું હતું કે, મારી પાસે બીપીએડ, એમપીએડ, પીપીઇ અને પીએચડીની ડિગ્રી છે. રાજ્યના જેટલા નેતા છે તેના કરતાં વધુ ડિગ્રી મારી પાસે છે. તેમ છતાં મારે આ નેતાઓ પાસે આવીને નોકરી માટે ભીખ માંગણી પડે છે. જેથી આજે બધી ડિગ્રીઓને રૂ. 500 થી રૂ. 1000/ માં વેચી રહ્યો છું. કારણ કે, મારા માતા-પિતા મોટા બિઝનેસમેન નથી, મારા માતા-પિતા એક સામાન્ય ખેડૂત છે. તેમણે પેટે પાટા બાંધીને ભણાવ્યો છે, તેમ છતાં માટે આ અંગૂઠા છાપ નેતાઓ પાસે નોકરીની ભીખ માંગવી પડી રહી છે તેથી આજે હું મારી ડિગ્રીઓને વેચવા માટે આવ્યો છું.

આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયેલા વ્યાયામ શિક્ષકોએ જણાવ્યું હતું કે, અમને સરકારની ખેલ સહાયક યોજના મંજૂર નથી. કારણ કે, ખેલ સહાયક માટેના 11 મહિનાના કરારનું પાલન થતું નથી. વેકેશન સિવાય 11 માસની કેવી રીતે ગણતરી કરાય છે? ખેલ સહાયકોને પરિપત્ર વિના છૂટા કરી દેવાય છે. નિયમોનું કોઈ પાલન થતું નથી. આ ઉપરાંત આ યોજનામાં શાળાના બાળકો અને શિક્ષકોનું હિત નથી. આ યોજનામાં વ્યાયામ શિક્ષકોને અન્યાય અને શોષણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: ‘ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી Prime Minister નહીં બન સકતા..’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x