પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીમાં કાવડિયાઓ દ્વારા એક 16 વર્ષની મુસ્લિમ દીકરીની છેડતી કરી. યુવતીએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ઉલટાનું તેના પરિવાર સામે જ એફઆઈર નોંધીને કાર્યવાહી કરી દીધી હતી. પોલીસનો દાવો છે કે છોકરીનો આરોપ ‘સંપૂર્ણપણે ખોટો’ છે અને હકીકતમાં કાવડીઓ હુમલાનો ભોગ બન્યા હતા. આ ઘટનાએ પોલીસની નિષ્પક્ષતા અને સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ઘટના શું હતી?
આ ઘટના 28 જુલાઈ 2025 ના રોજ બપોરે 3:30 વાગ્યે વારાણસીના રાજતલાબ વિસ્તારમાં રાની બજાર પાસે બની હતી. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, 16 વર્ષની છોકરી તેની દાદી સાથે તેના ભાઈની જૂતાની દુકાનમાં હતી. ધ વાયરના રિપોર્ટ મુજબ, એદરમિયાન ભગવા કપડાં પહેરેલા અને ‘બોલ બમ’ ના નારા લગાવતા બે થી ત્રણ કાવડિયાઓ દુકાનમાં ઘૂસી ગયા હતા. પરિવારનો દાવો છે કે કાવડિયાઓએ અશ્લીલ ટિપ્પણીઓ કરી, છેડતી કરી અને છોકરીનો પીછો કર્યો. જ્યારે છોકરીએ વિરોધ કર્યો અને દુકાનમાંથી તેના ઘર તરફ ભાગી ગઈ, ત્યારે એક કાવડિયો તેનો પીછો કરતો ઘરે પહોંચી ગયો હતો.
રિપોર્ટ મુજબ, છોકરીની દાદી અને પરિવારના અન્ય સભ્યોએ દરમિયાનગીરી કરી. એ પછી, સ્થાનિકોએ કાવડિયાને પકડી લીધો અને તેને માર માર્યો. પરિવારનું કહેવું છે કે એ દરમિયાન કાવડિયો અશ્લીલ હરકતો કરતો રહ્યો. એ પછી, કાવડિયાઓનું એક મોટું જૂથ અને VHP જેવા હિન્દુ સંગઠનોના કાર્યકરો સ્થળ પર એકઠા થયા. તેમણે ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા અને રાણી બજારમાં લગભગ એક કિલોમીટર સુધી રસ્તો રોકી દીધો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેટલાક કાવડિયાઓએ લાકડીઓ અને દંડા લહેરાવ્યા.
પોલીસે કાવડિયાઓને બદલે છોકરીના પરિવાર સામે FIR કરી
ઘટનાના બીજા દિવસે, 29 જુલાઈના રોજ, રાજાતલાબ પોલીસે કાવડિયાની ફરિયાદ પર છોકરીના પરિવાર અને સ્થાનિક મુસ્લિમ સમાજના સાત લોકો વિરુદ્ધ FIR દાખલ કરી હતી. પોલીસનો દાવો છે કે રસ્તા પર ‘બોલ બમ’ ના નારા લગાવી રહેલા કાવડિયાઓને દુકાનમાં બોલાવી માર મારવામાં આવ્યો હતો અને પીડિતાના ઘરે ખેંચી જઈ બળજબરીથી ધર્મ પરિવર્તનની ધમકી આપવામાં આવી હતી. પોલીસે છોકરીના છેડતીના આરોપને ખોટો ગણાવ્યો હતો. છોકરીના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસે છોકરીના પક્ષમાં જુબાની આપવાનો પ્રયાસ કરનારા મુસ્લિમ દુકાનદારોને ધમકી આપી હતી.
આ પણ વાંચો: હિન્દી ફિલ્મોમાં હીરોની જાતિ હંમેશા ‘સવર્ણ’ જ કેમ હોય છે?
CCTV ફૂટેજ અને પરિવારના દાવા
પીડિત પરિવારે દાવો કર્યો હતો કે તેમની પાસે દુકાનની બહારના CCTV ફૂટેજ છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે છોકરી ડરીને દુકાનમાંથી ભાગી રહી છે અને ભગવા કપડાં પહેરેલો એક માણસ તેનો પીછો કરી રહ્યો છે, એ પછી ઘણા લોકો તેનો પીછો કરી રહ્યા છે. પરિવારે આ ફૂટેજ ધ વાયર જેવા કેટલાક મીડિયા હાઉસ સાથે શેર કર્યા છે. પરિવારનું કહેવું છે કે પોલીસે આ પુરાવાને સંપૂર્ણપણે અવગણ્યા છે અને કાવરિયાની ફરિયાદ પર પોતાનો કેસ દાખલ કર્યો છે.
ધ વાયરના રિપોર્ટમાં જણાવાયું છે કે, છોકરી ભાગી રહી છે અને ભગવા કપડાં પહેરેલો એક માણસ તેનો પીછો કરી રહ્યો છે, જેની પાછળ ઘણા લોકો દોડી રહ્યાં છે. રાજતલબના એસીપી અજય કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કાવડિયાને હેરાન કરનારાઓની ધરપકડ કરવામાં આવી છે. છોકરીના પરિવારના આરોપો અને દાવાઓ વિશે પૂછવામાં આવતા, શ્રીવાસ્તવે પહેલા કહ્યું કે તેમના આરોપો 100% ખોટા છે અને પછી કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરશે. વારાણસી પોલીસ કમિશનરે એક નિવેદન જારી કરીને કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
હિન્દુ સંગઠનોની ભૂમિકાને લઈને વિસ્તારમાં તણાવ
ઘટના પછી, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોના કાર્યકરોએ રાની બજારમાં પ્રદર્શન કર્યું હતું. તેમણે કાવડિયાઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી. સ્થાનિક વીએચપી નેતા રાકેશ પાંડેને પોલીસે થોડા સમય માટે અટકાયતમાં લીધા હતા, પરંતુ બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. સ્થાનિક મુસ્લિમ સમાજનું કહેવું છે કે આ સંગઠનોની પ્રવૃત્તિઓથી વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. પરિવારનું કહેવું છે કે જ્યારે કેટલાક હિન્દુ પડોશીઓએ છોકરીની છેડતી વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને કાવડિયાઓ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી.
लोकेशन : वाराणसी, उत्तर प्रदेश
मुस्लिम लड़की से बलात्कार की कोशिश, कांवड़ियों के वेश में युवकों पर आरोप, विरोध के बाद पीड़िता के घर में तोड़फोड़ और आगजनी।
राजातालाब इलाके में उस समय तनाव फैल गया जब कांवड़ियों के वेश में कुछ युवकों पर एक मुस्लिम लड़की से कथित तौर पर बलात्कार की… pic.twitter.com/ZPCXzk8BKC
— The Muslim (@TheMuslim786) July 29, 2025
સોશિયલ મીડિયામાં ઘટનાને ‘ન્યાયની મજાક’ ગણાવાયો
આ ઘટનાએ ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક તણાવ અને પોલીસની ભૂમિકા પર એક નવી ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાને ‘ન્યાયની મજાક’ તરીકે વર્ણવવામાં આવી હતી. એક યુઝરે લખ્યું, ‘વારાણસીમાં એક મુસ્લિમ છોકરીનું છેડતી કરવામાં આવી છે, પરંતુ પોલીસે તેના પરિવારને જેલમાં ધકેલી દીધો છે. આ કેવો ન્યાય છે?’ ઘણા લોકોએ સીસીટીવી ફૂટેજ જાહેર કરવા અને કાવડિયા સામે પગલાં લેવાની માંગ કરી છે.
પીડિતાના પરિવારે માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરી
આ ઘટનાને લઈને પીડિતાના પરિવારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) માં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી છે, જેમાં પોલીસ કાર્યવાહી અને કાવડિયાઓ સામે FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. પરિવારે એમ પણ કહ્યું કે તેઓ તેમના વકીલ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે તેમની પુત્રીને માત્ર છેડતીનો જ સામનો નથી કરવો પડ્યો, પરંતુ હવે તેઓ સરકારી દબાણ અને સામાજિક બહિષ્કારનો પણ સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો: ધર્મ અને જાતિથી પરે બાળકો જ દેશની અસલી આશા છે: હાઈકોર્ટ જજ
*મુસ્લિમ સગીરા ઉંમર 16 વર્ષ છે, તેની છેડતી કરનાર કાવડિયો કોનાં દમ પર સાહસ કરે છે? હિન્દુ મુસ્લિમ કરવાની મેલી મુરાદ રાખશો તો ભારતને કોઈ સુરક્ષિત રાખી શકશે નહીં, આનું વારાણસી ને ભાન થવું જોઈએ!
જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!