જાતિવાદ અને ગુંડાગર્દી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની વઘુ એક ભયાનક ઘટના સામે આવી છે. અહીંના કાનપુરમાં એક દલિત યુવકની એક શખ્સે લોખંડના પાઈપથી માર મારીને હત્યા કરી નાખી હતી. આરોપીએ યુવકને પહેલા પરાણે દારૂ પીવડાવ્યો હતો અને પછી તેની હત્યાને અંજામ આપ્યો હતો. દુઃખની વાત એ છે કે, યુવકના બાળકો નાના છે. તેની પત્ની 8 મહિનાની ગર્ભવતી છે, આવતા મહિને તેને ત્યાં સંતાનનો જન્મ થવાનો હતો અને ત્યાં જ તેની હત્યા થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા ગામલોકોની મદદથી તેના પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાં મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે. કહેવાય છે કે, મૃતકનો આરોપી સાથે જૂની દુશ્મનાવટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આખો મામલો મહારાજપુરના મંગત ખેડા ગામનો છે. આ ઘટના ગુરુવારે સવારે બની હતી.
મજૂરી કરવા જતી વખતે દારૂ પીવડાવી માર માર્યો
મંગત ખેડા ગામનો રહેવાસી દિનુ પાસવાન 30 વર્ષથી શટરિંગ વર્કર તરીકે કામ કરતો હતો. તે તેની પત્ની સંગીતા, 12 વર્ષની પુત્રી રાધિકા, 6 વર્ષના પુત્ર આદિત્ય અને 2 વર્ષની પુત્રી રિયા સાથે રહેતો હતો. તેની પત્ની સંગીતા 8 મહિનાની ગર્ભવતી છે. તેના પિતા રામપાલ અને ભાઈ તેમના પરિવાર સાથે અલગ ઘરમાં રહે છે.
આ પણ વાંચો: પાટડીના પાનવામાં 5 ભરવાડોએ દલિત યુવકના બંને પગ ભાંગી નાખ્યા
ગુરુવારે સવારે દિનુ પાસવાન મજૂરીકામ કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. ગામની બહાર નીકળતા જ ગામના ભૈયાલાલ પટેલે તેને બોલાવીને પહેલા દારૂ પીવડાવ્યો અને પછી તેની સાથે ગાળાગાળી શરૂ કરી દીધી. જ્યારે દીનુએ ગાળો ન બોલવા કહ્યું ત્યારે તેને લોખંડના સળિયાથી માર મારવામાં આવ્યો. જેના કારણે દીનુ ગંભીર રીતે ઘાયલ થઈને નીચે પડી ગયો. દીનુને મૃત સમજીને ભૈયાલાલ પટેલ તેને ત્યાં જ છોડીને ભાગી ગયો.
રાત્રે સારવાર દરમિયાન મોત થયું
ગામમાં મજૂરી કામ કરતા દીનુના પિતા રામલાલને કોઈએ સમગ્ર મામલાની જાણ કરી હતી. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી. ત્યારબાદ દીનુને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં શુક્રવારે રાત્રે તેનું મૃત્યુ થયું હતું.
દીનુની બહેન આરતી વર્માની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ ભૈયાલાલ પટેલ સામે હત્યાની FIR નોંધી છે. શનિવારે પોલીસે ગામમાંથી જ આરોપી ભૈયાલાલ પટેલની ધરપકડ કરી અને તેને જેલમાં ધકેલી દીધો હતો.
મૃતકના પિતા રામલાલે મીડિયાને જણાવ્યું હતું કે, તે ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને માહિતી મળી કે તેના દીકરા દીનુને ગામના ભૈયાલાલ પટેલે લોખંડના પાઈપ વડે માર માર્યો છે. જ્યારે તે ઘટનાસ્થળે પહોંચ્યા તો જોયું કે દીનુ બેભાન પડેલો હતો. તેણે અન્ય લોકો સાથે મળીને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં સારવાર દરમિયાન દીનુનું મોત નીપજ્યું.
દીનુની પત્નીએ શું કહ્યું?
મૃતક દીનુ પાસવાનની પત્ની સંગીતાએ કહ્યું કે ગામના માથાભારે શખ્સ ભૈયાલાલે મારા પતિને દારૂ પીવડાવીને મારી નાખ્યો. આરોપીઓમાંથી એક દિલીપે તેમને પકડી રાખ્યો હતો અને ભૈયાલાલે તેને લાકડીથી માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું. આ પહેલા પણ તેમણે મારા સાળાને માર માર્યો હતો, જેનો મારા પતિએ વિરોધ કર્યો હતો. ત્યારથી આ લોકો અદાવત રાખતા હતા. મારા ત્રણ નાના બાળકો છે. હું 8 મહિનાની ગર્ભવતી છું, હવે મારા બાળકોનો ખર્ચ કોણ ઉઠાવશે? હવે અમારું કોણ?
એડીસીપીએ કડક કાર્યવાહીની ખાતરી આપી
પોસ્ટમોર્ટમ પછી શનિવારે મોડી રાત્રે જ્યારે મૃતદેહ ગામમાં પહોંચ્યો ત્યારે પરિવારે વળતરની માંગણી સાથે વિરોધ કર્યો. ગામમાં પહોંચેલા એડીસીપી પૂર્વ અંજલી વિશ્વકર્મા પીડિત પરિવારને મળ્યા અને કડક કાર્યવાહીની ખાતરી આપી. ઘટના બાદ ગ્રામજનોમાં રોષ છે. મૃતક દીનુના પરિવારના સભ્યો રડી રહ્યા છે.
આ પણ વાંચો: કોર્ટમાં જુબાની આપનાર દલિત યુવકને બ્રાહ્મણોએ ઘરમાં ઘૂસી માર્યો
A Hindu jatankvadi o ne fanshi apo ya tena ancounter karo