SS Rajamouli ના ‘હનુમાન’ પરના નિવેદન મુદ્દે હિંદુ સેનાએ FIR નોંધાવી

SS Rajamouli એ ફિલ્મ "વારાણસી" ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ‘હનુમાન’ વિશે નિવેદન આપતા વાનર સેનાના પ્રમુખે તેમની સામે FIR નોંધાવી દીધી છે.
ss rajamouli varanasi

SS Rajamouli સામે વાનર સેનાના પ્રમુખે ધાર્મિક લાગણી દુભાઈ હોવાને લઈને એફઆઈઆર નોંધાવી દીધી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે હિન્દુ દેવતાઓનું અપમાન કર્યું છે.

ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીએ ફિલ્મ ‘વારાણસી’ ની ઈવેન્ટ દરમિયાન હનુમાનજી વિશે એક નિવેદન કર્યું હતું. જેનાથી હિંદુત્વવાદીઓએ ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું કારણ આગળ ધરીને ફરિયાદ નોંધાવી દીધી છે. એસએસ રાજામૌલી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે હિન્દુ ધર્મ અને દેવતાઓનું અપમાન કર્યું છે.

આ ઘટના ફિલ્મ “વારાણસી”ની પહેલી ઝલકના લોન્ચિંગ દરમિયાન બની હતી. જ્યાં વારંવાર ટેનિકલ ખામી સર્જાતા એસ.એસ. રાજામૌલીએ માફી માંગી હતી. એ પછી પ્રેક્ષકો સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, તેમના પિતા અને પત્ની હનુમાનજીમાં કેવી રીતે શ્રદ્ધા ધરાવે છે અને તેમ છતાં તેઓ શા માટે નાસ્તિક છે.

રાજામૌલીએ કહ્યું હતું કે, “હું ભગવાનમાં માનતો નથી. મારા પિતાએ મને કહ્યું હતું કે ભગવાન હનુમાન મને માર્ગદર્શન આપશે. પરંતુ આ ઈવેન્ટમાં સર્જાયેલી ટેકનિકલ ખામી જોઈને મને ગુસ્સો આવે છે. શું હનુમાન આ રીતે મને મદદ કરે છે?”

આ પણ વાંચો: ભાજપ સાંસદે કહ્યું, ‘આર્મસ્ટ્રોંગ નહીં, હનુમાનજી પહેલા અંતરિક્ષયાત્રી હતા’

એસ એસ રાજામૌલીએ કહ્યું- હું નાસ્તિક છું.

આ ઈવેન્ટ દરમિયાન રાજામૌલી ભાવુક થઈ ગયા હતા. પછી તેમણે કહ્યું, “મારી પત્ની હનુમાનની ભક્ત છે. તે તેમની સાથે મિત્રની જેમ વાત કરે છે. ક્યારેક મને તેના પર ગુસ્સો પણ આવે છે.” બાદમાં ફરીથી તેમણે ફિલ્મની એક ઝલક પ્લે કરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, ” ચોક્કસ, આપણે ફિલ્મની પહેલી ઝલક જોવા માંગીએ છીએ, હું પણ તેની રાહ જોઈ રહ્યો છું. પપ્પા, જો તમારા હનુમાન મને એક વાર બચાવી લે, અથવા જોઈએ કે મારી પત્નીના હનુમાન મને મદદ કરી શકે છે કે નહીં. જ્યારે મારા પિતાએ હનુમાન વિશે વાત કરી અને સફળતા માટે તેમના આશીર્વાદ પર આધાર રાખવાની સલાહ આપી, ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો હતો.”

ss rajamouli varanasi

વાનર સેનાએ ધાર્મિક લાગણીઓ દુભાયાની વાત કરી

આ ઈવેન્ટ બાદ વાનર સેના અને ગૌ રક્ષકના પ્રમુખોએ પોતાની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાની વાત કરીને રાજામૌલીની એક પત્ર લખ્યો હતો. તેમણે ફરિયાદ કરી કે રાજામૌલીએ જાણી જોઈને હિન્દુ દેવતાઓનું અપમાન કર્યું છે. આ કાર્યક્રમમાં તેમણે જાણી જોઈને હિંદુઓના આરાધ્ય દેવતા ભગવાન હનુમાન વિરુદ્ધ અપમાનજનક અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. જેનો હેતુ ધાર્મિક નફરત પેદા કરવાનો હતો.

આ પણ વાંચો: અયોધ્યામાં વિદ્યાર્થી ભૂલ કરશે તો ‘રામ’ લખવાની સજા કરાશે!

વાનર સેના પ્રમુખે કહ્યું કે, “એવું લાગે છે કે, તેઓ પોતાની ફિલ્મનો મફતમાં પ્રચાર કરવા માટે અને વધુ કમાણી કરવા માટે જાણીજોઈને આ નફરતી વીડિયોનો દુરુપયોગ કરી રહ્યા છે. મારી પોલીસને વિનંતી છે કે, આવી સ્વાર્થી વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે જેઓ પોતાના અંગત સ્વાર્થ માટે કોમી રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરે છે. ભવિષ્યમાં આવી દ્વેષપૂર્ણ નિવેદનો ન થાય તે માટે આ પગલાં લેવાય તે જરૂરી છે.”

હિંદુ સેનાના અધ્યક્ષે દિલ્હીમાં રાજામૌલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ રાજામૌલી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. તેમનો આરોપ છે કે એસએસ રાજામૌલીએ ભગવાન હનુમાન વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેનાથી હિન્દુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હતી. વિષ્ણુ ગુપ્તાએ દિલ્હી પોલીસ દ્વારા તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે રાજામૌલીની ટિપ્પણીઓ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને સામાજિક અને સામાજિક સદ્દભાવને હાનિ પહોંચાડી શકે છે. તેમણે પોલીસને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક નિયમો લાગુ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: ઉનામાં તસ્કરો હનુમાનજીની ગદા-મુગટ સહિત 17 લાખની મત્તા ચોરી ગયા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x