Dalit News: ભાજપ જે પણ રાજ્યમાં સત્તામાં આવે છે, ત્યાં દલિતો પર અત્યાચારની ઘટનાઓમાં અચાનક વધારો થઈ જાય છે. અત્યાર સુધી યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા જેવા ભાજપસાશિત રાજ્યો તેમાં મોખરે હતા. હવે તેમાં બિહાર પણ આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે. આવું એટલા માટે લાગે છે, કેમ કે હાલમાં જ એક દલિત યુવકને જાતિવાદી ગુંડાઓએ જાહેર રસ્તા પર નગ્ન કરી માર મારી-મારીને દોડાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સૌ કોઈ ચોંકી ગયા છે.
મામલો બિહારના જમુઈ જિલ્લાનો છે. અહીંના મણિયડ્ડા ગામમાં એક દલિત યુવક પર થયેલી ક્રૂરતાએ સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યો છે. બદમાશોએ પહેલા શહેરના ગેસ્ટ પેલેસમાંથી દલિત યુવકનું અપહરણ કર્યું, પછી તેને બળજબરીથી ભજૌર છઠ ઘાટ પર લઈ ગયા, જ્યાં તેમણે તેને લાતો, મુક્કા અને લોખંડના સળિયા વડે ક્રૂરતાથી માર માર્યો. ત્યારબાદ યુવકનાં કપડાં ઉતરાવી દોડાવી-દોડાવીને ફરીથી માર મારવામાં આવ્યો. એટલું જ નહીં, આ અમાનવીય ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. દલિત યુવકની ઓળખ ભટચક ગામના અભિષેક પાસવાન તરીકે થઈ છે. તે ઇન્ટરમીડિયેટનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ભાજપ SC મોરચા પ્રમુખની પાંચ લોકોએ જાહેરમાં હત્યા કરી
પીડિત અભિષેકે જણાવ્યું હતું કે, તેના સાળા સાથે લગભગ એક મહિના પહેલા ડબલુ સિંહ સહિતના લોકોનો ઝઘડો ચાલી રહ્યો હતો. ડબલુ સિંહે આ બાબતે તેને ફોન કરીને બોલાવ્યો હતો. અભિષેક જ્યારે ત્યાં પહોંચ્યો, તો ડબલુ સિંહ અને તેના સાગરિતોએ તેનો મોબાઇલ ફોન છીનવી લીધો અને તેને બળજબરીથી મણિ અડ્ડાથી ભજૌર છઠ ઘાટ બાઇક પર લઈ ગયા. ત્યાં ડબલુ સિંહ, તેનો પુત્ર માઉન્ટી સિંહ, છોટુ યાદવ, સીટૂ સિંહ, ગૌરવ સિંહ, આશુતોષ સિંહ, સાલુ સિંહ, રઘુવીર સિંહ અને અન્ય લોકોએ તેના પર ક્રૂર હુમલો કર્યો હતો. આરોપીઓએ તેને નગ્ન કર્યો, અપમાનિત કર્યો અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જે વાયરલ થયો.

વાયરલ વીડિયોમાં બદમાશોની ક્રૂરતા સ્પષ્ટપણે દેખાય છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાની માહિતી મળતાં, પોલીસ ટીમે શુક્રવારે બપોરે લગભગ 12:30 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ યુવકને સદર હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તે હાલમાં સારવાર હેઠળ છે.
મહત્વનું છે કે, આ એ જ જમુઈ લોકસભા મતવિસ્તાર છે, જ્યાં પાસવાન સમાજના મતો સૌથી વધુ છે. લોક જનશક્તિ પાર્ટી(રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન અહીંથી બે વખત સંસદ સભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં કેન્દ્ર સરકારમાં મંત્રી છે. દરમિયાન, વર્તમાન સાંસદ, અરુણ ભારતી, જે ચિરાગ પાસવાનના સાળા છે, પોતે દલિત સમાજમાંથી આવે છે અને દલિતોના સમ્માન અને અધિકારોની વાતો કરે છે.
આ પણ વાંચો: મંદિરો પર I Love Mohammad લખી તણાવ ભડકાવનાર 4 હિન્દુ યુવકોની ધરપકડ
એલજેપીના ગઢમાં જ એક દલિત યુવકને કપડાં ઉતારીને માર મારવાની ઘટના અને વાયરલ વીડિયોએ રાજકારણીઓના દાવાઓ અને જમીની વાસ્તવિકતા વચ્ચેની પોલ ખોલી નાખી છે. લોકો પૂછી રહ્યા છે કે, દલિત નેતૃત્વ ધરાવતા સુરક્ષિત વિસ્તારમાં પણ દલિતો સુરક્ષિત નથી, તો જ્યાં તેમનું નેતૃત્વ નથી, તેવા વિસ્તારોમાં દલિતોની સલામતીનું શું થતું હશે?
જમુઈના પોલીસ અધિક્ષક વિશ્વજીત દયાલે ઘટનાની પુષ્ટિ કરતી પ્રેસ રિલીઝ જારી કરી છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસને વાયરલ વીડિયો મળ્યો છે અને તેના આધારે આરોપીઓની ઓળખ કરી રહી છે. પોલીસે બે લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: કચ્છમાં યુવકના હાથ-પગ-માથું કાપી બોરવેલમાં પધરાવી દીધાં












*હત્યારાઓને પોલીસ પ્રશાસન દ્વારા ખુબ જ હિંમત અને મજબૂતી આપવામાં આવી રહી છે તે ભાજપ શાસિત રાજ્યોના અઘટિત હુમલાઓને પગલે સમજાઈ રહ્યું છે, તેમ છતાં દલિત બહુજન સમાજ શાંત થઈને બેઠો છે, હવે તો એક જ રસ્તો છે, જેવા સાથે તેવા થઈને
જ પોલીસ પ્રશાસન જગાડવુ એ જ આજનાં સમયની માંગ છે! જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!