ભાજપની મહિલા નેતાએ પોતાની જ સગીર દીકરી પર ગેંગરેપ કરાવ્યો

ભાજપ મહિલા મોરચાની કાર્યકરે પોતાની જ 13 વર્ષની સગીર દીકરી પર બોયફ્રેન્ડ અને તેના સાગરિતો પાસે ગેંગરેપ કરાવતા ચકચાર મચી ગઈ છે. જાણો શું છે મામલો.
haridwar bjp woman minor girl gang rape

હરિદ્વાર- ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના રાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનાએ માણસાઈની સાથે મા-દીકરીના સંબંધોને પણ કલંક લગાડ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે મહિલા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના નારા લગાવતા ભાજપની મહિલા મોરચાની કાર્યકર છે અને તેણે પોતાની જ સગીર દીકરી પર પ્રેમી અને તેના સાગરિતો દ્વારા ગેંગરેપ કરાવ્યો છે.
મળતી માહિતી મુજબ ભાજપ મહિલા મોરચા સાથે સંકળાયેલી અનામિકા શર્મા પર પોતાની 13 વર્ષની સગીર પુત્રી પર ગેંગરેપ કરવાનો આરોપ છે. આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરતા હરિદ્વાર પોલીસે આરોપી અનામિકા અને તેના પ્રેમી સુમિત પટવાલની ધરપકડ કરી છે અને બીજા આરોપીની શોધ ચાલુ છે. આ ઘટનાએ નૈતિક અને સામાજિક મૂલ્યોને હચમચાવી નાખે છે.

haridwar bjp woman minor girl gang rape
અનામિકા શર્મા
મામલો શું છે?

આ કેસની મળતી માહિતી મુજબ, અનામિકા શર્માનો તેના પતિ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે તે તેના પતિથી અલગ રહેતી હતી. તેની 13 વર્ષની પુત્રી છેલ્લા એક મહિનાથી તેના પિતા સાથે રહેતી હતી. પરંતુ એ દરમિયાન તે ગુમસુમ અને દુઃખી રહેતી હોવાથી તેના પિતાએ તેની સાથે વાત કરી હતી, જેમાં પુત્રીએ જે વાત કરી તે સાંભળીને તેના પિતા પણ ચોંકી ગયા હતા. પુત્રીએ જણાવ્યું કે તેની માતા અને તેના પ્રેમી સુમિત પટવાલ દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવે છે. એ પછી તેના પિતાએ તાત્કાલિક રાનીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ અધિકારીએ શું કહ્યું?

હરિદ્વારના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) પ્રમોદ સિંહ ડોબલે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો અને તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. પોલીસે રાનીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કમલ મોહન સિંહ ભંડારીના નેતૃત્વમાં તપાસ શરૂ કરી. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી, જેમાં જાતીય શોષણની પુષ્ટિ થઈ. આ પછી બુધવાર, 4 જૂન, 2025 ના રોજ પોલીસે બહાદરાબાદની ન્યૂ કેનાલ કોલોનીમાં રહેતી અનામિકા શર્મા અને તેના પ્રેમી સુમિત પટવાલની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. આ હોટલ સુમિત દ્વારા ભાડે લેવામાં આવી હતી.

પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વના ખુલાસા કર્યા

એસએસપી પ્રમેન્દ્રસિંહ દોબલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે “પીડિતા અને તેના પિતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે, રાનીપુર પોલીસ સ્ટેશનમાં કલમ 70(2), 351(3), 3(5) BNS અને POCSO એક્ટની કલમ 3(a)/4(2), 5(l)/6, 16/17 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ તપાસમાં આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ રિપોર્ટમાં જાતીય શોષણની પુષ્ટિ થઈ છે. બંને આરોપીઓ, અનામિકા શર્મા અને સુમિત પટવાલની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજો આરોપી, શુભમ, ફરાર છે, જેના માટે પોલીસ ટીમો દરોડા પાડી રહી છે.”

માતાની સહમતિથી માતાના જ બોયફ્રેન્ડે સગીરા પર ગેંગરેપ કર્યો

પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “જાન્યુઆરી 2025 માં, તેની માતા, તેના બોયફ્રેન્ડ સુમિત પટવાલ અને તેના મિત્ર શુભમ સાથે તેને ફરવા લઈ જવાના બહાને BHEL સ્ટેડિયમ બાજુ લઈ ગઈ હતી. ત્યાં, બંને આરોપીઓએ દારૂના નશામાં તેની માતાની સંમતિથી તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.એ પછી હરિદ્વાર, આગ્રા અને વૃંદાવનની હોટલોમાં પણ તેનું ઘણી વખત જાતીય શોષણ કરવામાં આવ્યું. આરોપીઓએ પીડિતાને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કહેશે, તો તેને અને તેના પિતાને મારી નાખશે.”

પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે

રાણીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી કમલ મોહન સિંહ ભંડારીએ જણાવ્યું હતું કે, “પીડિતાની તબીબી તપાસ અને કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે. પોલીસ ટીમો અન્ય શંકાસ્પદોને ઓળખવા અને ધરપકડ કરવા માટે સતત કામ કરી રહી છે.”

ભાજપે શું કહ્યું?

આ ઘટનામાં આરોપી અનામિકા શર્મા ભાજપની કાર્યકર હોવાનું સામે આવતા હરિદ્વાર ભાજપ જિલ્લા પ્રમુખ આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે, જે મહિલા પર આરોપ મૂકવામાં આવ્યો છે તેને ઓગસ્ટ 2024 માં જ પાર્ટી દ્વારા બધી જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવી હતી. હાલમાં, તે મહિલા ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પદ પર નહોતી.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x