ગઈકાલે ચીને મચ્છરની સાઈઝનું ડ્રોન બનાવીને દુનિયા આખીને ચોંકાવી દીધાં છે. બીજી તરફ આપણો કથિત વિશ્વગુરૂ ભારત દેશ દરરોજ જાતિવાદ અને સવર્ણો દ્વારા દલિતો પર આચરવામાં આવતા અત્યાચારોમાં વધુને વધુ ઉંડે ઉતરતો જાય છે. દરરોજ દેશમાં દલિત અત્યાચારની અનેક ઘટનાઓ બને છે. જેમાંની કેટલીક એવી હોય છે, જે ગામેગામની કહાની હોય છે. સદીઓથી દલિતોને શિક્ષણ, પાણીના સ્ત્રોતો અને જાહેર સ્થળોથી દૂર રાખવામાં આવ્યા છે. આજે ભલે કાયદાના ચોપડે અસ્પૃશ્યતા નાબૂદ થઈ ગઈ હોય, પરંતુ દેશના બહુમતી ગામડાઓમાં સવર્ણોના મનમાં તે હજુ પણ જેમની તેમ છે. આ ઘટના તેનું વધુ એક ઉદાહરણ છે.
કર્ણાટકના ચામરાજનગરની ઘટના
ઘટના કર્ણાટકના ચામરાજનગરની છે. અહીં એક સરકારી શાળામાંથી 21 સવર્ણ હિંદુ વાલીઓએ તેમના બાળકોનો પ્રવેશ રદ કરાવી દીધો હતો. કારણ ફક્ત એટલું જ હતું કે, શાળામાં મધ્યાહન ભોજન બનાવનાર મહિલા દલિત સમાજની હતી.
આ પણ વાંચો: સાબરકાંઠામાં નકલી ST સર્ટિ પર એક જ પરિવારના ૩ લોકોએ સરકારી નોકરી મેળવી
જ્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રવેશ લેવામાં આવ્યો ત્યારે કુલ ૨૨ વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ લીધો હતો, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓના સવર્ણ હિંદુ વાલીઓને ખબર પડી કે શાળામાં એક દલિત મહિલા મધ્યાહન ભોજનમાં ભોજન રાંધે છે, એ પછી તરત તેમણે પોતાના બાળકોનું નામ શાળામાંથી કમી કરાવી દીધું હતું. હવે આ શાળામાં માત્ર એક જ વિદ્યાર્થી બચ્યો છે.
મુખ્ય રસોઈયા તરીકે દલિત મહિલાની નિયુક્તિ થતા વાલીઓ નારાજ
મુખ્ય રસોઈયા અને રસોડાના સ્ટાફના જણાવ્યા મુજબ, 22 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 7 વિદ્યાર્થીઓ શાળામાં બનાવેલ મધ્યાહન ભોજન ખાતા હતા. દલિત મહિલાને મુખ્ય રસોઈયા તરીકે નિયુક્ત કરવામાં આવતા સવર્ણ વાલીઓ નારાજ થયા હતા.
સ્થાનિકોનો આરોપ છે કે જાતિ આધારિત ભેદભાવને કારણે વાલીઓએ તેમના બાળકોના નામ શાળામાંથી કમી કરાવી દીધા છે. 22 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓ પહેલાથી જ ટ્રાન્સફર સર્ટિફિકેટ લઈ ચૂક્યા છે. અન્ય 9 વિદ્યાર્થીઓએ ટ્રાન્સફર સર્ટિફિકેટ માટે અરજી કરી છે. આ આખો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, જિલ્લા વહીવટીતંત્રે ગઈકાલે શાળાની મુલાકાત લીધી હતી અને શિક્ષકો અને વાલીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી. શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ પણ શાળાની મુલાકાત લીધી હતી.
વાલીઓએ કહ્યુંઃ શિક્ષણની ગુણવત્તા નબળી હોવાથી નામ પાછું ખેંચ્યું
ચામરાજનગર પોલીસ અધિક્ષક બી.ટી. કવિતા, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી મોના રોથ અને જાહેર શિક્ષણ નાયબ નિયામક રામચંદ્ર રાજે ઉર્સે આ વિકાસ વિશે વાલીઓ અને શિક્ષકો સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી. વાલીઓએ રોથને જણાવ્યું હતું કે શાળામાં શિક્ષણની ગુણવત્તા નબળી હોવાને કારણે તેમણે તેમના બાળકોને શાળામાંથી પાછા ખેંચી લીધા છે. જો કે, વાલીઓના આ જવાબમાં કેટલું તથ્ય રહેલું છે તે મધ્યાહન ભોજનના રસોઈયા સારી રીતે જાણે છે.
ભારતમાં દરરોજ દલિત અત્યાચારની 150 ઘટનાઓ નોંધાય છે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટા અનુસાર, ભારતમાં દલિતો પર અત્યાચારના દરરોજ 150થી વધુ કેસો નોંધાય છે. આ આંકડો તો માત્ર પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદોનો છે. જે મામલામાં પોલીસ ફરિયાદ જ નથી નોંધાઈ તેને પણ આમાં આવરી લઈએ તો આંકડો તેનાથી બે ત્રણ થાય તેવી શક્યતા છે. આશ્ચર્યજનક વાત એ છે કે NCRB રિપોર્ટ દર્શાવે છે કે 2018 થી 2022 દરમિયાન, દલિત અત્યાચારના કેસોમાં 35 ટકાનો વધારો થયો છે.
ડેટા અનુસાર, 2018 પછી દર વર્ષે દલિત અત્યાચારના કેસો સતત વધતા જઈ રહ્યાં છે. 2018 માં, દલિત અત્યાચારના 42,793 કેસ નોંધાયા હતા. જ્યારે, 2022 માં 57,582 કેસ નોંધાયા હતા. જ્યારે 2021 માં 50,900 કેસ નોંધાયા હતા. NCRB અનુસાર, દલિતો પર અત્યાચારના સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાય છે.
આ પણ વાંચો: ‘દલિત થઈને મેરેજ હોલમાં લગ્ન કેમ રાખ્યા?’ કહી ટોળાએ હુમલો કર્યો
*આ જાતિવાદ! એક સમય એવો આવશે કે 🌙 ચંદ્રની સપાટી ઉપર પણ અસર કરતો નજરે પડશે, એમાં કોઈ બેમત નથી. કુદરતી રીતે નશ્વર દેહ અને આત્મા જુદા પડે છે! આવું ન થતું હોત તો બધા કાયદા કાનૂન સવર્ણોની મુઠ્ઠીમાં હોત, હવે તો હદ થઈ ગઈ છે!