જાતિવાદી તત્વોની નાલાયકી દિન પ્રતિદિન વધતી જાય છે. આવી જ એક બર્બરતાપૂર્ણ ઘટના દક્ષિણ ભારતમાંથી સામે આવી જ્યાં છે. જ્યાં એક દલિત યુવકને 6 શખ્સોએ નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં આરોપીઓએ યુવકને તેમના પગ ચાટવા માટે મજબૂર કર્યો હતો. હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મામલો આઈટી હબ ગણાતા હૈદરાબાદનો છે. જ્યાં છ લોકોએ એક 26 વર્ષીય દલિત યુવકને નગ્ન કરીને માર માર્યો હતો અને તેને પગ ચાટવા માટે મજબૂર કર્યો હતો. અહેવાલો અનુસાર, આ ઘટના 26 માર્ચે બની હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ છ લોકોએ મળીને એક 26 વર્ષીય દલિત યુવાનને માર માર્યો હતો. એટલું જ નહીં, આ લોકોએ યુવકના બધાં કપડાં ઉતારી નાખ્યા અને તેને ખૂબ માર માર્યો. એ પછી, તેમણે તેને પગ ચાટવા માટે પણ મજબૂર કર્યો.
આ પણ વાંચો: ઓશો રજનીશ પર દલિત-બહુજન સમાજ પુનર્વિચાર કરે
વાયરલ વીડિયોમાં આરોપી પીડિતાને લાત મારતો અને મારતો દેખાય છે. એ દરમિયાન પીડિત યુવક નગ્ન અવસ્થામાં હોય છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પેટબશીરાબાદ પોલીસે છ લોકો સામે હુમલાના આરોપસર કેસ નોંધ્યો હતો. જોકે, તમામ છ આરોપીઓ હાલમાં ફરાર છે. પેટબશીરાબાદના એસઆઈ મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે તેઓ કેસની તપાસ કરી રહ્યા છે અને આરોપીઓને ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે દલિત યુવક એક પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવા ગયો હતો.
દલિત યુવકની ફરિયાદ બાદ પોલીસે 13 એપ્રિલે છ આરોપીઓ વિરુદ્ધ BNS અને SC (POA) એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પીડિતના જણાવ્યા મુજબ, તે તેના પારિવારિક મિત્રની બહેનના પતિને મળવા ગયો હતો. તેણે જણાવ્યું કે, “બોવેનપલ્લીની રહેવાસી વિનીતાએ તેના પતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી. બાદમાં તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને મને કહ્યું કે હું તેના પતિને છૂટાછેડાના કાગળો પર સહી ન કરવા સમજાવું. હું તેની સાથે વાત કરવા ગુંડલાપોચમ્પલ્લી ગયો હતો.”
દલિત યુવકે વધુમાં જણાવ્યું કે મામલો વધુ વકર્યો અને તેના પતિએ તેના મિત્રોને બોલાવ્યા અને બધાંએ તેને માર મારવાનું શરૂ કર્યું. તેમણે મને નિર્વસ્ત્ર કરી અને તેમના ફોનમાં એક વીડિયો રેકોર્ડ કર્યો. તેમણે મને જાતિસૂચક ગાળો પણ દીધી.
આ પણ વાંચો: નાગા બાવાઓએ દલિત વ્યક્તિને જાતિસૂચક ગાળો ભાંડતા પોલીસ ફરિયાદ
Kya BJP Dalito ko gulam banana chahti hai??
*આ સાંપ્રદાયિક છાણીયા આઈટી હબ માં ખૂન હત્યા અમાનુષી અત્યાચારો પીડિતને નિર્વસ્ત્ર હાલતમાં મારવું,
આ છે હૈદ્રાબાદની આઈટી હબ! પાગલપનની નિશાની છે!