મુસ્લિમ યુવક-દલિત યુવતીના લગ્ન હિંદુ સંગઠને ન થવા દીધા

Dalit News: મુસ્લિમ યુવક દલિત યુવતીના ઘેર બારાત લઈને પરણવા પહોંચ્યો હિંદુ સંગઠને હોબાળો મચાવતા વરરાજા-જાનૈયાની અટકાયત.
Dalit News

Dalit News: હિંદુત્વવાદી સંગઠનોની ગુંડાગર્દીથી દલિતો-મુસ્લિમો સારી રીતે પરિચિત છે. કોઈ દલિત કે મુસ્લિમ યુવતી પર સવર્ણ હિંદુ આરોપીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવે, માર મારવામાં આવે, તેમની જમીનો પડાવી લેવામાં આવે, હત્યા કરી દેવામાં આવે ત્યારે આ લોકો મૌન થઈ જાય છે. પરંતુ જેવો હિંદુત્વની જાતિવાદી રાજનીતિને બુસ્ટ મળે તેવો કોઈ મુદ્દો દેખાય કે તરત ત્યાં વિરોધ કરીને પોતાના રાજકીય રોટલા શેકવા પહોંચી જતા હોય છે. આવી જ એક ઘટનામાં હિંદુત્વવાદી સંગઠને(Hindu organization) એક દલિત યુવતી(Dalit girl) અને મુસ્લિમ યુવક(Muslim boy)ના લગ્ન થતા અટકાવ્યા(stop marriage) હતા.

મામલો ઉત્તરપ્રદેશના બસ્તી(Basti) જિલ્લાનો છે. અહીંના યરતા ગામમાં ગઈકાલે એક મુસ્લિમ યુવક બારાત લઈને દલિત યુવતીના ઘરે પહોંચતા હિંદુત્વવાદી સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો. દલિત પરિવારના આંગણે મુસ્લિમ વરરાજા અને જાનૈયાઓને જોઈને હિંદુત્વવાદીઓએ હોબાળો મચાવ્યો હતો.

Dalit News

આ પણ વાંચો: અમદાવાદ ફૂડ ફેસ્ટમાં રૂ. 2100 ભરો અને જગન્નાથનો ‘પ્રસાદ’ જમો

સંગઠનના કાર્યકરોએ વિશ્વ હિન્દુ મહાસંઘને આ ઘટનાની જાણ કરી હતી. એ પછી સંગઠનના પદાધિકારીઓ મહેશ હિન્દુસ્તાની અને સંજય પાંડે અન્ય કાર્યકરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને “લવ જેહાદ”નો કેસ ગણાવીને વિરોધ શરૂ કર્યો.

પરિસ્થિતિ તંગ બનતી જોઈને પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને વરરાજા અને જાનૈયાઓની અટકાયત કરી. પોલીસ સ્ટેશનના પીઆઈ ભાનુ પ્રતાપ સિંહે જણાવ્યું કે છોકરો અને છોકરી બંને પુખ્ત વયના છે, તેમની મરજીથી આ લગ્ન થઈ રહ્યાં છે કે કેમ, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કામના કલાકોમાં વધારો કોના ઈશારે કરાયો, ઉદ્યોગપતિઓના?

મળતી માહિતી મુજબ, યેરતા ગામના એક દલિત પરિવારની પુત્રી થોડા વર્ષો પહેલા ગોંડા જિલ્લામાં એક સંબંધીના લગ્નમાં ગઈ હતી. ત્યાં, તેની મુલાકાત પટખૌલી ગામના રહેવાસી સાજીદ અલી સાથે થયા હતા. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને તેઓ નજીક આવ્યા. સાજીદે છોકરી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શરૂઆતમાં, છોકરીના પરિવારે આ પ્રસ્તાવનો ઇનકાર કર્યો.

જોકે, પુત્રીના આગ્રહ પછી પરિવાર લગ્ન માટે સંમત થયો થયો હતો. શુક્રવારે, સાજીદ અલી બારાત લઈને છોકરીના ઘરે પહોંચ્યો હતો. કન્યા પક્ષ દ્વારા બારાતના સ્વાગત માટે ભોજન અને નાસ્તાની બધી તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યાં જ હિંદુત્વવાદી સંગઠનના કાર્યકરોએ પહોંચી જઈને હોબાળો મચાવ્યો હતો અને લગ્ન થવા દીધા નહોતા.

આ પણ વાંચો: જ્યારે ટોળાએ 116 મુસ્લિમોની હત્યા કરી ઉપર ફુલાવર વાવી દીધું!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
1 month ago

આમિર ખાન, અરબાઝ ખાન, શાહરૂખ ખાન, અઝહરુદ્દીન જેવા અસંખ્ય સેલિબ્રિટી અને રાજકીય લોકો બ્રાહ્મણોના જમાઈ છે એનો તો કોઈ વિરોધ કરતું નથી,
મોહન ભાગવત ની ભત્રીજી ઉર્મિલા માતોંડકર મોહસીન અખ્તર મીર નાં ઘરમાં છે એનો વિરોધ કોઈ કેમ કરતું નથી,
ભાજપના નેતા મુરલી મનોહર જોશી નાં જમાઈ પણ મુસ્લિમ છે એનો વિરોધ પણ કોઈ કરતું નથી, આવાં અસંખ્ય નેતાઓનાં જમાઈ મુસ્લિમ છે એનો કોઈ વિરોધ કરતું નથી,પરંતુ સસ્તી લોકચાહના મેળવવા માટે દેખાવ કરવા વિરોધ કરવાનું નાટક કરે છે… બાકી બધાં મુસલમાનો ને જમાઈ બનાવી ને બેઠા છે..

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x