gundicha temple stampede: ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન આજે ફરીથી ભારે ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં ત્રણ ભક્તોના મોત થયા છે અને 50થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. દુર્ઘટના ગુંડીચા મંદિરની સામે સવારે 4 વાગ્યે બની હતી, જ્યારે ભક્તો દર્શન માટે એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે, કાલે પણ બળભદ્રનો રથ ખેંચવામાં ટોળું બેકાબૂ બની જતા 600 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
પુરીમાં દર વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે બે દિવસમાં બે અકસ્માતો સર્જાયા હતા. આજે રવિવારે વહેલી સવારે જ્યારે સેંકડો ભક્તો ત્રણ રથોને જોવા માટે ગુંડીચા મંદિરની સામે એકઠા થયા હતા, ત્યારે ભીડ બેકાબૂ થઈ ગઈ અને ભાગદોડ મચી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. વહીવટીતંત્ર રાહત અને તપાસમાં રોકાયેલું છે.
આ પણ વાંચો: યુવતીએ પ્રેમલગ્ન કરતા પંચે 40 લોકોને માથું મુંડવાની સજા કરી
કેવી રીતે અને ક્યારે ભાગદોડ થઈ?
અહેવાલો અનુસાર, રવિવારે સવારે 4 વાગ્યે જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથોને જોવા માટે સેંકડો ભક્તો ગુંડીચા મંદિર પાસે એકઠા થયા હતા. આ દરમિયાન અંધાધૂંધી અને ભાગદોડની સ્થિતિ સર્જાઈ. આમાં બસંતી સાહુ, પ્રેમકાંત મોહંતી અને પાર્વતી દાસ નામના ત્રણ લોકોના મોત થયા. ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ પણ થયા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ એસ સ્વૈને જણાવ્યું હતું કે છ લોકોની હાલત ગંભીર છે. પોલીસ અને વહીવટી ટીમો રાહત કાર્યમાં રોકાયેલી છે.
રથયાત્રાના પહેલા જ દિવસે 600 લોકોને ઈજા થઈ હતી
શનિવારે રથયાત્રાના પહેલા જ દિવસે 600 થી વધુ લોકોને ભારે ભીડમાં ઈજા પહોંચી હતી. બળભદ્રનો રથ એક વળાંક પર અટકી જતા ટોળું તેને ખેંચવા માટે ઉમટી પડ્યું હતું. જેમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી. ધક્કામુક્કી અને ભેજવાળા હવામાનને કારણે ઘણા ભક્તો બેભાન થઈ ગયા હતા. સુરક્ષા માટે ઓડિશા પોલીસ, CAPF અને NSG ના 10,000 થી વધુ સૈનિકો તૈનાત છે.
🚨 BREAKING:
Tragedy strikes at #JagannathRathYatra in Puri, Odisha — 3 people have died and at least 10 injured in a stampede near Gundicha Temple.
What was meant to be a sacred celebration turned into chaos.💔 Heartfelt prayers for the families of the victims. pic.twitter.com/nNC43uSw35
— Sarcasm Scoop (@sarcasm_scoop) June 29, 2025
ગુંડીચા યાત્રા શું છે?
પુરીની આ વાર્ષિક યાત્રા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથોને મુખ્ય મંદિરથી 2.6 કિમી દૂર સ્થિત ગુંડીચા મંદિરમાં લઈ જાય છે, જે દેવતાઓના મામાનું ઘર માનવામાં આવે છે. ત્રણેય દેવતાઓ નવ દિવસ સુધી ગુંડીચા મંદિરમાં રહેશે. આ પછી, બહુડા યાત્રા (વાપસી યાત્રા) 5 જુલાઈથી શરૂ થશે. શનિવારે ભારે વરસાદને કારણે રથયાત્રા અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી, જે રવિવારે સવારે ફરી શરૂ કરવામાં આવી હતી અને વહેલી સવારે ભાગદોડ થઈ હતી.
આ પણ વાંચો: મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો