સિદ્ધપુરમાં ફાઈનાન્સ કંપનીના કર્મચારી સામે લોનધારક દલિત સમાજની વ્યક્તિના ઘરે જઈ તેમની સગીર દીકરીને અપડલાં કરી, જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરવા બદલ એટ્રોસિટી એક્ટ (SC-ST act) અને પોક્સો (POCSO) સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મામલો શું હતો?
આ ઘટનાની મળતી વિગતો મુજબ, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક ગામમાં HDB ફાઈનાન્સના એક કર્મચારી વિરુદ્ધ ગંભીર આરોપો સામે આવ્યા છે. સિદ્ધપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગામના તુરીવાસમાં રહેતી એક વ્યક્તિએ પાટણમાં આવેલી HDB ફાઇનાન્સ કંપનીની શાખામાંથી લોન લીધી હતી.
ફાયનાન્સના કર્મચારીએ સગીરા સાથે અડપલાં કર્યા
આ પણ વાંચો: આદિવાસી બાળકીને કોબ્રા કરડ્યો, હોસ્પિટલ પહોંચવા રસ્તો ન હોવાથી મોત
જો કે, લોનના કેટલાક હપ્તા ભરવામાં થોડો વિલંબ થયો હતો. જેના કારણે કંપનીનો એક કર્મચારી લોનધારકને વારંવાર ફોન કરી જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલતો હતો. તા. 31 જુલાઈના રોજ આ કર્મચારી લોનધારકના ઘરે આવ્યો હતો. એ દરમિયાન તેણે ફરિયાદીની સગીર વયની પુત્રી સાથે અશોભનીય વર્તન કર્યું હતું અને તેના છાતીના ભાગે અડપલાં કર્યા હતા. લંપટ કર્મચારીની આવી હરકતથી સગીરા ગભરાઈ ગઈ હતી અને તેણે તરત તેના પિતાને જાણ કરી હતી.
એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
ત્યારબાદ તેના પિતાએ સિદ્ધપુર પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 296(B), 75(2), POCSO એક્ટની કલમ 7, 8 તેમજ એટ્રોસિટી એક્ટ(SC-ST Act) ની કલમ 3(1)(R), 3(1)(S), 3(1)(W)(I), 3(2)(5)(A) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ત્રણ યુવકોઓ મૂકબધિર દલિત યુવતી પર ગેંગરેપ કર્યો, પીડિતાએ ગળેફાંસો ખાધો











Users Today : 1746
*જાતિવાદી માનસિકતા ધરાવતાં કેટલાક નીચ અને નફફટ લોકોનાં મગજમાં સડો ઘુસી ગયો છે કે શું?
જ્યાં ને ત્યાં જાતિવાદી ચાલચલગત જોવા મળે છે!
આવાં નરાધમો ને કડક કાર્યવાહી થવી જોઈએ પરંતુ જાતિવાદી માનસિકતા ધરાવતા નેતાઓને સતાઉપર રાખવામાં આવે તો મહિલાઓ ની ઈજ્જત ની ધજ્જીયા તો ઉડાડવામાં આવે કે નહીં?