‘અકસ્માત વધે તો સરકાર શું કરે? ગ્રહોની ચાલ જોઈને ઘરેથી નીકળો?’

રાજસ્થાનમાં અકસ્માતોની સંખ્યા વધતા ભાજપના મંત્રીએ કહ્યું, "જ્યોતિષીઓએ જે આગાહી કરી હતી તેવું જ થઈ રહ્યું છે."
accidents Rajasthan news

“જ્યારે બસમાં આગ લાગી ત્યારે કહેવામાં આવ્યું કે બસમાં ઇમરજન્સી દરવાજો નહોતો, ફક્ત એક જ દરવાજો હતો. લોકો બહાર નીકળી શકતા નહોતા. પરંતુ જે સ્કોર્પિયો બળી ગઈ હતી તેમાં પાંચ દરવાજા હતા. પાંચ લોકો અંદર હતા. પાંચેય મૃત્યુ પામ્યા. તેઓ બહાર નીકળી શક્યા નહીં. તમે તેને સંયોગ પણ કહી શકો છો. તમે મને વ્યક્તિગત રીતે પૂછી શકો છો, કારણ કે મને જ્યોતિષમાં ખૂબ વિશ્વાસ છે.

આ વર્ષની શરૂઆતમાં, વિક્રમ સંવત 2082 માં, જોધપુર સહિત દેશભરના જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે 2082 માં ઘણા અકસ્માતો થશે, આગને કારણે લોકોના મોત થશે અને યુદ્ધો થશે. મોટાપાયે આગ, ભૂકંપ કે પૂરને કારણે જાનહાનિ થશે. આ આગાહીઓ પહેલાથી જ કરવામાં આવી છે, અને તે હવે સાચી સાબિત થઈ રહી છે!”

આ શબ્દો છે રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારના મંત્રી અને વિધાનસભામાં મુખ્ય દંડક જોગેશ્વરી ગર્ગ(Jogeshwari Garg)ના. મંત્રીજી (Rajasthan Minister) આપણને રાજસ્થાનમાં રોજ બનતા દુ:ખદ માર્ગ અકસ્માતો(issue of accidents) અંગે જ્યોતિષીઓની આગાહીઓની યાદ અપાવી રહ્યા છે. પરોક્ષ રીતે, જોગેશ્વરી ગર્ગ કહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે તેઓ અને તેમની સરકાર માર્ગ અકસ્માતો બાબતે કંઈ કરી શકતી નથી; લોકોએ ગ્રહોની ચાલ જોઈને તેના આધારે ઘરેથી નીકળવું જોઈએ.

આ પણ વાંચો: ઈન્દોરમાં એકસાથે 20 કિન્નરોનો ફિનાઈલ પી સામૂહિક આપઘાતનો પ્રયાસ

રાજસ્થાનમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો

મંત્રીજીએ આ નિવેદન રાજસ્થાનમાં છેલ્લાં કેટલાક સમયથી વધી રહેલા અકસ્માતોને લઈને આપ્યું હતું. છેલ્લાં કેટલાક દિવસોમાં ગુજરાતનું આ પડોશી રાજ્ય ભીષણ માર્ગ અકસ્માતોનો ભોગ બન્યું છે. અહીંના રસ્તા પર ડમ્પર જેવા ભારે વાહનો મોતના દૂત બનીને દોડી રહ્યાં છે.

ડમ્પરે 14 લોકોને કચડી નાખ્યા હતા

હાલમાં જ અહીંના હરમારાના એક ડમ્પર ચાલકે 14 લોકોને કચડી નાખ્યા હતા. જયપુરમાં ડમ્પરે એક વ્યક્તિને કચડી નાખી હતી. આ ઘટના જયપુરના ફાગી અને સિરસા રોડ વિસ્તારમાં બની હતી. ફાગી રોડ પર, એક બેકાબૂ ડમ્પરે એક વ્યક્તિને કચડી નાખ્યો, જ્યારે સિરસા રોડ પર, એક નશામાં ધૂત ડમ્પરચાલકેને ઓટોરિક્ષામાં ડમ્પર ઘૂસેડી દીધું હતું.

રાજ્યમાં અનેક ભીષણ અકસ્માતો થયા

આવા જ ભીષણ અકસ્માતો પાલી વિસ્તારમાં થયા હતા. સુમેરપુરથી એક સ્કોર્પિયો આવી રહી હતી. અચાનક તે બ્રેક મારે છે. ગાડી બેકાબૂ બની જાય છે અને ડિવાઇડર કૂદાવીને સામેથી આવતી મીની ટ્રક સાથે અથડાય છે. જે દ્રશ્ય દેખાયું તે ખૂબ જ હૃદયદ્રાવક હતું. સ્કોર્પિયોનો માલિક વાહન સાથે સળગી ગયો. અકસ્માત એટલી ઝડપથી થયો હતો કે ડ્રાઇવરને બહાર નીકળવાનો પણ સમય નહોતો મળ્યો. હાઇવે પર સ્કોર્પિયો ડ્રાઇવરની સામે એક રખડતું ઢોર આવી ગયું હતું અને તેને બચાવવાના પ્રયાસમાં  જ સ્કોર્પિયો ડ્રાઇવરનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો: મોટાભાગના વિમાન અકસ્માતો Landing અને Take off વખતે જ કેમ થાય છે?

નશામાં ધૂત ડ્રાઈવરો બેફામ બન્યાં

આવા જ બીજા ભયાનક અકસ્માતો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બન્યા છે. અકસ્માતો અને મૃત્યુની સંખ્યા વધી રહી છે. સરકાર દરેક અકસ્માતને રોકી શકતી નથી. પરંતુ જો નશામાં ધૂત ડમ્પર લોકોને કચડી નાખતું રહે અને જવાબદારો ચૂપ રહે, તો પરિસ્થિતિ ક્યારેય સુધરશે નહીં.

મંત્રીજીએ બેફામ નિવેદન કર્યું

જો મંત્રીઓ અકસ્માતો માટે ગ્રહોની ગતિને દોષ આપવાનું ચાલુ કરી દે, તો બધાં તર્ક અર્થહીન બની જશે. મંત્રી જોગેશ્વરી ગર્ગનું માનીએ તો તેમણે જ્યોતિષના કારણે જ ડમ્પરચાલકે ગ્રહોની ચાલ મુજબ દારૂડિયા બની ગયા છે અને ગ્રહોની ચાલ પ્રમાણે જ પોલીસ અને વાહનવ્યવહાર વિભાગ આંખે પાટા બાંધીને આખો ખેલ જોઈ રહ્યો છે.

આ પણ વાંચો: રોડ ખરાબ હોય તો ઓછા અકસ્માત થાય છે’, 19 લોકોના મોત બાદ BJP સાંસદનો તર્ક

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x