દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરવા બદલ પિતાએ ગર્ભવતી પુત્રીની હત્યા કરી

Honor Killing: દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતી ગર્ભવતી હોવા છતાં તેના પિતાએ માર મારી-મારીને હત્યા કરી નાખી.
dalit news honorkilling

Honor Killing: ભારતમાં આંતરજાતિય લગ્ન કરનાર યુગલને બંધારણીય રીતે કાયદેસરનું રક્ષણ મળેલું હોવા છતાં કાયદાની નબળી અમલવારીને કારણે લગ્ન કરનાર દંપતીની હત્યાઓ થઈ જાય છે. આવા અનેક ઉદાહરણો સમયાંતરે સામે આવતા રહે છે, અને આજે વધુ એક ભયાનક ઘટના કર્ણાટકમાંથી સામે આવી છે. અહીંના ધારવાડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીને, તે ગર્ભવતી હોવા છતાં તેના પિતાએ હત્યા કરી નાખી હતી. આ ઘટના હુબલી તાલુકાના ઇનાપુર ગામમાં બની હતી. મૃતક યુવતી માન્યા પાટિલ સાત મહિનાની ગર્ભવતી હતી. તેમ છતાં તેના પિતા પ્રકાશ ગૌડા પાટીલે તેની જરાય દયા રાખ્યા વિના હત્યા કરી નાખી હતી.

પાટિલ પરિવારે અગાઉ પણ માન્યા અને તેના પતિ વિવેકાનંદ ડોડામણીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે માન્યા અને વિવેકાનંદે આઠ મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. ગામમાં વિરોધનો સામનો કર્યા પછી, તેઓ હાવેરી જિલ્લામાં રહેતા હતા. સાત મહિના પછી, જ્યારે તેમને લાગ્યું કે વિરોધ ઓછો થઈ ગયો છે, ત્યારે તેઓ ઇનાપુર ગામમાં પાછા ફર્યા હતા, પરંતુ ગામમાં પાછા ફરવાથી માન્યાના પરિવારનો ગુસ્સો વધી ગયો હતો. તે દરમિયાન માન્યાના પિતા પ્રકાશ ગૌડા પાટિલ, સંબંધી વીરાન્ના ગૌડા પાટિલ અને ભાઈ અરુણ ગૌડા ઉર્ફે આકાશ ગૌડાએ તેના પતિ વિવેકાનંદના પરિવાર પર તલવારો વડે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: ‘મેરા સક્ષમ મર કે ભી જીત ગયા, મેરે પિતા-ભાઈ હાર ગયે..’

હત્યાનું કાવતરું કેવી રીતે રચાયું?

દરમિયાન, રવિવારે પાટિલ પરિવારે વિવેકાનંદ અને માન્યાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ વિવેકાનંદના ઘરે પહોંચી જઈને સૌથી પહેલા તેના પિતા સુભાષ ડોડામણી પર ટ્રેક્ટરથી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી યુવક વિવેકાનંદ તેના પિતાને બચાવવા માટે દોડ્યો હતો. એ દરમિયાન માન્યા તેની સાસુ રેણવા સાથે ઘરમાં એકલી હતી. એ પરિસ્થિતિનો લાભ લઈને માન્યાના પિતા પ્રકાશ ગૌડા ઘરમાં ઘૂસી ગયા અને પોતાની સગી દીકરી માન્યા, જે સાત મહિનાની ગર્ભવતી હતી, તેના પર લોખંડના પાઇપથી હુમલો કર્યો. આ હુમલામાં માન્યાનું ગંભીર ઈજાઓ થવાથી મોત થઈ ગયું હતું. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી પ્રકાશ સહિત વીરન્ના અને અરુણની ધરપકડ કરી છે. પોલીસે આ કેસની સંપૂર્ણ તપાસ કરવા માટે એક ખાસ પોલીસ ટીમ બનાવી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ અન્ય આરોપીઓની શોધ ચાલુ છે.

ગર્ભવતી પુત્રીની સગા પિતાએ હત્યા કરી નાખી

પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં માન્યાના સાસુ પણ ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ માન્યાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં રાત્રે 9:30 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાના થોડા કલાકોમાં જ પોલીસે આરોપીની અટકાયત કરી, FIR નોંધી અને તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે લિંગાયત સમાજમાંથી આવતી માન્યા પાટીલે દલિત સમાજમાંથી આવતા વિવેકાનંદ સાથે લગ્ન કર્યા હતા. તેઓ એક જ ગામના હતા અને અભ્યાસ દરમિયાન એકબીજાને પ્રેમ કરતા હતા.

આ પણ વાંચો: વડોદરાના અમિત પાસીએ પહેલી જ T20 માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

19 જૂને બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા

આ દંપતીએ 19 જૂનના રોજ હુબલીમાં રજિસ્ટ્રાર ઑફિસમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પરિવારો વચ્ચે તણાવ વધી ગયો હતો. પોલીસે અગાઉ બંને પક્ષોને મધ્યસ્થી કરવા માટે બોલાવ્યા હતા. બાદમાં આ દંપતી હાવેરી જતું રહ્યું હતું અને 8 ડિસેમ્બરે ગામમાં પરત ફર્યું. તેમને એમ હતું કે માન્યા ગર્ભવતી હોવાથી તેનો પરિવાર તેમના સંબંધને સ્વીકારી લેશે.

ઓનર કિલીંગની ઘટનાઓ ફરીથી ચર્ચામાં

પરંતુ એવું થયું નહીં અને વિવાદ ફરી વધ્યો. પોલીસનું કહેવું છે કે માન્યાના પિતા અને સંબંધીઓએ તેના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કર્યો હતો. માન્યાનો પતિ વિવેકાનંદ આ હુમલામાં માંડ માંડ બચ્યો છે, જ્યારે તેના માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે જણાવ્યું હતું કે આ કેસની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ઓનર કિલીંગને લઈને ચર્ચા છેડી દીધી છે.

આ પણ વાંચો: બહેને દલિત યુવક સાથે લગ્ન કરતા ભાઈઓએ 5 ગોળી મારી દીધી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x