Karni Sena Attacks Ramji Lal Sumans House: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ(Rajya Sabha MP) રામજી લાલ સુમન(Ramji Lal Suman)ના ઘરે કરણી સેના(Karni Sena)એ હુમલો કરી દીધો (Attacks on home) છે. કરણી સેનાના ટોળાએ વિરોધ પ્રદર્શન દરમિયાન હોબાળો અને તોડફોડ કરતા પોલીસે બે FIR નોંધી છે. દલિત સમાજમાંથી આવતા સાંસદ રામજીલાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગા(rana Sanga) પર એક નિવેદન આપ્યું હતું. જેને લઈને કરણી સેનાએ તેમના ઘર પર હુમલો કરી દીધો હતો.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન, કરણી સેનાના ટોળાં અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું જેમાં ઘણા લોકો ઘાયલ થયા. પોલીસે આ મામલે બે FIR નોંધી છે. જેમાંથી એક એફઆઈઆર સાંસદના પુત્ર રણજીત સુમન દ્વારા દાખલ કરવામાં આવી છે, જ્યારે બીજી પોલીસે હોબાળો મચાવવા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દાખલ કરી છે.
રાણા સાંગાને ગદ્દાર કહેતા હુમલો કરાયો
કરણી સેનાના કાર્યકરોએ રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમનના નિવેદનનો વિરોધ કર્યો, જેમાં તેમણે મેવાડના રાજા રાણા સંગ્રામ સિંહ (રાણા સાંગા) ને સંસદમાં ‘ગદ્દાર’ કહ્યા હતા. આ નિવેદન બાદ કરણી સેનાના કાર્યકરો રોષે ભરાયા હતા અને તેમણે રામજીલાલ સુમનના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આગ્રામાં સમાજવાદી પાર્ટીના દલિત સાંસદ રામજીલાલ સુમનના ઘરે કરણી સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસે 29 લોકો FIR નોંધીને કલાકોમાં જામીન આપી દીધા હતા. સાંસદે રાજ્યસભામાં રાણા સાંગાને ગદ્દાર ગણાવ્યા હતા.#ramjilalsuman #karnisena #SamajwadiParty #agrapolice #RanaSanga pic.twitter.com/zoRQcNozdj
— khabar Antar (@Khabarantar01) March 27, 2025
વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ અને પ્રદર્શનકારીઓએ સાંસદના ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ, જેમાં ઘણા પોલીસકર્મીઓ અને પ્રદર્શનકારીઓ ઘાયલ થયા.
પોલીસે શું કહ્યું?
આગ્રાના એડિશનલ પોલીસ કમિશનર સંજીવ ત્યાગીએ જણાવ્યું હતું કે હુમલાખોરો કરણી સેનાના લોકો જ હતા. તેમણે કહ્યું કે પોલીસને આ વિરોધ પ્રદર્શનનો પહેલેથી જ અંદાજ હતો, તેથી સુરક્ષા દળોને વિવિધ જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા હતા. આમ છતાં, કેટલાક પ્રદર્શનકારીઓ સાંસદના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો હતો.
29 લોકોની ધરપકડ કરી કલોકમાં જામીન આપી દીધાં
પોલીસે ઘટનાસ્થળેથી લગભગ 29 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી, જેમને આગ્રાના હરિપર્વત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આમાંથી ૧૨ને એતમાદુદ્દૌલા પોલીસ સ્ટેશન અને ૧૭ને ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા.
सपा सांसद रामजी लाल सुमन के घर पर करणी सेना के लोगों ने हमला कर दिया. इसको लेकर समाजवादी पार्टी के अध्यक्ष अखिलेश यादव सामने आए. उन्होंने साफ-साफ कह दिया कि रामजी लाल सुमन दलित हैं, इसलिए उनके घर पर हमला हुआ. #RamjilalSuman #AkhileshYadav #KaraniSena pic.twitter.com/K3KtUJLMN9
— UP Tak (@UPTakOfficial) March 26, 2025
જોકે, મોડી રાત્રે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જામીન મળ્યા બાદ, કરણી સેનાના કાર્યકરોએ પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને સોશિયલ મીડિયા પર વીડિયો રીલ્સ અને ફોટા શેર કર્યા.
સાંસદની સુરક્ષામાં વધારો કરાયો
જામીન મળ્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા છે જેમાં કેટલાક લોકો સાંસદ રામજીલાલ સુમન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરતા અને ફરીથી વિરોધ કરવાની ધમકી આપતા જોવા મળે છે. પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને હિંસા ભડકાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, સાંસદના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે જેથી ફરી કોઈ હુમલો ન થાય.
આ પણ વાંચો: દલિત યુવકે જનરલમાં ટોપ કર્યું છતાં PhDમાં પ્રવેશ ન અપાયો