મુસ્લિમ પડોશીનું ઘર તંત્રે તોડ્યું, હિંદુ પડોશીએ જમીન દાનમાં આપી

મુસ્લિમ પત્રકારનું ઘર સરકારે તોડી પાડ્યું. જેનાથી હિન્દુ પડોશીને ભારે દુઃખ લાગ્યું અને તેણે પોતાની જમીન ઘર માટે દાનમાં આપી દીધી.
Hindu donates land to Muslim

ચોતરફ નફરત અને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણના સમાચારો વચ્ચે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરથી એક દિલને ટાઢક થાય તેવી મજાની ઘટના સામે આવી છે. અહીં એક મુસ્લિમ પત્રકારના ઘર પર તંત્રે બુલડોઝર ફેરવી દીધું હતું. જેનાથી તે રાતોરાત બેઘર થઈ ગયો હતો. આ ઘટનાથી તેના પડોશી હિંદુ મિત્રને ભારે દુઃખ થયું. એ પછી તેણે તેની જમીન મુસ્લિમ પત્રકાર મિત્રને ઘર બનાવવા માટે ભેટમાં આપી દીધી હતી. આ ઘટનાએ દેશ આખામાં ચર્ચા જગાવી છે.

જમ્મુ કાશ્મીરના બથિંડી વિસ્તારની ઘટના

જમ્મુના બથિંડી વિસ્તારમાં રહેતા પત્રકાર અરફાઝનું 40 વર્ષ જૂનું ઘર તંત્રે બુલડોઝર દ્વારા તોડી પાડ્યું હતું. ચાર દાયકા જૂનું આ ઘર થોડી જ સેકન્ડોમાં કાટમાળમાં ફેરવાઈ ગયું. આ કાર્યવાહીથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો અને વહીવટીતંત્રની ભૂમિકા પર પ્રશ્નો ઉભા થયા. મીડિયા અહેવાલો અનુસાર, આ કાર્યવાહી જમ્મુ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે ઘર સરકારી જમીન પર બનેલું હતું, જ્યાં અરફાઝ છેલ્લા ચાર દાયકાથી તેના પરિવાર સાથે રહેતો હતો. આ અચાનક કાર્યવાહીથી પરિવાર સંપૂર્ણપણે બેઘર થઈ ગયો હતો. એ પછી તેના હિંદુ પડોશીએ પોતાની જમીન તેને ઘર બનાવવા માટે દાનમાં આપી દીધી હતી.

Hindu donates land to Muslim

આ પણ વાંચો: મુસ્લિમ યુવક-દલિત યુવતીના લગ્ન હિંદુ સંગઠને ન થવા દીધા

હિન્દુ પરિવારે મુસ્લિમ પત્રકારને જમીન આપી

હિન્દુ પરિવારે બેઘર પત્રકાર અરફાઝને પાંચ મરલા જમીન ભેટમાં આપી છે. આ ઘટનાને સદીઓ જૂની હિંદુ-મુસ્લિમ ભાઈચારાની મિસાલ તરીકે જોવામાં આવી રહ્યું છે. સ્થાનિકો કહે છે કે આ ઘટના દર્શાવે છે કે નફરત અને ભાગલાના રાજકારણ વચ્ચે પણ માનવતા હજુ જીવે છે. અરફાઝના પરિવારનું કહેવું છે કે તેઓ 40 વર્ષથી આ ઘરમાં રહેતા હતા અને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વિના તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા, આ અમાનવીય છે. પણ અમારા પડોશીએ અમારી લાજ રાખી. તેમણે અમને તેમની જમીન ઘર બનાવવા માટે દાનમાં આપી છે. અમારી આંખોમાં હર્ષના આંસુ છે. આ ઉપકારનો બદલો અમે કેવી રીતે વાળીશું?

રાજકીય પક્ષો તંત્ર સામે આક્ષેપો કર્યા

આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ આ કાર્યવાહીને “સિલેક્ટિવ બુલડોઝર પોલિસી” ગણાવી હતી. પીડીપીએ આજે જમ્મુમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી, જેમાં સરકાર અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પાર્ટીના નેતાઓએ પ્રશ્ન કર્યો હતો કે શું નાના મકાનો સામે બુલડોઝરનો ઉપયોગ કરી શકાય છે, અને શું જમ્મુમાં જેડીએની જમીન પર મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો કરનારાઓ સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે?

પીડીપીએ સરકાર પર હુમલો કર્યો

પીડીપીના નેતાઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમના “બુલડોઝર વિરોધી બિલ” ને અગાઉ નેશનલ કોન્ફરન્સ સરકાર દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું, અને હવે તેની પ્રતિકૂળ અસરો સ્પષ્ટ થઈ રહી છે. પાર્ટીએ લેફ્ટનન્ટ ગવર્નર અને સરકાર પાસે માંગ કરી હતી કે આ રીતે કોઈના ઘરનો નાશ કરવો અન્યાય છે, તેમને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવી જોઈએ.

આ પણ વાંચો: કડીમાં શિક્ષકે ધો-6 ના વિદ્યાર્થીને થપ્પડ મારતા બીજા માળેથી છલાંગ મારી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x